પોલીસ વિભાગ દ્વારા અમદાવાદના બે કોરોના વોરિયર્સના પરિવારજનોને 25 લાખની સહાય ચુકવાઈ


સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલ ભરત સોમાજી ઠાકોર અને ASI ગોવિંદભાઇ દાંતણીયાના પરિવાર ને 25 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા છે. 
 

 પોલીસ વિભાગ દ્વારા અમદાવાદના બે કોરોના વોરિયર્સના પરિવારજનોને 25 લાખની સહાય ચુકવાઈ

મૌલિક ધામેચા/અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉન દરમિયાન કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતા પોલીસ જવાનોએ ખુબ સારી કામગીરી કરી હતી. લૉકડાઉનના સમયમાં ફરજ દરમિયાન પોલીસ જવાનો પણ કોરોના વાયરસનો શિકાર બન્યા હતા. જેમાં ભરતસિંહ સોમાજી ઠાકોર અને ગોવિંદભાઈ બી. દાતણીયા નામના બે પોલીસ કર્મચારીઓના મૃત્યુ નિપજ્યા હતા. આ બંન્ને પોલીસ કર્મીઓના પરિવારજનોને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવી છે. 

પોલીસ કમિશનરના હસ્તે ચેક અર્પણ
રાજ્ય સરકારે કોરોના સંકટના સમયમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ડોક્ટર, નર્સ અને પોલીસ જવાનો કોઈપણ આ સંક્રમણનો શિકાર બને અને તેમનું મૃત્યુ થાય તો તેમના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ અમદાવાદમાં કોરોના સંકટ દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા બંન્ને પોલીસ કર્મી ભરતસિંહ સોમાજી ઠાકોર અને ગોવિંદભાઈ દાતણીયાના નિધન બાદ આજે પોલીસ કમિશનરે તેમના પરિ વારજનોને રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. આમ રાજ્ય સરકારે બંન્ને પોલીસકર્મીના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાય ચુકવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news