સરકારે શિક્ષકોને તેમની અપેક્ષાઓથી વધુ આપ્યું છે, કોંગ્રેસે કોઈ સારું કામ કર્યુ છે?: હર્ષ સંઘવી

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને નિવૃત્ત સેનાના જવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ છે. માજી સૈનિકોએ કહ્યું કે જ્યાં સુધી લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે.

સરકારે શિક્ષકોને તેમની અપેક્ષાઓથી વધુ આપ્યું છે, કોંગ્રેસે કોઈ સારું કામ કર્યુ છે?: હર્ષ સંઘવી

ગાંધીનગર: હાલ ગાંધીનગર આંદોલન કરવાનું મેદાન બન્યું છે, ત્યારે શિક્ષકો અને માજી સૈનિકોના આંદોલન મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. જગદિશ ઠાકોરના નિવેદન મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકારે શિક્ષકોને તેમની અપેક્ષાઓથી વધુ આપ્યું છે, કોંગ્રેસે કોઈ સારું કામ કર્યુ છે?

આજે સાંજે માજી સૈનિકો સાથે બેઠકો યોજાઈ હતી. માહિતી મળી રહી છે કે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને નિવૃત્ત સેનાના જવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ છે. માજી સૈનિકોએ કહ્યું કે જ્યાં સુધી લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે. આવતીકાલે પૂર્વ સૈનિકો સવારે રાજ્યપાલને મેડલ પરત કરશે. 

પૂર્વ સૈનિકોના આંદોલન મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સૈનિકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. કયા પ્રશ્નો તાત્કાલિક ઉકેલાય તેમ છે અને કયા પ્રશ્નો સમય માંગી લે તેવા છે એ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ પ્રમાણે નિર્ણયો પણ કરવામાં આવ્યા છે. 

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર દરેક વિષય પર સરકારી કર્મચારીઑના સાથે જ છે. તેમની અપેક્ષા કરતા પણ વધુ 25 જેટલા વિષયો પર સરકાર દ્વારા સમાધાન લાવ્યા છીએ. દેશમાં અનેક રાજ્યોમાં હજુ છઠ્ઠા પગારપંચ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં 7માં પગારપંચ પ્રમાણે 9 લાખ કર્મચારીને લાભ મળી રહ્યો હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news