Khambhat Gujarat Chutani Result 2022 ખંભાત બેઠક પર કૉંગ્રેસ ઉમેદવારની ભવ્ય જીત, જાણો શું છે જીતનું સમીકરણ

Khambhat Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Khambhat Gujarat Chutani Result 2022  ખંભાત બેઠક પર કૉંગ્રેસ ઉમેદવારની ભવ્ય જીત, જાણો શું છે જીતનું સમીકરણ

Khambhat Gujarat Chutani Result 2022: ખંભાત વિધાનસભા બેઠકના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો ભાજપના મુખ્ય મતદારો ગણાતા ઓબીસી અને પટેલ મતદારોનો અહીં દબદબો છે. જો કે અહીં હિંદુ ધર્મનો પ્રભાવ ઘણો છે. આ જ કારણ છે કે રામ મંદિર નિર્માણ આંદોલન દરમિયાન ભાજપ અહીં કોંગ્રેસના કિલ્લામાં ઘૂસી ગયો હતો. જો કે, અહીં મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારો પણ સારી સંખ્યામાં છે..રામનવમીની ઉજવણી પર ગુજરાતમાં હિંસાનો માહોલ જોવા મળ્યો. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા અને આગચંપી અને તોડફોડ સાથે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસની સાથે અનેક લોકો ઘાયલ થયાં હતાં. તો હિંસાને રોકવા માટે આખા જિલ્લાની પોલીસને બંને શહેરોમાં ખડકવાની જરૂર પડી હતી. બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એકનું મૃત્યુ પણ નિપજ્યું હતું.

  • ખંભાત બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર 3711 મતથી જીત્યા
  • ખંભાત બેઠક પર કૉંગ્રેસના ચિરાગ પટેલનો વિજય
  • ભારતીય જનતા પાર્ટીના મહેશકુમાર કનૈયાલાલ રાવલની કારમી હાર

ખંભાત વિધાનસભા બેઠકઃ -
આણંદની ખંભાત વિધાનસભા બેઠક પર આ વખતનો જંગ વધુ મહત્વનો બની રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટીના આવવાથી અહીં ત્રિ-પાંખિયો જંગ ખેલાવવાનો છે. જેને કારણે અહીંની ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે. ખંભાત ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલું છે તેમ જ ખંભાત તાલુકાનું મુખ્ય મથક પણ છે. ખંભાત ગુજરાતના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. આ બેઠક આણંદ જિલ્લામાં આવેલી છે. આ વિધાનસભા બેઠકમાં 245 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ખંભાત વિધાનસભા બેઠકમાં ખંભાત તાલુકાના તમામ ગામોનો સમાવેશ કરવામાં આવે છે. મતદારક્ષેત્રમાં આશરે કુલ 2,13,555 મતદારો છે, જેમાંથી 1,11,859 પુરૂષ અને 1,01,696 મહિલા છે.

2022ની ચૂંટણી: - 

પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    મહેશ રાવલ    
કોંગ્રેસ     ચિરાગ પટેલ
આપ    અરૂણ ગોહિલ

2017ની ચૂંટણી: -
ગુજરાતની ખંભાત વિધાનસભા બેઠક પરથી ભાજપના મહેશકુમાર કન્હૈયાલાલ રાવલ (મયુર રાવળ)નો વિજય થયો હતો. તેમને ચૂંટણીમાં 71459 મત મળ્યા હતા. તેમણે કોંગ્રેસના પટેલ ખુશમનભાઈ શાંતિલાલને 2318 મતોથી હરાવ્યા હતા. જનતાએ કોંગ્રેસના ઉમેદવારને 69141 મત આપ્યા. તમને જણાવી દઈએ કે, આ સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે.

2012ની ચૂંટણી: -
અહીં છેલ્લી 6 ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્યા છે. એટલે કે 1990થી ભાજપ અહીં સતત જીતી રહ્યું છે. 2012માં રમણભાઈ પટેલ વિજેતા થયા હતા. તેમણે કોંગ્રેસના સંદીપસિંહ વજુભાને હરાવ્યા હતા. જ્યારે રમણભાઈ પહેલા શિરીષકુમાર મધુસુદન ભાજપની ટિકિટ પર સતત ત્રણ વખત જીત્યા હતા. 2012માં ભાજપને 115 બેઠકો મળી હતી, ભાજપને 47.9% વોટ મળ્યા હતા. 2012માં કોંગ્રેસે 61 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 38.9 ટકા મત મળ્યા હતા. જો 2014ની લોકસભા ચૂંટણીમાં વોટ ટકાવારીની વાત કરીએ તો ભાજપને 60.1 ટકા વોટ મળ્યા હતા, જો વિધાનસભા પર નજર કરીએ તો 162 સીટો અને કોંગ્રેસને 33.5 ટકા વોટ મળ્યા હતા, સીટોના ​​હિસાબે 17 સીટો મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news