ગુજરાત બન્યું નકલી નોટોનું હબ? ગામડાના લોકો ખાસ વાંચે આ સમાચાર
તાલુકાના ડુવા ગામેથી 200 રૂપિયાના દરની નકલી નોટો SOG પોલીસે ઝડપી પાડી છે. બનાસકાંઠા SOG પોલીસને બાતમી મળી હતી કે, થરાદના ડુંવા ગામે કેટલાક ઇસમો નકલી નોટોનું કૌભાંડ આચરી રહ્યા છે. જે મામલે વોચ ગોઠવી SOG પોલીસે રૂપિયા 188000 ની નકલી ચલણી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Trending Photos
અલ્કેશ રાવ/થરાદ : તાલુકાના ડુવા ગામેથી 200 રૂપિયાના દરની નકલી નોટો SOG પોલીસે ઝડપી પાડી છે. બનાસકાંઠા SOG પોલીસને બાતમી મળી હતી કે, થરાદના ડુંવા ગામે કેટલાક ઇસમો નકલી નોટોનું કૌભાંડ આચરી રહ્યા છે. જે મામલે વોચ ગોઠવી SOG પોલીસે રૂપિયા 188000 ની નકલી ચલણી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં રાજસ્થાનમાંથી વિદેશી દારૂ અને માદક પદાર્થો સહિત હવે નકલી ચલણી નોટો ઘુસાડવાની પ્રવૃત્તિઓ વધી છે. જે મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ બની હતી. થરાદના ડુવા ગામે કેટલાક અસામાજીક તત્વો નકલી નોટો લોકોને પધરાવી રહ્યાં હોવાની બાબત SOG પોલીસને ધ્યાને આવતા પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવ્યું હતું. જેમાં ડૂવા ગામના ગોગમાહરાજના મંદિર પાસે મોટરસાયકલ લઈને આવેલા પરબતસિંહ રાજપુત અને કીર્તિ ઠાકોરને ઝડપી પાડ્યા હતા. તેની પાસેથી પોલીસે તલાશી લેતા રૂપિયા 200ના દરની 940 જેટલી નકલી નોટો ઝડપાઈ હતી. જેની બજાર કિંમત 188000 રૂપિયા થાય છે. જે મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમજ નકલી ચલણી નોટો કબજે લઇ આઈપીસીની કલમ 489 નીચે મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી થરાદના ડુવા ગામેથી મોટરસાયકલ ઉપર આવેલ બે શખ્સો પાસેથી 200 રૂપિયાના દરની નકલી નોટો ઝડપી પાડી છે. અંતરિયાળ વિસ્તારોમાં લોકોની ઓછી સમજના કારણે નકલી ચલણી નોટોને પધરાવી દેવાની પ્રવૃત્તિમાં વધારો થયો છે. જે મામલે હવે પોલીસે કાર્યવાહીમાં આટલા મોટા પ્રમાણમાં ચલણી નોટો ક્યાંથી આવી? આ ચલણી નોટોના કોભાંડ સાથે કોણ જોડાયેલું છે? બંને આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી ચલણી નોટો લોકોને પણ ધરાવતા હતા? આ તમામ બાબતે SOG પોલીસે તપાસ હાથ ધરી છે.પાલનપુર SOG પોલીસે બાતમીના આધારે થરાદના ડુવા ગામ પાસેથી 188000 રૂપિયાની 200 રૂપિયાની નકલી નોટો સાથે બે શખ્સોની અટકાયત કરી છે..જોકે આ નોટો ક્યાંથી આવી કોણ બનાવતું હતું તેની તપાસ ચાલું છે.
પકડાયેલ આરોપીઓના નામ
1- પરબતજી જેસાજી રાજપૂત (થરા મોરવા પાટિયા -તાલુકો થરાદ)
2 -કીર્તિભાઈ પરખાજી ઠાકોર (કિયાલ ગામ -થરાદ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે