અન્ય વિધાનસભા અને સંસદની જેમ ગુજરાત પાસે નથી આ સુવિધા, 14 વર્ષથી છે પ્રતિબંધ

gujarat vidhansabha live telecast : નેતાઓ પોતાના કાર્યક્રમો કરે છે તો ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર લાઈવ કરે છે. રાજ્ય સરકારના કાર્યક્રમો પણ સોશિયલ મીડિયામાં લાઈવ થાય છે. તો સરકાર વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવાથી કેમ ડરી રહી છે. વિધાનસભાની કાર્યવાહી જોવાનો જનતાનો અધિકાર છે

  • ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને લાઈવ બતાવાની માંગ
  • 2009 થી બંધ છે વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ
  • શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ ફરી ઉઠી માંગ
  • ગુજરાત વિધાનસભામાં કુલ 182 સદસ્યો છે 

Trending Photos

અન્ય વિધાનસભા અને સંસદની જેમ ગુજરાત પાસે નથી આ સુવિધા, 14 વર્ષથી છે પ્રતિબંધ

gujarat vidhansabha live telecast : સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભાની કામગીરી નિહાળવા માટે સામાન્ય નાગરિકો માટે વર્ષોથી સુવિધા છે. સદનમાં જનપ્રતિનિધિ કયા કયા મુદ્દાઓ ઉઠાવે છે, કેવી રીતે ઉઠાવે છે તે બતાવાવ માટે દેશની અનેક વિધાનસભાઓએ સદનની કાર્યવાહીને ઓનલાઈન પ્રસારિત કરવાનું શરૂઆત કર્યું છે. તેમાં ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યથી લઈને દિલ્હી જેવા કેન્દ્રશાસિત પ્રદેશ પણ સામેલ છે. પરંતુ ગુજરાત વિધાનસભામાં જીવંત પ્રસારણ જોવાની કોઈ સુવિધા નથી. 23 ફેબ્રુઆરીના રોજ 15 મી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે, પરંતુ સામાન્ય નાગરિકો આચાર્ય દેવવ્રતના સંબોધનથી લઈને કોઈ પણ કાર્યવાહી લાઈવ જોઈ શક્તુ નથી. 

2009 માં બંધ કરાયુ હતું ટેલિકાસ્ટ
પ્રાપ્ત માહિતી અનુસાર, 2009 સુધી ગુજરાત વિધાનસભાની કાર્યવાહી લાઈવ જોવાની સુવિધા હતી, પંરતું તેના બાદથી તેને બંધ કરવામા આવ્યુ હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને લાઈવ કરવાની માંગ સતત ઉઠી રહી છે. આવામાં જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પસંદગી થઈ તો આ માંગ ફરીથી ઉઠી છે કે, વિધાનસભાની કાર્યવાહી લાઈવ થવી જોઈએ. જેથી પ્રદેશના લોકો પોતાના જનપ્રતિનિધિ કેવી રીતે કામકાજ કરે છે તે જોઈ શકે. વિધાનસભાની કાર્યવાહીને લાઈવ કરવાની માંગ ઉઠી છે. સુરતના સામાજિક કર્યકર્તા ધ્રુવિત મનસુખ ઢોરિયાએ આ મામલે નેતા વિપક્ષથી લઈને વિધાનસભા અધ્યક્ષ, અને મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમનુ કહેવુ છે કે, વિધાનસભાની કાર્યવાહી લાઈવ થવી જોઈએ. 

આ પણ વાંચો : 

નેતાઓ પોતાના કાર્યક્રમો કરે છે તો ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર લાઈવ કરે છે. રાજ્ય સરકારના કાર્યક્રમો પણ સોશિયલ મીડિયામાં લાઈવ થાય છે. તો સરકાર વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવાથી કેમ ડરી રહી છે. વિધાનસભાની કાર્યવાહી જોવાનો જનતાનો અધિકાર છે. 

હાઈકોર્ટ પહોંચ્યો છે મામલો
જાન્યુઆરી, 2021 માં ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને લાઈવ કરવા અને દસ્તાવેજો ઓનલાઈન અવેલેબલ કરવાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે જનહિત અરજી પર સુનાવણી કરતા વિધાનભાના સચિવાલય પાસેથી જવાબ માંગ્યો હતો. તો વિધાનસભાના સદને સીધા પ્રસારણની માંગનો વિરોધ કર્યો હતો. સચિવાલયે ત્યારે તર્ક આપ્યો હતો કે, કઈ માહિતી પ્રકાશિત કરવાના હેતુથી યોગ્ય છે, તેનો નિર્ણય કરવાનો અધિકારી વિધાનસભાને છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news