કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પુત્રીનો કબજો ટ્રાન્સઝેન્ડર વાલીને સોંપવા માટે ચુકાદો આપ્યો

રાણાવાવની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં નિલેષકુમાર ભાઈશંકર મહેતા હતા. જો કે હવે તેઓએ સેક્સ ચેન્જ કરાવી ટ્રાન્સ વુમન એટલે કે પુરુષમાંથી સ્ત્રી બની ચુક્યાં છે. તેમની પુત્રીના કબ્જાને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જો કે આજે કોર્ટે આ અંગે ઐતિહાસિક ચુકાદો આપતા તેમની પુત્રીનો કબ્જો નિલેશ મહેતા હવે બિજલ મહેતાને સોંપાવો ઓર્ડર આપ્યો છે. 

કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પુત્રીનો કબજો ટ્રાન્સઝેન્ડર વાલીને સોંપવા માટે ચુકાદો આપ્યો

પોરબંદર : રાણાવાવની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં નિલેષકુમાર ભાઈશંકર મહેતા હતા. જો કે હવે તેઓએ સેક્સ ચેન્જ કરાવી ટ્રાન્સ વુમન એટલે કે પુરુષમાંથી સ્ત્રી બની ચુક્યાં છે. તેમની પુત્રીના કબ્જાને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જો કે આજે કોર્ટે આ અંગે ઐતિહાસિક ચુકાદો આપતા તેમની પુત્રીનો કબ્જો નિલેશ મહેતા હવે બિજલ મહેતાને સોંપાવો ઓર્ડર આપ્યો છે. 

પોરબંદર જિલ્લાના રાણાવાવની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિલેશ મહેતા કે તેઓ હવે બિજલ મહેતા છે. તેઓના લગ્ન જીવન દરમિયાન તેઓને પુત્રીનો જન્મ થયો હતો. જો કે બાદમાં તેઓનું લગ્નજીવન સુખરૂપ નહી ચાલતાં તેઓએ પ્રથમ પત્ની સાથે છુટાછેડા લઇ લીધા હતા. જો કે પુત્રીને કાયમી ધોરણે તેણીના કુદરતી-પિતાએ રાખવાનું નક્કી થતાં તેમના કાયદેસરના વાલીપણામાં પુત્રી રહેતી હતી. ત્યારબાદ નિલેશે પુનઃલગ્ન હેમાંગી સાથે કર્યા હતા. જો કે તેઓનું લગ્ન જીવન નહી ચાલતા તેમની બીજી પત્નીએ નિલેશની સગીર પુત્રીને લઈને માવતરે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ નિલેશ એટલે કે બીજલ દ્વારા પોતાની સગીર પુત્રીનો કબ્જો મેળવવા માટે પોરબંદરની કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. 

ટ્રાન્સજેન્ડરે પુત્રી માટે કોર્ટના હુકમને પડકાર્યો હતો અને તેઓએ જિલ્લા અદાલતમાં કોર્ટના હુકમને ગેરકાયદેસરનું હોવાનું જણાવી પડકાર્યો હતો. જેમાં સેશન્સ કોર્ટ દ્વારા સગીર પુત્રીનો કબ્જો તેના નેચરલ ગાર્ડીયનને સોંપાવા ઓર્ડર કર્યો હતો. કોર્ટમાં નિલેષ મહેતા કે જેઓ હાલ બિજલ મહેતા છે તેઓના સેકન્ડ વાઈફ તરફથી વકિલ દ્વારા એવી દલીલો કરવામાં આવી હતી કે, ટ્રાન્સજેન્ડર કરી હાલમાં સ્ત્રી બની ગયેલ નિલેષને સગીર પુત્રી પિતા કહેશે કે માતા કહેશે તેથી આ પરિસ્થિતિમાં સગીર પુત્રીના માનસ ઉપર વિપરીત અસર પડી શકે છે. 

જો કે આ દલીલનાં જવાબમાં બીજલના વકીલે જણાવ્યું કે, હાલના કિસ્સામાં તેમની સેકેન્ડ વાઈફ છે તે સગીર પુત્રીના ઓરમાન માતા છે. ગાર્ડિયન એન્ડ વોર્ડસ એકટની જોગવાઈ મુજબ હાલમાં સેકેન્ડ વાઈફ પાસે જે સગીર પુત્રીનો કબ્જો ગેરકાયદેસર છે. જેથી બીજલ સગીર પુત્રીના કુદરતી વાલી થાય છે. તેઓને તેનો કબ્જો મળવો જોઈએ. જેથી જિલ્લા અદાલતે રેકર્ડ ઉપર રજૂ થયેલ હકીતોને ધ્યાને લઈ ટ્રાન્સ વુમન બીજલ મહેતાની માંગણી વ્યાજબી અને કાયદેસરની હોવાનું માની પુત્રીની કસ્ટડી બીજલને સોપવા જિલ્લા અદાલતે ઓર્ડર કર્યો હતો. પોરબંદર સેશન્સ કોર્ટે નિલેષ મહેતા એટલે કે બિજલ મહેતાને તેના કુદરતી વાલી ગણી તેઓને પુત્રીનો કબ્જો સોપવા ઓર્ડર કર્યો છે. ત્યારે બિજલ મહેતાએ પણ ખુશી વ્યકત કરી હતી કારણ કે ઘણા લાંબા સમય સુધી કોર્ટ કાર્યવાહી બાદ તેઓને પોતાની પુત્રીનો કબ્જો મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news