સુરતમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું, 19માંથી 9 કેસની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી
Trending Photos
સુરત : શહેરમાં ગત રોજ કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ અને આજે વધારે ત્રણ પોઝિટિવ કેસ આવવાને કારણે તંત્રની ઉંઘ ઉડી ચુકી છે. પાલિકા કમિશ્નરે સુરતીઓને આગામી દિવસોમાં તકેદારી નહી રખાય તો ખુબ જ કપરા દિવસ આવી શકે છે. શહેર અને જિલ્લાના કુલ 19 પોઝિટિવ કેસમાંથી 9 કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેમની કોઇ હિસ્ટ્રી ન હોવાથી તેના રહેઠાણના આખા વિસ્તારને જ માસ ક્વોરન્ટીનમાં મુકી દેવાયા છે.
બે દિવસ અગાઉ મૃત્યુ પામેલી મહિલા અને કાલ તથા આજનાં કુલ થઇને 6 કેસમાં પણ લોકલ ટ્રાન્સમિશન થઇ રહ્યું છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ ન થાય તો આગામી દિવસોમાં ખુબ કપરા દિવસો આવે તેવી શક્યતા છે. કેટલાક દિવસોમાં એક કેસ આવ્યા એક દિવસમાં એક પણ કેસ આવ્યો નહોતો. હવે ગતરોજ ત્રણ કેસ અને આજરોજ બીજા ત્રણ કેસ આવી ચુક્યા છે. હાલ ક્વોરન્ટીન, માસ ક્વોરન્ટીન, આઇસોલેશન પદ્ધતીથી કામગીરી ચાલી રહી છે. મહત્તમ લોકોને રાખીને વોરરૂમ તૈયાર કરીને 24 કલાક કામગીરીની તૈયારી થઇ ચુકી છે.
સુરતમાં એક જ દિવસમાં ત્રણ કેસ અને આજના બે કેસ સાથે અત્યાર સુધીમાં કોરોના દર્દીનો આંકડો 19ને પાર પહોંચી ગયો છે. જો કે છેલ્લા નવ કેસ લોકલ ટ્રાન્સમિશનનાં હોવાથી તંત્ર દોડતું થયું છે. લોકલ ટ્રાન્સમિશનનાં વધતા કેસને અટકાવવા માટે લોકોને વધારે સાવચેત રહેવા માટે જણાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે