ગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી

Gau-mutra Dairy : બનાસકાંઠામાં ગૌપ્રેમીઓ દ્વારા દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવે છે, જે પશુપાલકોને દૂધની જેમ ગૌમૂત્રના પૈસા આપે છે, અને માર્કેટમાં ગૌ મૂત્ર વેચે છે
 

ગુજરાતનું અનોખું સ્ટાર્ટઅપ : ગૌમૂત્ર વેચીને પશુપાલકો કરે છે કમાણી, દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરી

Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : આયુર્વેદમાં ગૌમૂત્રને અમૃતથી ઓછું નથી આંકવામાં આવ્યું છે. ગૌમૂત્રથી અનેક જટિલ અને અસહ્ય રોગો જડમૂળ માંથી મટી ગયાના ઉદાહરણો સામે આવ્યા છે. ત્યારે બનાસકાંઠાના ભાભર તાલુકાના અબાળા ગામના એક ગૌપ્રેમી દ્વારા ભાભરમાં એક સ્ટાર્ટઅપ કરી વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરાઈ છે. જ્યાં ગૌમૂત્ર ડેરી જેવા નવા પ્રકારના ઉધોગ સાહસથી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા અને ખેડૂતો વધુને વધુ દેશી ગૌવંશ પાળે તે હેતુથી વેસ્ટ ગૌમૂત્રમાંથી બેસ્ટ જૈવિક પ્રવાહી ખાતર તૈયાર કરવામાં આવે છે. જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં આવેલી આ ગૌમૂત્ર ડેરી માત્ર દૂધના જ પૈસા નથી, પરંતુ ગૌમુત્રના પણ પૈસા આપીને ખેડૂતોને પોતાના ખેતરમાં વધુ ઉત્પાદન મળે તેની ગેરંટી પણ આપવામાં આવે છે. જેને જિલ્લાના 700 કરતા વધુ ખેડૂતો આ ડેરીને ગૌ મૂત્ર આપી રહ્યાં છે. જ્યાં ગૌમૂત્ર ડેરી દ્વારા લીટર દીઠ ગૌમૂત્રના પશુપાલકોને 5 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

વિશ્વનો સૌપ્રથમ ગૌમૂત્ર પ્લાન્ટ 
ભાભર તાલુકાના અબાળા ગામના શ્યામ સુંદરભાઈ પુરોહિત નામના ગૌપ્રેમી દ્વારા ગૌ સેવાના ભાવાર્થ 7 વર્ષથી ચલાવવામાં આવી રહી છે. ગૌમૂત્ર ડેરી જોકે શરૂઆતમાં 50 લીટર ગૌમૂત્ર એકઠું કરવાની શરૂઆત થઈ હતી. મોંઘવારીમાં ખેડૂતને દેશી ગાય રાખવું ઘણું મુશ્કેલ હતું. જોકે આ વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોને દૂધની સાથે સાથે ગૌ મૂત્રનું ઉપજ થાય અને ખેડૂત દેશી ગાય રાખે તે હેતુથી ગૌમૂત્રનું રિસર્ચ કરીને વિશ્વનો સૌપ્રથમ ગૌમૂત્ર પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. જોકે શરૂઆતમાં થોડી મુશ્કેલીની સામનો કર્યા બાદમાં તેઓએ એક અભિયાન ચાલુ કર્યું હતું.

ગૌમૂત્રની ખાસિયત અને તેના ગુણો તેમજ તેની ઉપયોગિતા પશુપાલકોને સમજાવતા હાલમાં આ ગૌમૂત્ર ડેરીમાં એક દિવસમાં એક હજાર લીટર ગૌમૂત્ર જમા થવા લાગ્યું છે. સામાન્ય રીતે ખેડૂતો અને પશુપાલકોના ત્યાં વેસ્ટ જતું દેશી ગાયનું ગૌમુત્ર પાંચ રૂપિયા લીટરે આ ગૌમૂત્ર ડેરી દ્વારા ખરીદવાનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં એક દેશી ગાય રોજનું 15 થી 16 લીટર ગૌમુત્ર આપે છે. જેને લઈને પશુપાલકો એક ગાયનું રોજનું 75 રૂપિયાનું ગૌમૂત્ર વેચી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે ભાભર તાલુકાના અનેક ખેડૂત પરિવારો પાસેથી રોજનું 1000 લીટર અને મહિને 20 હજાર લિટર જેટલું એક લાખની કિંમતનું ગૌમૂત્ર આ ડેરી દ્વારા ખરીદવામાં આવી રહ્યું છે. 

ગૌમુત્રના લિટર દીઠ 5 રૂપિયા ચૂકવાય છે 
આવનાર છ મહિનામાં 10,000 લીટર ગૌમૂત્ર લઈ શકાય તેવો પણ પ્લાન્ટ નાખવામાં આવનાર છે. ગૌમૂત્ર ડેરીના સંચાલક મદનભાઈ પુરોહિતનું કહેવું છે કે મારા પિતાજી છેલ્લા ઘણા સમયથી ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા છે. જોકે અમારા પિતાજી અને અમને બંને ભાઈઓને એવો વિચાર આવ્યો કે ગૌમૂત્રને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય ત્યાર બાદ તેનો રિસર્ચ કર્યા બાદ જાણવા મળ્યું કે ગૌ મૂત્ર માત્ર મૂત્ર જ નહીં, પરંતુ જમીન ઉપરનું સોનું છે. જેને લઈ અમારા વિસ્તારમાં ગૌમૂત્રની ડેરી બનાવી હતી. જ્યાં 50 લીટર ગૌમૂત્ર એકઠું કરવાની શરૂઆત કરી હતી, આજે એક હજાર લીટર સુધી પહોંચી છે. આસપાસના 700 કરતાં વધુ પશુપાલકો અમારા સાથે જોડાયેલા છે. મહત્વની વાત એ છે કે અમે ખેડૂતને 40 લિટરનું કેન આપીએ છીએ. જેમાં અમારી પીકઅપ વાન દરેક ખેડૂતના ઘરે જઈને ગૌમુત્ર અમારી ડેરી સુધી લઈ આવે છે અને અમે દરેક ખેડૂતને ગૌમુત્રના લિટર દીઠ 5 રૂપિયા ચૂકવીએ છીએ. 

મદનભાઈ પુરોહિત કહે છે કે, અમે 50 લીટર ગૌમૂત્ર એકઠું કરવાની શરૂઆત કરી હતી. આજે ગૌમૂત્ર ડેરી બનાવી રોજનું એક હજાર લીટર ગૌમૂત્ર ખરીદી રહ્યા છીએ.

ભાભરમાં આવેલ આ દેશની પ્રથમ ગૌ મૂત્ર ડેરી છે, ત્યાં દિવસનું 1000 હજાર લીટર ગૌ મૂત્ર આવે છે અને ત્યાં જિલ્લાના અનેક ખેડૂત પાસેથી ગૌમૂત્ર ખરીદીને તેમને તેના બદલામાં લાખો રૂપિયા ચુકવવામાં આવી રહ્યા છે,તો આ ગૌમૂત્ર ડેરીના આવનાર ગૌમૂત્રને ડેરીમાં પ્રોસેસિંગ કરી તેનું અર્ક અને પોટાશ અલગ કરીને તેમાંથી અલગ અલગ પ્રોડોક્ટ બનાવવામાં આવી રહી છે, મહત્વનું છે કે ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશકો, આયુર્વેદિક દવાઓ વગેરેમાં ઉપયોગી છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરોથી કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવામાં પણ ગૌમૂત્ર ઉત્તમ છે. દરિયાઈ શેવાળ અને ગૌમૂત્ર ઉકાળીને બનાવાતું એક મિશ્રણ જમીનને પોચી બનાવવા સક્ષમ છે. એક એકરમાં આવી ફક્ત પાંચ લિટર દવાનો છંટકાવ કરવાથી બે સિઝનમાં તેનો ઉકેલ લાવી શકાય છે. ગૌમૂત્ર ડેરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો ભગીરથ પ્રયાસ કરાઈ રહ્યો છે, ડેરીમાં ગૌમૂત્રથી બનેલી 5 પ્રોડક્ટ બનાસકાંઠા સહિત પંજાબ, હરિયાણા, કાશ્મીર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાં પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ગૌમૂત્ર ડેરીના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ભાવેશ પુરોહિત જણાવે છે કે, અમે પશુપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદીને તેની પ્રોસેસ કરીને તેની વિવિધ ઉપયોગી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. 

ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતો વિવિધ પ્રકારે અલગ-અલગ ખેતી કરી રહ્યા છે,જેને લઈને અગાઉ દૂધ અને પશુઓના છાણનું વેચાણ કરીને આવક મેળવતા પશુપાલકો હવે ગૌમૂત્ર ડેરીના કારણે ગૌમૂત્રનું વેચાણ કરીને આવક રળી રહ્યા છે ,અને હવે જિલ્લાના અનેક ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે ભાભર તાલુકાના સિસોદ્રા ગામની પશુપાલક મહિલાનું કહેવું છે કે અમારે ત્યાં માત્રને માત્ર દેશી ગાય જ રાખવામાં આવે છે જોકે સામાન્ય રીતે દેશી ગાય માત્ર દૂધના જ પૈસા કમાવી આપતી હોય છે જોકે અમારા વિસ્તારમાં આવેલી એક ડેરીએ અમારા પાસેથી ગૌમુત્ર લઈ અમને પૈસા આપી રહી છે જેથી અમને આર્થિક મદદ મળી રહી છે, જોકે ગૌમૂત્ર માંથી બનેલ જૈવિક ખાતર અમારા ખેતરમાં નાખવાથી અમને ખેતરમાં પણ વધુ ઉત્પાદન મળી રહ્યું છે

મહિલા પશુપાલકે સતીબેને જણાવ્યું કે, પહેલા અમને ગાયના દુધના પૈસા જ મળતા હતા પણ હવે અમે ગૌમૂત્ર વેચીને પણ પૈસા કમાઈ શકીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news