અમદાવાદમાં ધનપતિઓથી ધમધમતો ઇસ્કોન મેગામોલ બન્યો ગરીબોનું આશ્રયસ્થાન

કોરોના વાયરસને પગલે છેલ્લા સમગ્ર દેશમાં છેલ્લા 13 દિવસથી દેશ સહિત સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. જો કે ગુજરાતના નાના મોટા કામ કરીને સ્થાનિક અને પરપ્રાંતીય લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. લોકડાઉનનાં પગલે તેમની દહાડી મજુરી લગભગ બંધ થઇ ચુકી છે. જેના કારણે તેઓ હવે પોતાના ગામડે જવા માટે મજબુર બન્યા છે.

Updated By: Apr 6, 2020, 09:59 PM IST
અમદાવાદમાં ધનપતિઓથી ધમધમતો ઇસ્કોન મેગામોલ બન્યો ગરીબોનું આશ્રયસ્થાન

અમદાવાદ : કોરોના વાયરસને પગલે છેલ્લા સમગ્ર દેશમાં છેલ્લા 13 દિવસથી દેશ સહિત સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. જો કે ગુજરાતના નાના મોટા કામ કરીને સ્થાનિક અને પરપ્રાંતીય લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. લોકડાઉનનાં પગલે તેમની દહાડી મજુરી લગભગ બંધ થઇ ચુકી છે. જેના કારણે તેઓ હવે પોતાના ગામડે જવા માટે મજબુર બન્યા છે.

સુરતમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું, 19માંથી 9 કેસની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોકો જે સાઇટ પર મજુરી કરે છે તે જ સ્થળ પર રહેતા પણ હોય છે. સાઇટ બંધ પડી જવાનાં કારણે હવે તેઓ ગામડે જવા માટે રવા માટે મજબુર બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા તેમને જવા દેવામાં નથી આવી રહ્યા. ત્યારે તેમને રાખવા એ તંત્રની જવાબદારી બની ગઇ છે. તેવામાં અમદાવાદમાં આવેલો ઇસ્કોન મોલ આવા લોકો માટેનું શેલ્ટર હોમ બન્યું છે.

PM મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરનાર આચાર્ય નુરમોહમ્મદ મલેકની ધરપકડ

આ મોલમાં મોટા પ્રમાણમાં ગાડલાની પથારી પાથરવામાં આવી છે. 130થી પણ વધારે લોકો અહીં રહી રહ્યા છે. લોકોને જમવા અને રહેવા માટેની સગવડ કરવામાં આવી છે. અમદાવાદનાં અલગ અલગ સ્થળો પરથી લાવવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરીબો માટેની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવનારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube