harsh sanghvi

પોલીસની છાપ સુધારવા ગૃહમંત્રીનો મેગા પ્લાન, ટુંક સમયમાં POLICE વિભાગની થશે કાયાપલટ!

  • અમદાવાદમાંથી 39 લાખથી વધારેનો દારૂ મળ્યો...
  • સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચ સામે ઉઠી રહ્યા છે સવાલો...
  • આખા પોલીસ બેડામાં PI થી લઇને LRD સુધી બદલીઓની શક્યતાઓ સેવાઇ રહી છે...

Jan 17, 2022, 05:25 PM IST

ગાંધીનગરમાં એવું તો શું થઈ રહ્યું છે કે ગૃહમંત્રી કરી રહ્યા છે દોડાદોડ, સમીક્ષા બેઠક કરીને જણાવ્યો આગામી પ્લાન

ગાંધીનગર શહેર અને જિલ્લાની સ્થિતિ અંગે બેઠક કરીને જણાવ્યું હતું કે, છે, કોરોનાની આગામી સ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગર શહેર અને જિલ્લાની સ્થિતિ અંગે બેઠક કરી તમામ તાલુકાઓમાં PSA પ્લાન્ટ ઉભા કરાયા છે, 700 થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યા છે.

Jan 10, 2022, 01:51 PM IST

ચાર બહેનોના લાડકવાયા કેવી રીતે બન્યા ગુજરાતના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી, હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ

હર્ષ સંઘવીએ કેમ આઠમા ધોરણ પછી અભ્યાસ છોડ્યો? કેવી રહી તેમની અત્યાર સુધીની રાજકીય સફર જાણીએ...

Jan 8, 2022, 12:54 PM IST

ગુજરાતમાં સામાન્ય અને પેરા ખેલાડીઓની સહાયમાં ભેદભાવ કરવામાં આવશે નહીંઃ હર્ષ સંઘવી

રમત-ગમત ક્ષેત્રે નિરુત્સાહી તરીકે ગુજરાતને જોવામાં આવે છે ત્યારે ગુજરાતના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ખેલાડીઓ સાથે ઓપન સંવાદ કરી પડતર માંગણીઓ પૂર્ણ કરવાનો વાયદો આપ્યો છે.

Jan 5, 2022, 11:42 PM IST

જેનું નામ સાંભળી આખુ પાકિસ્તાન ફફડે છે તે NSG જવાનો તમારા ઘરે ચા પાણી કરવા આવશે

ગાંધીનગર BSF હેડ ક્વાર્ટર ખાતે આઝાદીના અમૃત મહોત્સવની સાઇકલ રેલી યોજી ઊજવણી કરી. સમસ્ત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળે  BSF હેડક્વાર્ટર ખાતે ભવ્ય સાઇકલ રેલીનું આયોજન કર્યું. જેની શરૂઆત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવી. ગાંધીનગરથી ઈમ્ફાલ સુધી 3040 કિલોમીટર લાંબી સાઇકલ રેલી કરશે. જેમાં, BSFના 15 જવાન, NSG, CRPF સહિત અનેક સુરક્ષા એજન્સીઓના 75 જવાનો સાઇકલ રેલીમાં ભાગ લીધો. 49 દિવસમાં 3040 કિમી સુધીનું અંતર કાપશે. આ જવાનો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારની ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સહિત અનેક યોજનાઓનો પ્રચાર કરશે.

Jan 3, 2022, 03:55 PM IST

SURAT માં ખલનાયક બનેલા બે યુવાનોને પોલીસે મારી મારીને મોર બનાવી દીધા

શહેરમાં બે યુવાનોનો સોશિયલ મીડિયામાંમાં વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. સમયાંતરે અનેક વિવાદાસ્પદ વીડિયો સામે આવતા જ રહે છે. જો કે સુરતમાં હાલમાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક મિત્રના ખભા પર એક મિત્ર બેઠો હોય છે. એક હાથમાં પિસ્તોક અને બીજા હાથમાં સીગરેટ હોય છે. એક તરફ રાત્રી કર્ફ્યૂનું ઉલ્લંઘન અને બીજી તરફ કાયદો અને વ્યવસ્થા ઉપરાંત તમામ પ્રકારનાં આરટીઓના નિયમોને છાપરે મુકીને યુવાનો દ્વારા વીડિયો બનાવવામાં આવ્યો હતો. 

Jan 2, 2022, 10:55 PM IST

લવ જેહાદ કરનારા વિધર્મીઓને એવી સજા અપાશે કે તેમની સાત પેઢીમાં કોઇ પ્રેમ નહી કરે

શહેરની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. પાલિતાણામાં છેલ્લા થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાનાં કિસ્સાનાં કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઇ છે. જેના પગલે હવે તમામ પક્ષો આ મુદ્દે રાજકીય રોટલાઓ શેકી રહ્યા છે. તેવામાં હર્ષ સંઘવીએ આજે પોતાની ભાવનગરની મુલાકાત દરમિયાન જણાવ્યું કે, વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. જો કે આ મુદ્દે ગુજરાત પોલીસ સતર્ક છે. કોઇને પણ છોડવામાં નહી આવે. 

Jan 2, 2022, 04:56 PM IST

સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: બાળકીની માતાએ રડતી આંખે સ્વીકાર્યો, જાણો હર્ષ સંઘવીનું નિવેદન

સુરતમાં અંતે અઢી વર્ષની બાળકીને આખરે ન્યાય મળ્યો છે. દિવાળીની રાત્રે પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી સાથે તેના પિતાથી પણ વધુ ઉંમરના એક વ્યક્તિએ દુષ્કર્મ  આચર્યું હતું.

Dec 7, 2021, 03:12 PM IST

વડોદરા દુષ્કર્મ કેસમાં હજી સુધી ન્યાય ન મળતા દીકરીની માતાની ધીરજ ખૂટી, ભીની આંખે વેદના વ્યક્ત કરી

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ પર યુવતી પર આચરવામાં આવેલી સામૂહિક દુષ્કર્મના બનાવને એક મહિના કરતા વધુ સમય વિતી ચૂક્યો છે. ત્યારે આ ચર્ચાસ્પદ બનાવની તપાસ ક્યાં સુધી પહોંચી તે તેની માહિતી મેળવવા પીડિતાના માતા-પતિ વડોદરા રેલવે એસ.પીની કચેરીએ પહોંચ્યાં હતા. જ્યાં ભીની આંખે માતાએ પોતાની વેદના વ્યક્ત કરતા સંસ્થા સામે અનેક ગંભીર આરોપો લગાવતા સ્ફોટક વાત કરી હતી. તેમણે કહ્યું કે, ઓએસિસ સંસ્થાને કારણે જ તેમની દીકરીનું મોત નિપજ્યુ છે. 

Dec 2, 2021, 08:09 AM IST

Gandhinagar Rape Case: ગૃહમંત્રીનું મોટું નિવેદન, આરોપીને ફાંસીના ફંદા સુધી પહોંચાડવા કરાશે રજૂઆત

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં ગાંધીનગરમાં બનેલી રેપની ઘટના સંદર્ભે માહિતી આપતા કહ્યું કે, પોક્સો કાયદા અંતર્ગત રાજ્ય સરકારની પરિણામલક્ષી કામગીરી દ્વારા રેપની ઘટનાના આરોપીને ન્યાયતંત્ર દ્વારા આજીવન કેદની સજાની સજા ફટકારવામાં આવી છે. 

Dec 1, 2021, 09:25 PM IST

વડોદરા દુષ્કર્મ અને આપઘાત કેસમાં મહત્વનો પુરાવો બનનાર FSL રિપોર્ટ હજી આવ્યો નથી

વડોદરા દુષ્કર્મ અને આપઘાત કેસ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે કહ્યુ હતું કે, આ મામલાનો ભેદ હવે બેથી ત્રણ દિવસમાં ઉકલાઇ જશે. તપાસ ટીમ આ કેસના ડિટેક્શનની ખૂબ નજીક છે. ત્યારે હવે આ કેસનો જલ્દી જ ઉકેલ આવે તેવી શક્યતાઓ દેખાઈ છે. આ કેસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ શકે તે FSL નો રિપોર્ટ હજી સુધી ગાંધીનગરથી આવ્યો નથી. રેલવે પોલીસે જલ્દી રિપોર્ટ આપવા ગાંધીનગર FSL ને વિનંતી પત્ર લખ્યો છે. ત્યારે સોમવારે રિપોર્ટ આવે તેવી શક્યતા છે. રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આરોપી સુધી જલ્દી પહોંચી શકશે.

Nov 28, 2021, 09:07 AM IST

વડોદરા દુષ્કર્મ કેસનો પીડિતાનો હચમચાવી દે તેવો મોતનો વીડિયો, ટ્રેનમાં લટકતો મૃતદેહ કરે છે અનેક સવાલો

યુવતીએ આત્મહત્યા કરી હોય તેવુ માનવામાં આવતુ નથી. પીડિતાએ જે ફંદાથી ફાંસો ખાધો છે તેને ગાંઠ મારવામાં આવી નથી. તો આખરે આત્મહત્યા કરવુ કેવી રીતે શક્ય છે. આમ, આ વીડિયો અનેક સવાલો પેદા કરે છે

Nov 26, 2021, 12:11 PM IST

'પાટણ આવીએ તો પટોળાં લીધા વિના પાછું ન જવાય, હું છૂપાઈને આવ્યો છું, પત્નીને ખબર પડે તો પટોળું લઈ જવું પડે'

સિદ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમમાં હર્ષ સંઘવીનો રમૂજ મૂડમાં જોવા મળ્યા હતા અને તેમનો રમૂજી અવતારે લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.

Nov 24, 2021, 10:00 AM IST

દરેક ગુજરાતીને GOA જવાનું મન થાય તેવું ભવ્ય આયોજન, મંત્રી હર્ષ સંઘવી કરાવશે કાર્યક્રમની શરૂઆત

ગુજરાત સરકારના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ અને પણજી ગુજરાતી યુવક મંડળનાં સંયુકત ઉપક્રમે ગોવાના પણજી ખાતે ૨૧મી નવેમ્બરે સદાકાળ ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ગોવાના મુખ્ય મંત્રી ડૉ. પ્રમોદ સાવંત અને રાજય ના ગૃહરાજય અને બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી હર્ષસંઘવી કરશે કાર્યક્રમનો શુભારંભ. ગુજરાત સરકાર દ્વારા અન્ય રાજ્યોમાં વસતાં બિન નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા, તેઓની નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના આશયથી, જે તે શહેરમાં કે જ્યાં બિન નિવાસી ગુજરાતિઓની સંખ્યા વધારે હોય ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી “સદાકાળ ગુજરાત” કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના ભાગરૂપે આગામી તા.૨૧/૧૧/૨૦૨૧ ના રોજ ગોવાના પણજી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

Nov 20, 2021, 09:31 PM IST

હર્ષ સંઘવીએ કહ્યું; મલિક જી! ડ્રગ માફિયા સજ્જાદ કોના ઈશારે મુંબઈમાં બિન્દાસ ડ્રગ્સનો ધંધો ચલાવતો હતો?

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને નવાબ માલિકના આક્ષેપ પર પલટવાર કરતા જણાવ્યું હતું કે, મલિક જી, ડ્રગ માફિયા સજ્જાદ, કોના ઈશારે મુંબઈમાં નિર્ભયપણે ડ્રગ્સનો ધંધો ચલાવતો હતો? તેની તપાસ કરાવો.

Nov 11, 2021, 07:19 PM IST

Surat: ગૃહ રાજ્યમંત્રીના ઘરની સામે આવેલા સેલ્ફી પોઈન્ટ પર છત્રીની ચોરી

આ જગ્યા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘર સામે આવી છે. પરંતુ હવે અહીં છત્રીની ચોરી થઈ છે. 
 

Nov 10, 2021, 05:30 PM IST

ગૃહરાજ્ય મંત્રીની ચેતવણી, ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે નહિ ચલાવી લેવાય

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યુ છે. દેશભરમાં ડ્રગ્સ (drug case) ધૂસાડવા માટે ગુજરાત સેફ પેસેજ બની રહ્યું છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આજે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા 66 કિલોથી વધુનુ ડ્રગ્સ પકડાયુ છે. આ મુદ્દે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) એ આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહિ આવે. 

Nov 10, 2021, 02:35 PM IST

ગુજરાત પોલીસ પાસે આવી આધુનિક ગાડી કે, આરોપીને સાતમાં પાતાળમાંથી પણ શોધી કઢાશે

રાજયમા ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ઇન્ટરસેપ્ટર વાનનો નવતર અભિગમ જોવા મળ્યો હતો. ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલા ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનો અને અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ – રેસ્કયુ વ્હીકલ ૪૨ હાઇવે પેટ્રોલ વાહનોનું પ્રસ્થાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર ૪૮ વાહનો અને મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ એવા ૪૨ હાઇવે પેટ્રોલ વાહન આપવામાં આવ્યા છે. આ વાહનોને આજે ગાંધીનગર ખાતેથી રાજય ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે. 

Oct 26, 2021, 10:44 PM IST

પોલીસના ગ્રેડ-પે મુદ્દે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ મુકનારનું આવી બનશે! જાણો ગૃહરાજ્ય મંત્રીએ શું કહ્યું

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ગ્રેડ-પે વધારવાને લઈને ધરણા આપી રહ્યાં છે. પોલીસ કર્મીઓ દ્વારા ગ્રેડ-પે વધારવાની માંગ કરવામાં આવી રહી છે.

Oct 26, 2021, 02:03 PM IST

Start up ની પૉલિસી વર્ષ 2017માં ઘડવામાં આવી હતી અને વર્ષ 2022માં અમે નવી નીતિ ઘડીશું: જીતુ વાઘાણી

દેશના અગ્રણી સંરક્ષણ, ડીઝાઇન અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર બનવાના તથા એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્ર માટે મેક-ઇન-ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને સમર્થન પૂરું પાડવાના વિઝનની સાથે DDTIIની પરિકલ્પના કરવામાં આવી છે.

Oct 25, 2021, 09:02 PM IST