MS Dhoniની નિવૃતિથી કુલદીપ અને ચહલને સૌથી વધારે નુકસાન, જુઓ શું કહી રહ્યા છે આંકડા?

શું ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવ અને યુઝર્વેન્દ્ર ચહલનો જાદુ ખતમ થઈ ગયો છે? શું બેટ્સમેન તેના બોલને સમજી ગયા છે કે પછી વિકેટની પાછળ મહેન્દ્ર સિંહ ધોની જેવા ક્રિકેટ લેજન્ડનું ન હોવું છે? 

MS Dhoniની નિવૃતિથી કુલદીપ અને ચહલને સૌથી વધારે નુકસાન, જુઓ શું કહી રહ્યા છે આંકડા?

1. કુલદીપ યાદવ અને યુઝર્વેન્દ્ર ચહલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે 
2. ધોનીની નિવૃતિ પછી કુલદીપ-ચહલના પ્રદર્શનમાં ઘટાડો 
3. બંને સ્પિનરોને વિકેટની પાછળથી ધોની આપતો હતો ટિપ્સ 

અમદાવાદઃ શું ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવ અને યુઝર્વેન્દ્ર ચહલનો જાદુ ખતમ થઈ ગયો છે? શું બેટ્સમેન તેના બોલને સમજી ગયા છે કે પછી વિકેટની પાછળ મહેન્દ્ર સિંહ ધોની જેવા ક્રિકેટ લેજન્ડનું ન હોવું છે? આ સવાલ અમે એટલા માટે પૂછી રહ્યા છીએ કેમ કે આ બંને યુવા બોલર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝમાં યુઝર્વેન્દ્ર ચહલ ફ્લોપ રહ્યો હતો. જેના પછી તેને વન-ડે સિરીઝમાં હજુ સુધી તક મળી નથી. જ્યારે કુલદીપ યાદવ માટે બીજી વન-ડે ખરાબ સપનાની જેમ હતી. 

શું ભારતનું સ્પિન અટેક નબળું પડી ગયું: 
ચહલ અને કુલદીપના નિષ્ફળ રહેવાથી ટીમ ઈન્ડિયાનું સ્પિન આક્રમણ નબળું પડી ગયું છે. ટીમ જુએ તો પણ કોની સામે. રવીન્દ્ર જાડેજા ઈજાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. જ્યારે આર.અશ્વિનનું લિમિટેડ ફોર્મેટમાં રમવાનું નક્કી નથી. તે અનેક વર્ષોથી ટીમ ઈન્ડિયાની નીલી જર્સીમાં રમી શક્યો નથી. ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝમાં ત્રણ મેચમાં ફ્લોપ રહ્યા પછી રાહુલ ચહરને છેલ્લી બે મેચમાં તક આપવામાં આવી હતી. જેમાં તે કોઈ ખાસ પ્રભાવ છોડી શક્યો નથી. કેપ્ટન કોહલીએ વન-ડે સિરીઝમાં ફરી એકવાર કુલદીપ યાદવને ટીમમાં લેવા પડ્યો. કુલદીપ સિરીઝની બંને મેચમાં મોંઘો સાબિત થયો. 

વન-ડેની સૌથી ઘાતક જોડી માનવામાં આવતી હતી કુલદીપ-ચહલની જોડી: 
કુલદીપ યાદવ અને યુઝર્વેન્દ્ર ચહલ જ્યારે પોતાની કારકિર્દીના શરૂઆતના સમયમાં હતા ત્યારે તેમને વન-ડેમાં સૌથી ઘાતક સ્પિન જોડી માનવામાં આવતી હતી. બંનેને વિકેટની પાછળથી મહેન્દ્ર સિંહ ધોનીનો સારો સાથ મળતો હતો. ધોની બંને સ્પિનરોને જણાવતો હતો કે ક્યાં બોલ નાંખવાનો છે. બેટ્સમેન કયો શોટ મારવાનો પ્રયાસ કરશે. ધોની નિવૃત થઈ ચૂક્યો છે અને તેનું સૌથી વધારે નુકસાન કુલદીપ-ચહલને થયું. ધોનીની નિવૃતિ પછી કુલદીપ અને ચહલના પ્રદર્શનમાં ઘટાડો થયો છે અને આંકડા તેના તરફ ઈશારો કરી રહ્યા છે. 

કુલદીપ યાદવનું પ્રદર્શન: 
કુલદીપે ધોની ટીમમાં હતો ત્યારે 47 મેચમાં 91 વિકેટ ઝડપી. અને તેની એવરેજ 22.53ની રહી. જ્યારે તેની ઈકોનોમી 4.87ની રહી. કુલદીપનો સ્ટ્રાઈક રેટ પણ શાનદાર રહ્યો. તેણે લગભગ 28 બોલ પર વિકેટ લીધી. ધોની વિના તેણે 16 મેચ રમી અને 14 વિકેટ ઝડપી. આ દરમિયાન તેની એવરેજ 59.6ની રહી અને ઈકોનોમી 6.22ની રહી. આ આંકડાની સ્પષ્ટ થાય છે કે ધોનીની વિકેટની પાછળથી ટિપ્સ મળતી રહેવી કુલદીપ માટે કેટલું ફાયદાકારક હતું. 

ધોની-કુલદીપના રહેતા શું રહ્યુ મેચનું પરિણામ: 
મહેન્દ્ર સિંહ ધોની અને કુલદીપ યાદવ જ્યારે ટીમમાં હતા ત્યારે ટીમ ઈન્ડિયાને 34 વન-ડે મેચમાં જીત મળી અને 10માં હાર મળી. જ્યારે 2 મેચ ટાઈ રહી. અને એકનું કોઈ પરિણામ આવ્યું નહીં. આ આંકડા 23 જૂન 2017થી 6 જુલાઈ 2019 સુધીના છે. 

કેવું રહ્યું ચહલનું પ્રદર્શન: 
યુઝર્વેન્દ્ર ચહલની વાત કરીએ તો તેણે ધોનીની સાથે 46 મેચમાં બોલિંગ કરી અને 81 વિકેટ ઝડપી. તેની એવરેજ 25.32ની રહી અને ઈકોનોમી 4.95ની રહી. ચહલની સ્ટ્રાઈક રેટ 30.7ની રહી. એટલે દરેક 31 બોલ પર તેણે વિકેટ ઝડપી. ધોની વિના ચહલે 8 વન-ડે મેચ રમી અને 11 વિકેટ ઝડપી. તેની એવરેજ 41.82ની રહી અને સ્ટ્રાઈક રેટ 36.9ની રહી. તેની ઈકોનોમી 6.80ની રહી. 

ધોનીએ ઓગસ્ટ 2020માં લીધી હતી નિવૃતિ: 
ભારતના સૌથી સફળ કેપ્ટનમાં જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડકપ અને 50 ઓવરનો વર્લ્ડકપ પર કબ્જો કર્યો. તેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી. ધોનીની વન-ડે કારકિર્દી 350 મેચની રહી. તેણે 50.57ની એવરેજથી 10,773 રન બનાવ્યા. ધોનીના નામે વન-ડેમાં 10 સદી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news