Happy Birthday ‘અમદાવાદ’: આજે અમદાવાદનો 609મો સ્થાપના દિવસ

અમદાવાદ શહેરનો 609મો સ્થાપના દિવસ છે. જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં ભદ્ર વિસ્તારમાં એલિસબ્રિજ પાસેના માણેકબુરજ ખાતે પૂજા અર્ચના કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિતની ટીમે માણેક ચોકથી સ્થપાના દિવસની શરૂઆત કરી માણેકબુર્જ ખાતે પૂર્ણ કરી હતી.
 

Happy Birthday ‘અમદાવાદ’: આજે અમદાવાદનો 609મો સ્થાપના દિવસ

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ શહેરનો 609મો સ્થાપના દિવસ છે. જેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં ભદ્ર વિસ્તારમાં એલિસબ્રિજ પાસેના માણેકબુરજ ખાતે પૂજા અર્ચના કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિતની ટીમે માણેક ચોકથી સ્થપાના દિવસની શરૂઆત કરી માણેકબુર્જ ખાતે પૂર્ણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આજના દિવસ અમદાવાદની પહેલી દીવાલ ચણવાનું કામ શરૂ માણેકબુર્જ થી કરાયું હતું. ત્યાર બાદ એહમદ શાહ બાદશાહએ અમદાવાદ શહેર વસાવ્યું હતું. જેને લઈ 26 ફેબ્રુઆરીએ દરવર્ષે અલગ અલગ કાર્યક્રમો દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

પણ આ વર્ષે પૂલવામાં હુમલામાં થયેલા શહીદોના માનમાં તમામ કાર્યક્રમો રદ કરી સાદી રીતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવ્યો હતો. જેમાં મેયર સહિત માણેકના 14માં વંશજો પણ હાજર રહ્યા હતા. અને સાદગી સાથે અમદાવાદના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news