આ ફુલોમાં છે ગજબનો જાદૂ, શરીરને પહોંચાડે છે જબરદસ્ત ફાયદો

નવસારી જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકો આદિવાસી તાલુકા રહ્યા છે. આ વિસ્તારના આદિવાસીઓ માટે હોળીનું પર્વ એ દિવાળીના પર્વ કરતા પણ અનેક ગણુ મહત્વ ધરાવે છે.

 આ ફુલોમાં છે ગજબનો જાદૂ, શરીરને પહોંચાડે છે જબરદસ્ત ફાયદો

સ્નેહલ પટેલ, નવસારી : આજના મોબાઈલ યુગની પેઢીને કેસુડાના વૃક્ષ વિશે પૂછવામાં આવે તો ભાગ્યે જ કોઈને ખબર હશે. શહેરોમાં લગભગ કેસુડો જોવા મળતો નથી. ફાગણ મહિનો આવતાં જ કેસુડો સોળે કળાએ ખીલવા લાગ્યો છે. કેસુડો સોળે કળાએ ખીલતા આદિવાસી સમાજના લોકો હોળીની તૈયારીમાં લાગી જાય છે. આ કેસુડો શરીર માટે પણ ઉપયોગી હોવાનુ જાણવા મળ્યું છે.

નવસારી જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકો આદિવાસી તાલુકા રહ્યા છે. આ વિસ્તારના આદિવાસીઓ માટે હોળીનું પર્વ એ દિવાળીના પર્વ કરતા પણ અનેક ગણુ મહત્વ ધરાવે છે. આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. અને કેમિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ થઇ રહ્યો છે. ત્યારે કેસુડાં જેવા બહુગુણી ફૂલોના રંગો વડે જો ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઇ શકે છે. આમ, પણ કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી અધૂરી છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવી છે. આ પરંપરાને આજે પણ નવસારી જિલ્લાના ચીખલી,વાંસદા અને ખેરગામના અંતરિયાળ ગામોમાં રહેતા આદિવાસી લોકો નિભાવી રહ્યા છે. ઔષધીય રીતે કેસુડાના ફૂલો ગુણકારી હોવાના સંશોધનો પણ થઇ ચૂક્યા છે. ફાગણ માસના ધમધોખતા તાપના દિવસો આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો અનેરૂ સ્થાન પામી ચુક્યો છે. જો કે આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોએ કેસુડાના ફૂલોને જાણે કે ભૂલાવી દીધા છે પરંતુ અંતરિયાળ ગામના લોકો આજે પણ કેસુડાના ગુણોને સમજીને  કેસુડાંના રંગો સાથે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.

કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાંના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંશોધનો પણ થઈ ચૂક્યા છે. ચર્મરોગ તેમજ અતિસારના રોગીઓને તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સુકા કેસુડાંના ફૂલોથી સ્નાન કરાવવાથી લુ, શરદી અને તાવ જેવા રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે. આમ,  કેસુડો શરીર માટે પણ ગુણકારી હોવાનુ જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news