'દોષિતોની મુક્તિના રેકોર્ડને ટ્રાન્સલેટ કરીને સોંપે સરકાર', બિલ્કીસ બાનો કેસમાં SC એ સુરક્ષિત રાખ્યો નિર્ણય

Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આરોપીઓની સમય પહેલા જેલમુક્તિના મામલામાં સુનાવણી પૂર્ણ કરી લીધી છે. કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરતા પહેલા સરકારને રીલીઝ રેકોર્ડનું ભાષાંતર કરવા અને ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું. ગુજરાત સરકારે 2022 માં દોષિતોને તેમની સજા માફ કરીને મુક્ત કર્યા હતા.

'દોષિતોની મુક્તિના રેકોર્ડને ટ્રાન્સલેટ કરીને સોંપે સરકાર', બિલ્કીસ બાનો કેસમાં SC એ સુરક્ષિત રાખ્યો નિર્ણય

Bilkis Bano Case: ઝી બ્યુરો/અમદાવાદ: સર્વોચ્ચ અદાલતે બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની વહેલી મુક્તિ સામે ગુજરાત સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ગુજરાત સરકારને 16 ઓક્ટોબર સુધીમાં અનુવાદ સાથે દોષિતોને મુક્ત કરવા સંબંધિત રેકોર્ડ ફાઇલ કરવાનો આદેશ આપ્યો છે. આ પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચ લાંબા સમયથી આ કેસની સુનાવણી કરી રહી હતી. 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેમના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોની વહેલી મુક્તિને પડકારવામાં આવી હતી. ગુજરાત સરકારે 15મી ઓગસ્ટ 2022ના રોજ આ દોષિતોને મુક્ત કર્યા હતા. મામલો એ સમયે વેગ પકડ્યો જ્યારે મુક્ત થયા બાદ આરોપીઓનું ફૂલ અને હારથી સ્વાગત કરવામાં આવ્યું. ગુનેગારોએ 15 વર્ષની જેલની સજા ભોગવી હતી.

'ધર્મના નામ પર હતો ગુનો'
સુપ્રીમ કોર્ટે દોષિતોની મુક્તિ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો તે પહેલાં વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે તેમની કાઉન્ટર દલીલમાં કહ્યું હતું કે આ કેસમાં સર્વોચ્ચ અદાલતનો નિર્ણય બંધારણની અંતરાત્માને પ્રતિબિંબિત કરશે. ઈન્દિરા જયસિંહે પુનરોચ્ચાર કર્યો કે મુક્તિના આદેશો 'કાયદામાં ખરાબ' હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વહેલી મુક્તિ માટેની અરજી નક્કી કરવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા જાહેર કરાયેલા સિદ્ધાંતોને લાગુ કરવા જોઈએ. 

તેમણે કહ્યું કે બિલ્કીસ બાનો સામે આચરવામાં આવેલ અપરાધ 'પ્રેરિત' હતો અને દેશની અંતરાત્મા સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં પ્રતિબિંબિત થશે. અગાઉની સુનાવણીમાં તેમણે દલીલ કરી હતી કે 2002માં ગોધરાકાંડ પછીના રમખાણો દરમિયાન બિલકિસ બાનો સામે આચરવામાં આવેલો ગુનો ધર્મના આધારે કરવામાં આવેલ 'માનવતા વિરુદ્ધનો ગુનો' હતો.

પોતાની કાઉન્ટર દલીલોમાં વકીલ વૃંદા ગ્રોવરે દંડની ચુકવણી ન કરવા છતાં ગુજરાત સરકાર દ્વારા દોષિતોને મુક્ત કરવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. જે બોમ્બે હાઈકોર્ટે પીડિતને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે જ્યાં સુધી દંડ ચૂકવવામાં ન આવે અથવા ડિફોલ્ટમાં સજા ભોગવવામાં ન આવે ત્યાં સુધી દોષિતો માફી પર બહાર આવી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે દોષિતોને 'ગેરકાયદેસર સમય પહેલા મુક્તિ' આપવામાં આવી છે. અંતિમ સુનાવણી શરૂ થયા પછી દોષિતોએ મુંબઈની ટ્રાયલ કોર્ટનો સંપર્ક કર્યો અને 'વિવાદને હળવો કરવા' માટે તેમના પર લાદવામાં આવેલ દંડ જમા કરાવ્યો. 

સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીના પરિણામની રાહ જોયા વિના દંડ જમા કરાવવા પર સુપ્રીમ કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે ગુનેગારોને પૂછ્યું હતું કે, તમે પરવાનગી માગો છો અને પછી પરવાનગી લીધા વગર જમા કરાવો છો? અરજદારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે દોષિતોએ તેમના પર લાદવામાં આવેલા દંડની ચૂકવણી કરી નથી અને દંડ ન ચૂકવવાથી સજાની માફીના આદેશને ગેરકાયદેસર બનાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news