Junagadh: સિનિયર સિટિઝનની અનોખી સેવા, શ્રાવણ માસમાં છેલ્લા સાત વર્ષથી શરૂ કરી દૂધ બેંક
ઓન્લી ઈન્ડીયન (Only Indian) ના નામથી જાણીતા આ વરીષ્ઠ નાગરીક છેલ્લા સાત વર્ષથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દૂધ બેંક ચલાવે છે. વહેલી સવારે સાઈકલ પર નીકળીને દૂધના ખાલી કેન શિવાલયો (Shivalay) માં મુકી જાય છે.
Trending Photos
સાગર ઠાકર, અમદાવાદ: જૂનાગઢ (Junagadh) ના એક સિનિયર સિટિઝન (Senior Citizen) અનોખી સેવા આપી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં લોકો શિવાલયોમાં દૂધ (Milk) ચડાવે છે ત્યારે થોડું દૂધ શિવજી (Shivji) ને ચડાવીને બાકીનું દૂધ એક કેનમાં એકત્રીત કરી ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને પીવડાવવામાં આવે છે. છેલ્લા સાત વર્ષથી આ વરીષ્ઠ નાગરીકે દૂધ બેંક શરૂ કરી છે. જેમાં શિવાલયો (Shivalay) બહાર દૂધના કેન રાખવામાં આવે છે જેમાં લોકો શિવાલયોમાં આવે ત્યારે થોડૂં દૂધ આ દૂધ બેંક (Milk Bank) ના કેનમાં પણ આપે છે. જે આ વરીષ્ઠ નાગરીક સાઈકલ પર ફરીને જરૂરીયાતમંદ લોકોને પહોંચાડે છે.
ઓન્લી ઈન્ડીયન (Only Indian) ના નામથી જાણીતા આ વરીષ્ઠ નાગરીક છેલ્લા સાત વર્ષથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દૂધ બેંક ચલાવે છે. વહેલી સવારે સાઈકલ પર નીકળીને દૂધના ખાલી કેન શિવાલયો (Shivalay) માં મુકી જાય છે. શ્રાવણ માસમાં શિવાલયોમાં આવતાં ભાવિકો અભિષેક માટે દૂધનો શિવજી (Shivji) ને અભિષેક કરે છે. ત્યારે બાજુમાં દૂધ બેંકનું એક કેન પણ રાખવામાં આવ્યું છે. ભાવિકો શિવજીને જે દૂધનો અભિષેક કરે છે તેમાંથી થોડું દૂધ આ દૂધ બેંક (Milk Bank) ના કેનમાં પણ પધરાવે છે.
SpiceJet: આવતીકાલથી ગુજરાતના આ શહેરથી શરૂ થશે દિલ્હી, સુરત અને મુંબઇ માટે સીધી વિમાની સેવા
લગભગ 11 વાગ્યા સુધીમાં ફરી આ વરીષ્ઠ નાગરીક સાઈકલ લઈને નીકળી પડે છે અને જે શિવાલયોમાં કેન મુક્યા હોય છે. તે દૂધ લઈને તે ગરીબો અને જરૂરીયાતમંદ લોકોને પીવડાવે છે. શ્રાવણ માસમાં શિવાલયો (Shivalay) માં ભાવિકોની ભીડ રહેતી હોય તેથી દરરોજ અંદાજે 6 થી 7 લીટર દૂધ એકત્રીત થાય છે અને સોમવારના દિવસે તો 30 થી 35 લીટર દૂધ એકત્રીત થાય છે. જે જરૂરીયાતમંદ લોકોને પહોંચાડવામાં આવે છે. આ વરીષ્ઠ નાગરીક ઓન્લી ઈન્ડીયન (Only Indian) ના નામથી જાણીતા છે. લોકોમાં સેવાભાવ જાગે અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તેવા તેમના પ્રયાસો હોય છે, તેમની ટોપી હોય કે ટીશર્ટ, વીંટી હોય છે રીસ્ટબેલ્ટ તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ અને દેશપ્રેમની ઝલક જોવા મળે છે. શિવનો ભાગ જીવને મળે તેવા હેતુથી તેઓ સાત વર્ષથી દૂધબેંક (Milk Bank) ચલાવીને અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે