ગુજરાતભરમાં અત્યાર સુધી 698 વિરુદ્ધ FIR, 1209 સામે ગુનો દાખલ, 808ની ધરપકડ

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વ્યાજખોરો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં મોટી મોટી રકમ આપી ઊંચું વ્યાજ વસૂલ કરનારની ધરપકડ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ નાના લોકોને પણ વ્યાજખોરોના દાનવમાંથી મુક્તિ મળી રહી છે. 

ગુજરાતભરમાં અત્યાર સુધી 698 વિરુદ્ધ FIR, 1209 સામે ગુનો દાખલ, 808ની ધરપકડ

ઉદય રંજન/અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને ધરપકડ થઈ રહી છે. પોલીસની વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીના કારણે ભોગ બનનાર લોકો પોલીસનો સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી રહ્યા છે. 

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વ્યાજખોરો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં મોટી મોટી રકમ આપી ઊંચું વ્યાજ વસૂલ કરનારની ધરપકડ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ નાના લોકોને પણ વ્યાજખોરોના દાનવમાંથી મુક્તિ મળી રહી છે. 

તો આવો નજર કરીએ રાજ્યભરમાં 22મી જાન્યુઆરી સુધીના આંકડા પર.. 

  • ફરીયાદ નોંધાઈ: 698
  • કુલ આરોપીઓ : 1209
  • ધરપકડ કરેલ આરોપી : 808

લોકોમાં વધારે જાગૃતિ અને વ્યાજખોરના દૂષણને દુર કરવા રાજ્ય પોલીસે આખા ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં વ્યાજખોરો સામે ની કાર્યવાહીમાં પોલીસ જે સાથ આપવા માટે 1608 લોક દરબાર યોજાયો છે. 

માત્ર અમદાવાદ શહેર પોલીસની વાત કરવામાં આવે તો 3 વ્યાજખોરની પાસા કરવામાં આવી છે. શહેરમાં અલગ અલગ સ્થળમાં 48 લોક દરબાર યોજવામાં આવ્યા છે. પોલીસ ખુદ બે પોલીસકર્મી સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધી છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશન અને નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે ત્યારે આખા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 169 ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. અમદાવાદમાં 231 સુધી કુલ 42 ગુના 104 આરોપી વિરુદ્ધ ફરિયાદ 62 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news