15 હજારની લાંચ લેવાની લ્હાયમાં મહિલા મામલતદારે નોકરી પણ ગુમાવી અને 4 વર્ષ માટે જેલમાં જશે
Trending Photos
- પંદર હજારની લાંચ લેવાનું મહિલા મામલતદારને મોંઘુ પડ્યું હતું
- મહિલા મામલતદાર કાનન શાહ અને તેના ઓપરેટર સમીર ખાનને 4 વર્ષની જેલની સજા
મહેમદાવાદ : મહિલા મામલતદારને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. લાંચ કેસમાં નડિયાદની સ્પેશ્યલ કોર્ટ દ્વારા મહિલા મામલતદારને સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2013માં લાંચ માંગવાના કેસમાં નડીયાદ કોર્ટ દ્વારા મહેમદાવાદના તત્કાલીન મામલતદાર તેમજ કોમ્પ્યુટર ઓપરેટરને સજાનો હુકમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો હતો. તત્કાલીન મામલતદાર કાનન શાહ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર સમીરખાન પઠાણને ચાર વર્ષની સખત કેદની સજાનો હુકમ કોર્ટ કર્યો છે.
મામલતદાર કાનન શાહને ચાર વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોમ્પ્યુટર ઓપરેટર સમીરખાન પઠાણને ચાર વર્ષની સખત કેદની સજા અને રૂ.15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2013 માં જમીનની કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા રૂ.15 હજારની લાંચની માંગણી કરી હતી. ખેડા એસીબીના છટકામાં લાંચની માંગણી વોઈસ રેકોર્ડરમાં રેકોર્ડ થઈ જતા બંને વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. નડીયાદ કોર્ટ દ્વારા દાખલો બેસાડતો સજાનો હુકમ કરાયો હતો.
મામલદાર કાનન ઉષાકાંત શાહ સહિત કોમ્યુટર ઓપરેટર સમીર પઠાણને ચાર વર્ષની સજા થઇ છે. 2013 વર્ષ માં મહેમદાવાદના ફરિયાદી પાસે જમીન કાચી નોંધમાંથી પાકી નોંધ કરવામાં માટે રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી. એ.સી.બીના કેસમાં બે આરોપીઓને ચાર વર્ષની સજા નડિયાદ સ્પેશિયલ કોર્ટે ફટકારી હતી. અત્રે નોંધનીય છે કે, મામલતદાર જેવું પદ મહિલાએ માત્ર 15 હજારની લાંચની લાલચે ગુમાવવાનો વારો આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે