valsad police

વલસાડ જિલ્લામાં દારૂ સાથે ફરી રહેલા બે મિત્રોએ પોલીસના બે કોન્સ્ટેબલને કચડી માર્યા

રાજ્યના છેવાડે આવેલા અને સંઘ પ્રદેશ દમણને અડીને આવેલા વલસાડ જિલ્લામાં બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવતી પોલીસ બુટલેગરોનો શિકાર બનતી હોય છે. આવી જ ઘટના વલસાડમાં પ્રકાશમાં આવી હતી. વલસાડ સીટી પોલીસના ટ્રાફિક જમાદારને બુટલેગરોએ કચડવાનો પ્રયાસ કર્યો હતો. બે પોલીસ કર્મચારીઓને ગંભીર રીતે ઘાયલ કરીને ગાડી ચાલક ફરાર થઇ ગયો હતો. 

Sep 17, 2021, 11:48 PM IST

VALSAD માં કરોડો રૂપિયાની સિગરેટની ચોરી, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પોમાંથી રૂપિયા 1 કરોડ 27 લાખ રૂપિયાથી વધુની કિંમતની સિગરેટના જથ્થાની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા વલસાડ પોલીસ દોડતી થઇ  છે. જોકે સવા કરોડની સિગરેટની ચોરીમાં ટેમ્પા ચાલાક અને ક્લીનરની સંડોવણી બહાર આવતા ડુંગરી પોલીસે આરોપી જોડીની ધરપકડ કરી લીધી છે. ટેમ્પામાં લગાવેલ ટ્રેકિંગ સિસ્ટમે ચોર ચાલાકોનો ભાંડો ફોડી નાખ્યો હતો. 

Sep 8, 2021, 04:58 PM IST

આધેડ પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા હતા, પરિવાર પહોંચ્યો અને જાહેર રોડ પર નગ્ન પરેડ કાઢી પછી...

શહેરમાં વધારે એક પતિ પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. જો કે બંન્ને રંગે હાથ ઝડપાતા બંન્નેની નગ્ન પરેડ કરાવવામાં આવી હતી. એક પુરૂષ અન્ય સ્ત્રી સાથે હોટલમાં ગયો હોવાની જાણ પુરૂષની પત્નીને થતા પોતાના અન્ય પરિવારજનો સાથે હોટલ પર પહોંચી હતી. જ્યાં પુરૂષ અને પરસ્ત્રી બંન્ને રંગરેલિયા મનાવતા ઝડપાઇ ગયા હતા. જેના પગલે રણચંડી બનેલી પત્નીએ મહિલાને ન માત્ર માર માર્યો હતો પરંતુ નગ્ન પરેડ પણ કરાવી હતી. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 

Sep 7, 2021, 09:59 PM IST

ત્રિપલ તલાકની આ ઘટના સાંભળી ચોંકી ઉઠશો, માણસ આટલો નિષ્ઠુર કઇ રીતે હોઇ શકે?

શહેરના ગુંદલાવ રહેતી એક મુસ્લિમ પરિણીતાને 3 દીકરીઓને જન્મ આપતા પતિએ તલાક આપ્યા હોવાથી મહિલા પોલીસ મથકે મામલો પહોંચ્યો છે. દેશમાં ટ્રિપલ તલાક પ્રથા વિરુદ્ધ ભાજપ સરકારે કાયદો પસાર કર્યો છે. ટ્રિપલ તલાક આપનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વલણ શહેર નજીક આવેલા ગુંદલાવના દાયલ નગર ખાતે રહેતા એક મુસ્લિમ યુવકે લગ્નના 11 વર્ષ બાદ તેની પત્નીએ 3 દીકરીઓને જન્મ આપતા પતિએ ત્રણ વખત તલાક તલાક તલાક કહી મહિલાને છૂટી કરી મુકતા લાચાર બનેલી મુસ્લિમ મહિલા 15 દિવસની બાળકી સાથે ન્યાય મેળવવા સીટી પોલોસ મથકે આવેલા મહિલા પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા આવી પહોંચી હતી. 

Sep 3, 2021, 09:12 PM IST

વલસાડ પોલીસે લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે જામનગરના ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી

પોલીસે કારની અંદર ચેકિંગ કરતા 58 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત ત 5,83,600 લાખ રૂપિયા છે.
 

Sep 1, 2021, 04:35 PM IST

Valsad: જુગારધામ પર પોલીસે કરી રેડ, મુદ્દામાલ સાથે 9 લોકો ઝડપાયા

શ્રાવણ મહિનામાં જુગાર રમતા 9 લોકોની વલસાડ સીટી પોલીસે ધરપકડ કરી છે. 

Aug 30, 2021, 02:53 PM IST

વલસાડમાં ચાલતું હતું ટ્રકનું એવડુ મોટુ કૌભાંડ કે, ગુજરાતના અડધો અડધ ટ્રક બિનકાયદેસર ઠરે તો નવાઇ નહી

LCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કેટલાક ઈસમો અન્ય રાજ્યમાંથી રોડ ઉપરથી ટ્રકની ચોરી કરી તેના ચેસીઝ નંબરમાં ચેડાં કરી ઉત્તર પૂર્વી રાજ્યોમાં સ્કેપમાં ગયેલા વાહનોના ચેસીઝની યાદી મેળવી ચોરી કરેલી ટ્રકોમાં લગાવી દમણ RTOમાં ટ્રકનું પસિંગ કરવી ટ્રકો વેચી નાખવાનું ષડયંત્ર આચરનાર આરોપીઓને પૈકી 3 આરોપીઓને 1 કરોડથી વધુને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

Aug 28, 2021, 11:37 PM IST

Valsad: વલસાડમાં ડોક્ટરનું અપહરણ કરનાર ચાર આરોપીઓ 11 મહિના પછી ઝડપાયા, ફિલ્મો જોઈને બનાવ્યો હતો પ્લાન

વલસાડમાં 29 સપ્ટેમ્બર 2020ના આયુર્વેદિક ડોક્ટરનું અપહરણ કરી આરોપીઓએ એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પરંતુ આ ઘટનાના 11 મહિના બાદ પોલીસને સફળતા મળી છે. 

Aug 25, 2021, 05:19 PM IST

VALSAD માં ભાજપનો ઝંડો લગાવેલી જીપમાં સ્ટંટ કરનાર બુટલેગર કાર્યકર્તાને પોલીસે દંડ્યો

જિલ્લાના ડુંગરી ગામ નજીક ભાજપ નો ઝંડો લગાવી ખુલ્લી જીપમાં એક યુવક જીવના જોખમે સ્ટંટ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કોસ્ટલ હાઇવે પર ભાજપનો ઝંડો લગાવેલી ખુલ્લી ચાલતી જીપમાં યુવક જીપના બોનેટ પર ઊભા રહીને જીવને જોખમમાં મૂકી આવો એક જોખમી સ્ટંટ કર્યો હતો. યુવકના આ સ્ટંટ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બનતા ડુંગરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ભાજપની ઝંડી લગાવેલા ખુલ્લી જીપમાં સ્ટંટ કરતાં પિનાકીન પટેલ નામના યુવકને ઝડપી પાડયો હતો. 

Aug 23, 2021, 10:43 PM IST

રાખડીની અનોખી પરંપરા, VALSAD માં ભાઇને નહી પરંતુ આને બાંધવામાં આવે છે રાખડી...

જિલ્લાના વાપી ખાતે આવેલી એક સ્કૂલ ખાતે અનોખી રીતે રક્ષા બંધના તહેવારની ઉજવણી કરવામાં આવી સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્રારા વૃક્ષને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. વૃક્ષોને માવજત કરવાની શપથ લેવામાં આવી હતી. ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષા બંધન રક્ષા બંધનમાં બહેનો ભાઈને રાખડી બાંધી તહેવારની ઉજવણી કરતા હોય છે, પરંતુ વાપી ખાતે આવેલી એક સ્કૂલ દ્રારા અલગ રીતે રક્ષા બંધનો તહેવાર છેલ્લા આઠ વર્ષથી ઉજવામાં આવે છે.

Aug 21, 2021, 06:28 PM IST

Valsad: વલસાડના ફલધરા ગામમાં G.E.B કર્મીઓ ઉપર હુમલો કરનાર ચાર ઇસમો ઝડપાયા

G.E.B ના કર્મચારીઓએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ પ્રકરણમાં ફલધરા ગામના 4 ઈસમોને ઝડપી લીધા છે. અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Aug 16, 2021, 12:27 PM IST

VALSAD: 3 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર કુખ્યાત જાવેદખાનને વલસાડ પોલીસે ઝડપ્યો

 પોલીસ સ્ટેશન માં એક અત્યંત શર્મનાક ઘટના બની છે. જેમાં એક 8 વર્ષની માસૂમ બાળકીને 25 વર્ષનો યુવાને પોતાની હવસનો ભોગ બનાવી છે. ભીલાડના રમજાનનગરીમાં રહેતા જાવેદ ખાન નામના યુવાને પોતાની પડોશમાં રહેતી બાળકીને ચોકલેટ આપવાની લાલચે પોતાના ઘરમાં બોલાવી હતી. બાળકી બપોરે મામાના ઘરે રોટલી આપવા માટે ગઇ હતી. જ્યાંથી પરત ફરી રહી હતી ત્યારે જાવેદ ખાન તેને મળ્યો હતો. અહીં જ તેણે બાળકીને ચોકલેટની લાલચ આપી હતી. 

Aug 8, 2021, 11:55 PM IST

VALSAD: ખુંખાર ગેંગસ્ટરે પેન્ટ કાઢીને એવી હરકત કરી કે જિલ્લા પોલીસ અને કલેક્ટર પણ દોડતા થયા

રાજ્યના છેવાડે આવેલ ગુજરાત અને મહારાષ્ટ્ર ની બોર્ડને અડીને આવેલા નારગોલ વિસ્તારમાં લૂંટ કરવા આવેલ 11 આરોપીમાંથી પોલીસ દ્રારા પકડવામાં આવેલ બે આરોપી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ લૂંટના બે આરોપી માંથી એક આરોપીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલમાં લૂંટની એક મોટી ઘટના બને એ પહેલા જ પોલીસે અટકાવી હતી. જોકે પૂરી તૈયારી સાથે લૂંટ અને ધાડના ગુનાને અંજામ આપવા નીકળેલ ગેંગના પોલીસના હાથે ઝડપાયેલા બે આરોપી પૈકી એક આરોપીએ નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં જ પોતાના પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. 

Jul 29, 2021, 09:57 PM IST

વલસાડમાં ખૂનીખેલ : પિયરમાં રહેતી પત્નીને પતિએ રસ્તા વચ્ચે રહેંસી નાંખી

  • એમ્બ્યુલન્સમાં લઈ જતા વખતે મમતાએ મોબાઇલમાં પોતાનું અંતિમ નિવેદન આપ્યું હતું કે,  પુનિત નામના યુવકે તેના પર હુમલો કર્યો હતો

Jul 10, 2021, 11:06 AM IST

Love Jihad: પતિના હવસના ખેલમાં પત્ની પણ સામેલ, વીડિયો વાયરલ કરવાનું કહીં પીડિતા પર આચર્યું દુષ્કર્મ

રાજ્યમાં લવ જેહાદને (Love Jihad) લઇ કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. તેમ છતાં લવ જેહાદના બનાવો ઘટવાનું નામ લઈ રહ્યા નથી. વલસાડ (Valsad) જિલ્લામાં ફરી એકવાર વિધર્મી યુવકે નામ બદલી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી (Trapped Girl) છે

Jul 5, 2021, 07:33 PM IST

VALSAD: પોલીસ ગૌતસ્કરને પકડે તે પહેલા ચોથા માળેથી પટકાતા મોત, સ્થાનિકોએ પોલીસને માર માર્યો

ડુંગરામાં ગૌતસ્કરી કેસની તપાસ દરમિયાન પોલીસને એક ઇનોવા મળી આવી હતી. જેની તપાસ કરતા વલસાડ પોલીસને ભિવંડીના જમીલ કુરેશી નામના વ્યક્તિની જાણ થતા પોલીસે તેને પકડવા માટે ભિવંડી પહોંચ્યા હતા. આ દરમિયાન જમીન પોલીસથી બચવા ભાગવા જતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 

Jul 4, 2021, 06:31 PM IST

Valsad: પોલીસ અધિકારીને એવી શી જરૂર પડી કે દારૂની હેરાફેરી કરવી પડી, સમગ્ર ગુજરાતમાં ચકચાર

ગુજરાતમાં દારૂ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાયેલો છે. જો કે ગુજરાતના દરેકે દરેક ખુણે જોઇએ તેટલો દારૂ મળે છે. સરકાર દ્વારા માત્ર કાગળ પર જ નામનો પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. બુટલેગરો કોઇ પણ પ્રકારે દારૂ ગુજરાતમાં ઘુસાડે છે અને તગડી કમાણી પણ કરે છે. આ ઉપરાંત અનેક સરકારી વિભાગો પણ આમાંથી તગડી કમાણી કરતા હોવાની વાત જગજાહેર છે. આવા અનેક કિસ્સાઓ પણ સામે આવી ચુક્યા છે.જો કે હવે જે કિસ્સો સામે આવ્યો છે તે ખુબ જ ચોંકાવનારો છે. 

Jul 2, 2021, 06:40 PM IST

ગૌતસ્કરીમાં વચ્ચે કોઈ પણ આવે તો બિન્દાસ્ત ગાડી ચડાવી દેવાની... ગૌરક્ષકનો જ ગયો જીવ

  • ગાયને લઈ જનાર ટેમ્પો ચાલકને સ્પષ્ટ સૂચના હતી કે આ કામગીરી દરમિયાન કોઈ પણ વચ્ચે આવે તો બિન્દાસ્ત ગાડી ચડાવી દેવાની
  • જીવને જોખમમાં મૂકી ગૌતસ્કરોનો પીછો કરતા એક ગૌરક્ષકનું મોત નિપજ્યું. મૃતક ગૌરક્ષક વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજો હતો

Jun 20, 2021, 09:07 AM IST

વલસાડમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 20 દિવસમાં જ ઓવરબ્રિજ તૈયાર કરાયો, વિશ્વ આશ્ચર્ય ચકિત

દેશમાં પહેલીવાર ફક્ત 20 દિવસનાં સમયમાં જ કોઇ ઓવરબ્રીજ પુર્ણ કરવાની રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી છે. આ રેકોર્ડ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં સ્થપાયો છે. રોડ ઓવરબ્રિજનું 75 ટકા કામગીરી પુર્ણ થઇ ચુકી છે. આ સાથે જ 22 જુન સુધીમાં તે સંપુર્ણ તૈયાર થઇ જશે તેવી પણ આશા વ્યક્ત કરાઇ છે. આ બ્રિજની આશરે કિંમત4.5 કરોડ રૂપિયા ધારવામાં આવી છે. 

Jun 13, 2021, 10:43 PM IST

વલસાડમાં પકડાઈ હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી, યુવકના જન્મદિન પર બંધ બારણે ચાલતો હતો ખેલ

  • એક નબીરાની બર્થડે પાર્ટીમાં શરાબની મહેફિલ માણતા 10 યુવકો અને ચાર યુવતીઓ રંગેહાથ ઝડપાઈ ગયા
  • ફ્લેટ બંધ કરી અને અંદર મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા

Jun 6, 2021, 01:42 PM IST