તમારે ઘરે આવતો ગેસનો બાટલો અનધિકૃત તો નથીને? સુરતમાં ફરી ઝડપાયું ફરી એક મોટું કૌભાંડ

સુરત જિલ્લામાંથી અનેક વાર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાતું રહેતું હોય છે. થોડા દિવસો અગાઉ જ રાજ્યનું સૌથી મોટું સબસીડી વારા ગેસના બોટલોનું રિફીલિંગ કાળા બજારી જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી ઝડપાયું હતું.

તમારે ઘરે આવતો ગેસનો બાટલો અનધિકૃત તો નથીને? સુરતમાં ફરી ઝડપાયું ફરી એક મોટું કૌભાંડ

સંદીપ વસાવા/માંગરોળ: સુરત જિલ્લામાંથી ઝડપાયું ફરીએકવાર ગેસ રિફીલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. માંગરોળના પીપોદ્રા GIDCમાં જિલ્લા એસઓજીના દરોડા પડ્યા હતા. જેમાં 23 બોટલ મળી 63 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે સમગ્ર ગેસ રિફીલિંગના કાળા બજારી મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

સુરત જિલ્લામાંથી અનેક વાર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાતું રહેતું હોય છે. થોડા દિવસો અગાઉ જ રાજ્યનું સૌથી મોટું સબસીડી વારા ગેસના બોટલોનું રિફીલિંગ કાળા બજારી જિલ્લાના ઓલપાડ તાલુકામાંથી ઝડપાયું હતું. સુરત જિલ્લામાં સબસીડી વાળા રાંધણ ગેસના બાટલામાંથી ગેસ રિફીલિંગ કરી કોમર્શિયલ અને નાના બાટલો ભરી વેચવાનું ગેરકાયદેસર ધંધો મોટા પાયે ચાલી રહ્યો છે. GIDC વિસ્તારમાં ગેસ રિફીલિંગની હાટડીઓ ગલી ગલીમાં મળે છે. ત્યારે વધુ એક હાટડીને સુરત જિલ્લા SOG પોલીસે ઝડપી પાડ્યું છે.

હાલ થોડા સમય પહેલા જ સુરત જિલ્લા એલસીબીએ સુરત જિલ્લાના ઓલપાડ ખાતેથી ગેસ ચોરીનું ગુજરાતનું સૌથી મોટું નેટવર્ક ઝડપી પડ્યું હતું. ગ્રાહકોને આપવાના રાંધણ ગેસના બાટલામાંથી એજન્સીના માણસો 2 -2 કિલો ગેસ ચોરીથી કાઢી કોમર્શિયલ બાટલામાં ભરી વેચી નાખતા હતા. ગઈકાલે પણ સુરત જિલ્લા SOGની ટીમે માંગરોળના પીપોદ્રા ખાતે મહાદેવ કોમ્પ્લેક્ષમાં આવેલી એક દુકાનમાં દરોડા પડ્યા હતા.

મહેન્દ્ર ગુજ્જર નામનો ઈસમ મોટા બોટલમાંથી રિફિલ કરી નાના બોટલમાં ભરી વેચવાનું કામ કરતો હતો. પોલીસે ઘટના સ્થળેથી એચપી તેમજ ઇન્ડેન કંપનીના નાના મોટા મળી 23 બોટલો તેમજ રિફિલ કરવાની સાધન સામગ્રી કબ્જે કરી કુલ 63 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news