ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર, આવી રીતે દર્દીઓને ફસાવતો હતો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ છેલ્લા કેટલાક દિવસથી સતત ચર્ચામાં છે. આ હોસ્પિટલ દ્વારા ગામડાઓમાં જઈ કેમ્પ કરી દર્દીઓને અમદાવાદ લાવવામાં આવતા હતા. જે દર્દીને હાર્ટના ઓપરેશનની જરૂર ન હોય તેવા દર્દીઓને પણ સ્ટેન્ડ મુકી ઓપરેશન કરી દેવામાં આવતા હતા. પૈસા કમાવાની લાલચમાં હોસ્પિટલે માનવતા નેવે મુકી દીધી હતી.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ લોકોના દિલ ખોલી દર્દ આપનાર ખ્યાતિ હોસ્પીટલના 5 સંચાલક સહિત મુખ્ય આરોપી ચિરાગ રાજપૂતની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખેડાના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી છે. ત્યારે હજુ ફરાર 3 આરોપીની ધરપકડ માટે એડી ચોટીનું જોર લગાડ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓને ફરિયાદ થવાની ગંધ આવી જતાં રાજસ્થાન ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓને ઝડપવા માટેથી અલગ અલગ આઠ ટીમો બનાવી હતી. ત્યારે આરોપીઓ પૈકી રાહુલ જૈનનું રાજસ્થાનમાં હોવાનું સામે આવતા રાહુલ જૈનની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના આરોપી ચિરાગ રાજપૂત , મિલિન્દ પટેલ , પ્રતીક ભટ્ટ અને પંકિત પટેલ ખેડાના કપડવંજ તાલુકાના ઉકેરડીના મુવાડા ગામના ચિરાગ રાજપૂતના જૂના મિત્ર પ્રતીક પટેલના ફાર્મ હાઉસ પરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ફરાર થયા બાદ સતત ન્યૂઝ ચેનલ સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યાં હતા. ફાર્મ હાઉસ પર બે અલગ અલગ ટીવી રાખ્યા હતા જેમાં ખ્યાતિ હોસ્પિટલને લગતા સમાચારો જોતા હતા અને માહિતી મેળવતા હતા અને વકીલ સાથે વાત કરીને આગળની રણનીતિ ઘડતા હતા.
મુખ્ય આરોપી ચિરાગ રાજપૂતની પૂછ પરછમાં શું સામે આવ્યું ચિરાગ રાજપૂત શરૂઆતમાં મેડીકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે અલગ-અલગ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં કામ કરતો હતો. તેમજ અલગ-અલગ હોસ્પીટલમાં એડમીન/માર્કેટીંગ / ડિરેકટર / બ્રાન્ડિંગ જેવા હોદ્દા પર કામ કરતો હતો. હાલ તે ખ્યાતિ હોસ્પીટલમાં ડાયરેકટર તથા બ્રાન્ડિંગ માર્કેટીંગની જવાબદારી સંભાળે છે. જેનો માસીક પગાર રૂપિયા ૭,૦૦,૦૦૦/- (સાત લાખ) નો છે. આ ગુન્હામાં દર્દીઓને સ્ટેન્ટની જરૂર ન હોય તો પણ તે આગ્રહપૂર્વક સ્ટેન્ટ મુકાવતો. તેમજ ડોકટરને પણ તેની સુચનાનું પાલન કરવું પડતું હતુ. હોસ્પીટલની કેથલેબ ખાતે સ્ટેન્ટ મુકવાની પ્રોસીજર સમયે તે હાજર રહેતો. ચિરાગ રાજપૂત સહઆરોપી રાહુલ જૈનની સાથે તેને ગાડીમાં ઉદયપુર રાજસ્થાન ગયેલ ત્યારબાદ રાજસમંદ રોકાયેલો જ્યાં પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ તથા મિલીન્દ પટેલ સાથે જોડાય ગયેલ. આ તમામ આરોપીઓ એક દિવસ અગાઉ પ્રતિક પટેલના ઉકેરડીના મુવાડા ખાતે આવેલ ફાર્મ પર રોકાયેલ હતા.
