જામનગરમાં રક્તદાન કરીને સેનાના જવાનોએ કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી
વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે જામનગરના આઈ.એન.એસ. વલસુરા ખાતે 14 જૂન 21 ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ સાથે સંપર્કમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
Trending Photos
મુસ્તાક દલ, જામનગરઃ આજ 14 જૂન, આજના દિવસને દુનિયાભરમાં રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બ્લડ ડોનેટ કરનારા રક્તદાતાઓનું એક પ્રકારે સન્માન કરવા માટે તેમનો ઉત્સાહ વધારવા માટે અને અન્ય લોકોમાં જાગૃતિ આવે તે આશયથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ. જેના ભાગરૂપે રાજ્યના જામનગર જિલ્લામાં આઈ.એન.એસ. વાલસુરા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સેનાના પરિવારોએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈને રક્તદાન કર્યું.
વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે જામનગરના આઈ.એન.એસ. વલસુરા ખાતે 14 જૂન 21 ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ સાથે સંપર્કમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં COVID-19 રોગચાળાને કારણે થતી લોહીની અછતને પહોંચી વળવા માટે સ્થાનિક લોકોને મદદ મળી રહે તે હેતુથી જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સાથે સહયોગ મેળવી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું.
શિબિરનું ઉદઘાટન કરતાં કમાન્ડિંગ ઓફિસર આઈ.એન.એસ. વલસુરાએ સ્વયંસેવકોની પ્રશંસા કરી..જેમાં સ્ટાફ અધિકારીઓ, નાવિક, સંરક્ષણ નાગરિકો અને તાલીમાર્થીઓ શામેલ છે. તમામ COVID-19 પ્રોટોકોલોનું પાલન કરતા વાલસુરા પરિવારે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં 100 યુનિટ રક્તદાન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે