Gujarat: આ હાઇવે બન્યો નશીલા પદાર્થોની હેરાફેરીનું હબ, અધધ..કિલો ઝડપાયો ગાંજો

પ્રથમ દ્રષ્ટિએ જોતા ગાડીમાં કઈ શંકાસ્પદ હોય તેવું લાગતું ન હતું.. પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાથી ઝીણવટ પૂર્વક ગાડીમાં  તપાસ કરતાં ગાડી માં બનાવેલા ચોર ખાનામાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

Gujarat: આ હાઇવે બન્યો નશીલા પદાર્થોની હેરાફેરીનું હબ, અધધ..કિલો ઝડપાયો ગાંજો

ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ (Valsad) રૂરલ પોલીસે ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ વખતે રૂરલ પોલીસે (Police) લક્ઝુરિયસ ગાડીમાં નશીલા પદાર્થ ગાંજાની હેરાફેરીનું એક મસમોટું રેકેટ ઝડપી પાડયુ છે. જેમાં પોલીસે લક્ઝુરિયસ ગાડીમાં ગાંજાની હેરાફેરી કરતા બે આરોપીઓને 61 કિલો ગાંજા સાથે ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. વલસાડ (Valsad) પાસેનો નેશનલ હાઇવે નશીલા પદાર્થોની હેરાફેરીનું હબ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. થોડા સમય પહેલા જ આ હાઇવે પરથી વલસાડ (Valsad) ની ડુંગરી પોલીસે એમ ડી ડ્રગ સાથે 3 આરોપી ઝડપી પડયા હતા ત્યારે ફરી એકવાર 61 કિલોગ્રામ ગાંજાનો મોટો જથ્થો વલસાડની ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે.

વલસાડ રૂરલ પોલીસ (Valsad Police) ને મળેલી બાતમીના આધારે રૂરલ પોલીસના પીએસઆઇ એલ.જી.રાઠોડ અને તેમની ટીમે  અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમ્યાન વલસાડ (Valsad) ના અતુલ નજીક પોલીસ ચેકિંગ કરી રહી હતી. એ દરમ્યાન મુંબઈ (Mumbai) તરફથી પૂરઝડપે આવી રહેલી એક લક્ઝુરિયસ ગાડીને રોકવાનો પોલીસે  પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસને જોતાં જ પરિસ્થિતિ પારખી ગયેલા ગાડી ચાલકે પુરઝડપે ગાડીને હાઇવે પર ભગાવી મૂકી હતી. આથી પૂરી તૈયારી સાથે બેઠેલી પોલીસે ફિલ્મી ઢબે હાઈવે પર ગાડીનો પીછો કરી તેને રોકી  હતી. ત્યારબાદ ગાડીમાં  તપાસ કરતા ગાડીમાં બે વ્યક્તિઓ સવાર હતા. તેમની  પૂછપરછ કરી હતી. આ બંને મૂળ ઓરિસ્સાના હતા. 

પ્રથમ દ્રષ્ટિએ જોતા ગાડીમાં કઈ શંકાસ્પદ હોય તેવું લાગતું ન હતું.. પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાથી ઝીણવટ પૂર્વક ગાડીમાં  તપાસ કરતાં ગાડી માં બનાવેલા ચોર ખાનામાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે પીન્ટુ વનમાલી શેટ્ટી અને રામચંદ્ર વૃંદાવન બહેરા નામના બંને આરોપીઓને ગાડી સાથે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન લાગી તપાસ કરી હતી.

પોલીસે (Police) આરોપીઓની કારને ઝડપવા ફિલ્મી ઢબે  હાઇવે પર  પીછો કર્યો હતો.પોલીસે  તપાસ દરમિયાન ગાડીના ચોર ખાનામાં રૂપિયા 6 લાખ 18  હજારથી પણ વધુની કિંમતનો 61 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીઓ ગાંજો લઇ ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી સુરત તરફ આવી રહ્યા હતા.  આ નશીલા કારોબારના મુખ્ય સૂત્રધાર અને ગાંજો મંગાવનાર સિકંદર નામના આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપીઓ ગાંજાનો આ જ જથ્થો ઓરિસ્સાના ગંજામથી ભરી અને  સુરત તરફ આવી રહ્યા હતા. 

જોકે ઓરિસ્સા (Odisa) બાદ આરોપીઓ અન્ય રાજ્યો ની પોલીસ થી બચવા માટે આ લક્ઝુરિયસ ગાડીમાં છુપા ચોર ખાના બનાવ્યા હતા.આથી તેઓ ઓરિસાથી નીકળ્યા બાદ વચે આવતા  રાજ્યોને સફળતાપૂર્વક  પસાર કરી ચૂક્યા હતા. જોકે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતાજ  વલસાડ રૂરલ  પોલીસની ટીમે આ નશીલા કારોબાર ના ખેલાડીઓ ને 6 લાખથી વધુની કિંમતના ગાંજા અને લક્ઝુરિયસ કાર મળી હતી. અંદાજે 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી બંને સળિયા પાછળ ધકેલી દીધા છે.

ગાંધીના ગુજરાત (Gujarat) માં જ્યા દારૂબંધીનો કડક અમલ કરાવવા પોલીસ દિવસ રાત એક કરી રહ્યા છે.જોકે હકીકત એ પણ છે કે  રાજ્ય નો કોઈ એવો ખૂણો નથી જ્યા દારૂ નો વેપલો ચાલી રહ્યો છે . ત્યારે હવે નશીલા વેપલા ચાવતા  ઈસમો  ગુજરાત (Gujarat) ને ઉડતા ગુજરાત બનવવા નું ષડ્યંત્ર રચ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. 

મહત્વપૂર્ણ છે કે છેલ્લા દસ દિવસમાં વલસાડ જિલ્લાની રૂરલ પોલીસ સ્ટેશન (Police Station) ના પી એસ આઈ એલ.જી.રાઠોડ અને તેમની ટીમે લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂને ઝડપી બૂટલેગરોમાં ફફડાટ મચાવી ચૂક્યા છે. અને હવે પોલીસે 6  લાખથી વધુની કિંમતના નશીલા પદાર્થ ગાંજાને પણ ઝડપી પાડતા નશાના કાળા કારોબારીમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો કે ઝડપાયેલા આ બંને આરોપીઓની આગામી સમયમાં પૂછપરછ દરમિયાન ગાંજાની હેરાફેરી ના રેકેટના અનેક રહસ્યો ખુલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news