આરોપી રાહુલ જૈન ની પૂછ પરછ માં શું સામે આવ્યું રાહુલ જૈન હોસ્પીટલમાં સી.ઈ.ઓ. તરીકે કામ કરે છે. હોસ્પીટલના તમામ નાણાકીય વ્યવહાર તથા ખરીદી કરવી તથા તમામ નાણાકીય વ્યવહારો રાહુલ જૈન કરતો હતો. હોસ્પીટલમાં તમામ ઓડીટો સાથે રહી કરાવતો હતો. ઓડીટમાં કોઈ ભૂલ હોય તો ડાયરેક્ટરો સાથે મળી સોલ્યુશન લાવતા હતા ડોકટર અને સરપંચ ને કમિશન આપવા નું કામ પણ રાહુલ જૈન કરતો દર્દી ની કાચી એન્ટ્રી કરી ત્યાર બાદ કેટલી પાકી એન્ટ્રી કરવી એ પણ રાહુલ જૈન નક્કી કરતો હતો
ત્રીજા આરોપી મિલિન્દ પટેલની પૂછ પરછ માં સામે આવ્યું છે કે મિલિંદ પટેલ સૌપ્રથમ એમ.આર. તરીકે વી.એચ.ભગત કંપનીમાં પાટણ ખાતે નોકરી કરતો, બાદ કોરોના રેમેડીસ કંપનીમાં એમ.આર. તરીકે તેમજ સને - ૨૦૧૦ થી સિંધી હોસ્પીટલ, -વરંગપુરા ખાતે માર્કેટીંગ એકસીક્યુટીવ તરીકે જોડાયેલ. ૨૦૧૭ માં સાલ હોસ્પીટલ વસ્ત્રાપુર ખાતે જોડાયેલ જયાં ચિરાગ રાજપુત સાથે મુલાકાત થયેલ તેની સાથે માર્કેટીંગ એકકી, તરીકે ૨૦૨૦ સુધી નોકરી કરેલ. ૨૦૨૦ માં ચિરાગ રાજપુતના કહેવાથી પ્રેરિયન બેરીયાટ્રીક્સ હોસ્પીટલમાં નોકરી પર લાગેલ જ્યાં માર્કેટીંગ એકસીકયુટીવ તરીકે ૨૦૨૦ સુધી રહેલ. આ સમય દરમ્યાન તેને શેર બજારમાં નુકશાન થતા ઘર/પરીવારથી અલગ થયેલ તેના વિરૂધ્ધ નેગો, એકટ કલમ ૧૩૮ મુજબના કેસ થયેલ. જેમાં એકાદ વર્ષ સુધી જેલમાં રહેલ. જેલમાંથી પરત આવ્યા બાદ ખ્યાતિ હોસ્પીટલમાં માર્કેટીંગ એકઝીકયુટીવ તરીક જોડાયેલ ત્યારથી આજદિન સુધી માસિક રૂ. ૪૦,૦૦૦/- ના પગારથી નોકરી કરે છે.ખ્યાતિ હોસ્પીટલમાં માર્કેટીંગ એકઝી. તરીકે તેણે અમદાવાદ શહેર તથા આજુબાજુ વિસ્તારના જી.પી, ડોકટર ને મળી તેમની પાસે આવતા દર્દીઓને ખ્યાતિ હોસ્પીટલ ખાતે રીફર કરવા સહમત કરવાની કામગીરી કરવી. આ ઉપરાંત અલગ અલગ ગામોમાં કેમ્પ કરી હોસ્પિટલ માટે દર્દીઓ લાવવાની કામગીરી કરે છે.
ચોથા અને પાંચમા આરોપી પંકિલ પટેલ તથા પ્રતિક ભટ્ટ બન્ને ચિરાગ રાજપૂત તથા મિલીન્દ પટેલની સુચનાઓ મુજબ કેમ્પ કરવા, દર્દીઓ લાવવા, દર્દીઓને સ્ટેન્ટ મુકવા માટે તેઓને સ્ટેન્ટ નહીં મુકવાથી થનાર નુકશાનથી ડરાવવા, વિગેરે તમામ કાર્યવાહી કરતા હતા
આ ચાંડાલો એ છેલા દોઢ વર્ષ માં સરકારની યોજના માંથી 11 કરોડ રૂપિયા દર્દીઓની સારવાર કરી ને મેળવી ચૂક્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વધુ મુદ્દા પર તપાસ કરી રહી છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે