Bomb Therat To Gujarat Vidhansabha : સ્કૂલ, કોર્ટ બાદ હવે ગુજરાત વિધાનસભાને જ પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. જોકે, પોલીસ, બોમ્બ સ્ક્વોડની તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. વિધાનસભાની કાર્યવાહી રાબેતા મુજબ જ ચાલુ કરાઈ હતી. પરંતું વિધાનસભા ગૃહમાં બોમ્બની ધમકીનો મુદ્દો ગાજ્યો હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ એક પછી એક કોમેન્ટ કરીને ગૃહનો માહોલ હળવાશભર્યો બનાવ્યો હતો
Gujarat Politics : ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્ર વચ્ચે રવિવારે એક રસપ્રદ ઘટના બની હતી. રાજકીય વેરઝેર ભૂલીને વિપક્ષના નેતાઓ એકબીજા સાથે કેવો મિત્રતાભર્યો વહેવાર રાખતા હોય છે, તે જોવા મળ્યું. વિધાનસભાના પગથિયે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહેલા આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પાસે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ આવી ગયા હતા. તેઓએ આપના કાર્યકર્તાઓ સાથે ઉભા રહીને તેમની સાથે ચર્ચા પણ કરી હતી. ત્યારે કાર્યકર્તાઓએ મજાકના મૂડમાં આવીને કિરીટ પટેલને કહ્યું હતું કે, કોંગ્રેસમાં ના ફાવતું હોય તો AAPમાં આવી જાઓ. ત્યારે સમગ્ર માહોલ હળવો બની ગયો હતો.
Gujarat Vidhansabha : કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહમાં જળસંચય જન ભાગીદારી 2.0 કાર્યક્રમ અંગે પ્રશ્ન પૂછાયો હતો, જે અંગે સરકારે લેખિતમાં મામુર શબ્દ લખીને જવાબ આપ્યો હતો. જેથી ધારાસભ્યએ તેનો અર્થ જાહેરમાં માંગ્યો હતો. પરંતું મામુરનો અર્થ શું થાય તે પણ ગૃહમાં સમજાવાયો હતો
Gandhinagar News: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પશુધન નિરીક્ષકની ખાલી જગ્યાઓ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, પરંતુ ચર્ચાનો વિષય ત્યારે બદલાયો જ્યારે તેમણે હળવા અંદાજમાં મંત્રીને 'દાદા જેવા ભોળા બનવા'ની સલાહ આપી દીધી. આ ટિપ્પણીથી આખું ગૃહ હાસ્યમાં ડૂબી ગયું હતું, પરંતુ મંત્રી જીતુ વાઘાણીએ તુરંત જ મોરચો સંભાળતા વળતો કટાક્ષ કર્યો હતો. તેમણે ધારાસભ્યને ટકોર કરતા કહ્યું કે, "પથ્થર મારીને ભાગી જવાની વાત ન કરશો." મંત્રીના આ ધારદાર અને રમૂજી નિવેદને ગૃહમાં ફરી એકવાર હાસ્યનું મોજું ફેરવી દીધું હતું.
MLA Jitu Vaghani Vs MLA Shailesh Parmar : ગુજરાત વિધાનસભામાં ટી20 વર્લ્ડકપની ટિકિટનો મુદ્દો માંડ થાળે પડ્યો હતો, ત્યાં જીતુ વાઘાણીએ સોનિયા ગાંધી પર ટિપ્પણી કરતા મામલો ગરમાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જીતુ વાઘાણીને સંભળાવી દીધું કે, લિમિટમાં રહો નહીં તો મારે પોઇન્ટ ઓફ ઓર્ડર ઊભો કરવો પડશે. હું પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીશ તો બધું રેકોર્ડ પર નોંધાશે
T20 Worldcup Final Match Ticket Discussion In Gujarat Vidhansabha:ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે ફાઈનલની ટિકિટ મામલે ગૃહમાં કરેલી ટિપ્પણી બાદ ગરમાવો આવ્યો હતો. ત્યારબાદ તેમણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે ફાઇનલ ટિકિટ ન મળવા મુદ્દે વિધાનસભામાં રજૂઆત કરી. મેં રમૂજમાં રજૂઆત કરી હતી કે કાર્યક્રમમાં ઑનલાઇન ટિકિટ પ્રથા હોવાના કારણે કેટલીક મુશ્કેલી પડી હતી. જયરામ ગામીતને રજૂઆત કરવા છતાં ટિકિટ મળી નહોતી. આ મુદ્દે ગૃહમાં રમતગમત વિભાગ સમક્ષ રજૂઆત કરાઈ હતી.
T20 Worldcup Match Ticket Discussion In Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભામાં આજે ટી20 વર્લ્ડકપ ફાઈનલ મેચની ટિકિટ મુદ્દે ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના ધારાસભ્યએ ગૃહમાં મેચની ટિકિટની માંગ કરી હતી, તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દે કહ્યું કે, પ્રજાની સમસ્યાઓના મુદ્દા છોડીને મેચની ટિકિટ પર ચર્ચા થાય છે
Gujarat Vidhansabha Budget Session : ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન આજે શું શું થયું, કોંગ્રેસના ધારાસભ્યોએ શું સવાલો કર્યા, ભાજપના ધારાસભ્યોએ શું જવાબ આપ્યા... તે જાણીએ
Amabalal Patel In Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે દસમો દિવસ છે. ધારાસભ્યો વચ્ચે વિવિધ પ્રશ્નોત્તરી અને ચર્ચા વચ્ચે આજે અચાનક ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું નામ ચર્ચાયુ હતું. કોંગ્રેસના ધારાસભ્યએ તેમના માટે એક માંગણી પણ મૂકી હતી
Congress Raise Question On Poshan Sudha Yojana Gujarat : કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આજે વિધાનસભા ગૃહમાં સગર્ભા માતાઓ માટેની પોષણ સુધા યોજના અંતર્ગત અપાતા ભોજન અંગે સવાલો ઉઠાવ્યા. ભોજનની રકમ 27 રૂપિયાની સામે વડાપાંઉની કિંમતનો દાખલો આપ્યો
Gandhinagar News:'પ્રોપર્ટી બોજા' મુદ્દે ધવલસિંહ ઝાલા અને ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ મુદ્દો ઉપાડ્યો હતો. પરંતુ મંત્રીએ સૂચન હોવાનું કહીને જવાબ ટાળી દીધો હતો. પ્રોપર્ટી કાર્ડ ઉપર બોજો પાડ્યા વગર લોન આપવા સંદર્ભે ઠાકોર સમાજની માંગણી સરકારે ન સ્વીકારી. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ મુદ્દો ઉપાડ્યો. જોકે તેના જવાબમાં મનથી મનીષા વકીલે સ્પષ્ટ જણાવ્યું કે કોળી ઠાકોર વિકાસ નિગમ માં લોન માટે જે અરજીઓ આવે છે તે અરજીઓનું નિકાલ કરવામાં આવે છે
Gujarat Vidhansabha Budget Session : ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં આજે ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ ધારાસભ્યોને ટપાર્યા હતા, તેના બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ મંત્રીઓને તૈયારી કરીને આવવાની ટકોર કરી હતી
Gujarat Vidhansabha Budget Session : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ગુજરાતના બજેટ અને ગુજરાતના વધી રહેલા દેવા અંગે સરકારને વેધક સવાલો કર્યા હતા, સરકારે 4 લાખ કરોડનું બજેટ જાહેર કર્યું છે પણ દેવાના આંક પણ એના કરતાં વધારે હોવાથી કોંગ્રેસ આ મામલે આક્ષેપો કરી રહી છે. તો સરકાર બચાવ કરી રહી છેકે જીએસડીપીની તુલનાએ ગુજરાતનું દેવું ઓછું છે અને બીજા રાજ્યો કરતાં સૌથી સસ્તા વ્યાજદરે આ રકમ છે.
Uday Kangad Political Predction : રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર બોલતા સમયે ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે કોંગ્રેસ અને ભાજપની કુંડળી પર મોટી ભવિષ્યવાણી કરી
Jignesh Mevani Vs Harsh Sanghvi : ગુજરાત વિધાનસભામાં ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્ટેટ મોનિટરીંગ સેલની બેઠક અંગે સવાલ ઉઠાવતા હોબાળો થયો હતો. આ બાદ જીતુ વાઘાણીએ મેવાણી માટે સંભળાવ્યું હતું કે, કોઈ સડકછાપ રોમિયો કરે તેવુ ગૃહમાં કર્યું છે
Big Announcement For Gujarat Lawyers : ગુજરાતના વકીલો માટે આજે રજૂ થયેલા બજેટમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા વકીલ કલ્યાણ નિધિ ફંડમાં 1 કરોડ 75 લાખની રકમ ગ્રાન્ટ તરીકે ફાળવવામાં આવશે
Gujarat Budget 2026 Highlights : નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ રજૂ કર્યુ છે. 4 લાખ 8 હજાર, 53 કરોડ રૂપિયાનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ કરાયું છે. જેમાં મધ્યમ વર્ગ, વેપારીઓ, આરોગ્ય તથા કૃષિ ક્ષેત્રે અનેક જાહેરાતો કરવામાં આવી છે. શું છે ગુજરાત બજેટની મહત્વની જાહેરાતો, જોઈએ.
Gujarat Budget 2026 Live Updates: ગુજરાતના નાણામંત્રી ગુજરાતનું વર્ષ 2026-27 ના બજેટની કોપની લઈને વિધાનસભા પહોંચી ગયા છે. તો બજેટ પહેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર વિરોધ પ્રદર્શન કર્યું,જેની જેટલી વસ્તી એની એટલી બજેટમાં ભાગીદારીની માંગ સાથે દેખાવો કર્યા
ધારાસભ્યોના રેલવે, હવાઈ મુસાફરી વધારવા વિચારણા. ધારાસભ્યોના કાર્યાલય તથા મતવિસ્તાર ભથ્થું વધારવા માટે વિચારણા.
Gujarat Vidhansabha Monsoon Session : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ... 12 વાગ્યાથી સત્રની થશે શરૂઆત.. મુખ્યમંત્રી હસ્તક વિભાગના પ્રશ્નોની થશે ચર્ચા...
Gujarat Minister Bachu Khabad : મંત્રી બચુ ખાબડને વિધાનસભાના સત્રની કાર્યવાહીથી રખાશે દૂર, વિપક્ષના સવાલોના જવાબ હવે રાઘવજી પટેલ આપશે
visavadar newly elected gopal etalia takes oath as mla watch video what did he say