Gujarat Budget 2023 : આજે પાટીદાર મુખ્યમંત્રીની ઝોળીમાંથી શું નીકળશે, આજના બજેટ પર નાગરિકોની નજર

Gujarat Budget 2023 : આજે રાજ્ય સરકારનું વર્ષ 2023-24નું રજૂ થશે બજેટ... નાણામંત્રી કનુભાઇ દેસાઇ બીજી વખત અને નવી સરકારનું પહેલું બજેટ વિધાનસભામાં રજૂ કરશે... 

Gujarat Budget 2023 : આજે પાટીદાર મુખ્યમંત્રીની ઝોળીમાંથી શું નીકળશે, આજના બજેટ પર નાગરિકોની નજર

Gujarat Budget 2023 : 156 બેઠક જીત્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ 2023-24નું આજે પ્રથમ બજેટ રજૂ થશે. ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રી કનુ દેસાઈ સતત બીજી વખત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે. 29 માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં બજેટ ઉપરાંત સરકારી વિધેયક પર ચર્ચા કરાશે. ત્યારે આજે નાગરિકોની નજર ગુજરાતના બજેટ પર છે કે ભાજપને જંગી જીત આપ્યા બાદ સરકાર તેમની ઝોળીમાં શું આપે છે. 
 
આજે ગુજરાત સરકાર વર્ષ 2023-2024નું બજેટ રજૂ કરશે. નાણા મંત્રી કનુ દેસાઈ ગૃહમાં સવારે 11થી 11.30ની વચ્ચે બજેટ રજૂ કરશે. આ રાજ્ય સરકારના બજેટમાં માતબર વધારાની શક્યતા છે. ગત વર્ષે 2.43 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે બજેટમાં વધારા સાથે 2.90 લાખ કરોડનું રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. એટલે આ વર્ષે બજેટમાં 18થી 20 ટકાના વધારાની શક્યતા છે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રોમાં મહત્તમ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. આગામી 15 એપ્રિલથી જંત્રીના નવા દર લાગુ થશે, જેથી આગામી નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ વધારો થવાનો અંદાજ છે. બીજી તરફ રાજ્ય સરકાર કરકસરના પગલાં પણ લઇ રહી છે. જેથી મોટું આર્થિક ભારણ હોય તેવી અનેક યોજનાઓ બંધ કરવામાં આવશે, અથવા તો તેનો વ્યાપ ઓછો કરવામાં આવશે. 

વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર રજૂ થશે. રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અંદાજપત્ર રજૂ કરશે. જે વર્ષ 2023- 24 નું અંદાજ પત્ર હશે. વિધાનસભા ગૃહમાં સવારે 10 વાગ્યે સત્રનો પ્રારંભ થશે, જેના બાદ 11 વાગ્યા બાદ અંદાજ પત્ર રજૂ થશે. સવારે સત્રનો આરંભ થતા શરૂઆતના એક કલાક પ્રશ્નોત્તરી ચાલશે. નવા અંદાજ પત્રમાં આઉટ સોર્સ કામગીરી પર કાપ મુકાઈ શકે છે. અંદાજપત્રમાં નવી સરકારી ભરતી સહિત અનેક નવી યોજના અમલી બની શકશે. આ વખતનું બજેટ 20 ટકાના વૃદ્ધિ દર સાથેનું સૌથી મોટું બજેટ હશે, જે 2.87 થી 2.94 લાખ કરોડની આસપાસ બજેટ હોવાની શક્યતાઓ છે. અંદાજપત્રમાં શિક્ષણ, આરોગ્ય સહિત પ્રવાસન વિભાગને સૌથી વધુ બજેટ ફાળવી શકવાની શક્યતા છે.

આ પણ વાંચો : 

આ સેક્ટરને પ્રધાન્ય આપશે ભૂપેન્દ્ર પટેલ સરકાર
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો. કેન્દ્ર સરકારનું બજેટ પત્યાં બાદ સૌ કોઈની નજર ગુજરાત સરકારના બજેટ છે. ત્યારે કેવું રહેશે ગુજરાતનું બજેટ...જનતા જે પ્રમાણે ખોબલે ખોબલા ભરીને ભાજપને 156 સીટો સાથે જંગીબહુમત આપીને રેકોર્ડબ્રેક જીત અપાવી છે તો શું સરકાર આ બજેટમાં પ્રજાને લહાણી કરશે એ સવાલ દરેકના મનમાં છે. શું ગુજરાત સરકાર રાજ્યના જનતાને કોઈ મોટી રાહત કે કોઈ મોટી ભેટ આ બજેટમાં આપશે. કેવું રહેશે ભૂપેન્દ્ર સરકારનું બજેટ કયા મુદ્દાઓને અપાશે પ્રાધાન્ય તેના પર સૌની નજર છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news