આજે રાજકોટના માથે સૌથી વધુ ઘાત, તમામ તાલુકામાં ભારે વરસાદથી મિની વાવાઝોડા જેવો માહોલ

'ગુલાબ' વાવાઝોડા (Cyclone Gulab) ની રાજકોટમાં અસરથી ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટમાં કલેકટર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે, NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ત્યારે રાજકોટનો કોઈ વિસ્તાર વરસાદ (heavy rain) થી બાકી નથી. સમગ્ર રાજકોટમાં મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ (Rajkot) ગોંડલ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ગોંડલની ગોંડલી નદીઓ ગાડીતૂ બની છે. ગોંડલ કંટોલિયા અને વોરાકોટડા ગામના લોકોને એલર્ટ કરાયાછે અને નદીકાંઠે ન જવા સૂચના અપાઇ છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. 

આજે રાજકોટના માથે સૌથી વધુ ઘાત, તમામ તાલુકામાં ભારે વરસાદથી મિની વાવાઝોડા જેવો માહોલ

ઝી મીડિયા/બ્યૂરો :'ગુલાબ' વાવાઝોડા (Cyclone Gulab) ની રાજકોટમાં અસરથી ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટમાં કલેકટર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે, NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ત્યારે રાજકોટનો કોઈ વિસ્તાર વરસાદ (heavy rain) થી બાકી નથી. સમગ્ર રાજકોટમાં મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ (Rajkot) ગોંડલ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી ડેમ ફરી ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ગોંડલની ગોંડલી નદીઓ ગાડીતૂ બની છે. ગોંડલ કંટોલિયા અને વોરાકોટડા ગામના લોકોને એલર્ટ કરાયાછે અને નદીકાંઠે ન જવા સૂચના અપાઇ છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. 

રાજકોટમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ
ગોંડલ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને ગાજવીજ (Cyclone Update) સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આટકોટ જસદણ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેથી રાજકોટ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. રાજકોટમા મધ રાત્રે ફરી ગાજવીજ સાથે વારસાદ શરૂ થતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. લલુડી વોકરી અને પોપટપરા નલામાં પાણી ભરાયા છે. શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. 

ફાયર વિભાગની રજા રદ

રાજકોટમાં ભારે વરસાદ આગાહી પગલે ફાયર વિભાગ સજ્જ બન્યુ છે. રાજકોટ ફાયર બ્રિગેડના સ્ટાફની રજા રદ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડમાં તમામ સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની રેસ્ક્યૂ કરવાની જરૂર પડશે. જેથી આ આદેશ કરાયો છે.

સમગ્ર શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ
રાજકોટ શહેરના ત્રણેય જોનમાં ધોધમાર વરસાદ (rains) પડ્યો છે. રાજકોટના ગોંડલ રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ, અમીન માર્ગ, યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રિંગરોડ, મવડી વિસ્તારમાં, સામાકાંઠા વિસ્તાર, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. તાલુકામાં ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે પડ્યો 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. 

ધોરાજીમાં શકુરા નદી ઓવરફ્લો 
ધોરાજીમા શફુરા નદી સીઝનમા ચોથી વખત ડેમ ઓવરફ્લો થયો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમા આખી રાત દરમિયાન અઢી થી ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો અને ઉપરવાસમા ધોધમાર વરસાદ પડતા સીઝનમા ચોથી વખત શફૂરા નદી ઓવરફ્લો થઈ છે. શફૂરા નદીનો કોઝવે પણ પાણીમા ગરકાવ થઈ ગયો છે. અહી તંત્ર દ્વારા કોઝવે પરથી જવાની મનાઈ પણ કરવામા આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news