સાવધાન! ગુજરાતમાં અહીં મહિલાઓનો તરખાટ, બેંક સહિત અનેક જગ્યાએ કરી રહી છે ચોરી, ચીલઝડપ અને ઉઠાંતરી
ખેડબ્રહ્મા પોલીસે બાતમીના આધારે પાંચ લાખથી વધારેના મુદ્દા માલ સાથે છ મહિલાઓ સહિત 11 આરોપીને ઝડપી આંતરરાજ્ય ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી છે.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી ચીલ ઝડપ તેમજ ઉઠાનતરી ગેંગનો તરખાટ વધ્યો હતો. ત્યારે તાજેતરમાં ખેડબ્રહ્માની બેંકમાં અચાનક અજાણી મહિલાઓ દ્વારા ચીલ ઝડપની ઘટના પ્રકાશમાં આવતા ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી.
જોકે ગુજરાત સહિત ભારતના કેટલાય રાજ્યોમાં તરખાટ મચાવતી મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગની ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી છે. ખેડબ્રહ્મા પોલીસે બાતમીના આધારે પાંચ લાખથી વધારેના મુદ્દા માલ સાથે છ મહિલાઓ સહિત 11 આરોપીને ઝડપી આંતરરાજ્ય ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી છે.
સાબરકાંઠા સહિત ગુજરાત તેમજ ભારતના કેટલાય રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી બેંક પાર્ટી પ્લોટ તેમજ રિસોર્ટમાં મહિલાઓ સહિતનો ઉપયોગ કરી ચીલ ઝડપ અને તફળંચીની કેટલીય ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જોકે તાજેતરમાં ખેડબ્રહ્માની એસબીઆઇ બેન્કમાં અજાણી મહિલા દ્વારા બે લાખથી વધારે ની રકમની ચીલ ઝડપ થતા ખેડબ્રહ્મા સહીત સાબરકાંઠા જિલ્લા પોલીસ છે. આ મામલે સર્વિલન્સ સહિત બાદમીદારોને એલર્ટ કર્યા હતા.
જોકે પોલીસની તપાસના ધમધમાટ વચ્ચે અમદાવાદ થી અંબાજી તરફ ખાનગી વાહનમાં જતા ચાર ઈસમોની વાતમી ખેડબ્રહ્મા પોલીસને મળી હતી. ત્યારે ખેડબ્રહ્મા પોલીસે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન ચાર ઈસમોને ખાનગી વાહન તરફ જતા શંકાસ્પદ હિલચાલના પગલે પોલીસે કોર્ડન કરી તમામને ઝડપી ગુજરાત સહિત દિલ્હી હરિયાણા મહારાષ્ટ્ર કર્ણાટક તેમજ તેલંગાણા જેવા રાજ્યોમાં તરખાટ મચાવનારી ગેંગના ચાર આરોપીઓ ઝડપી લેવામાં ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી હતી.
જોકે મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના ચાર આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ સહિત અન્ય સર્વેન્સ કામે લગાડતા આ મામલે દેશ કક્ષાની ગેંગનો પડદાફાશ થયો હતો. તેમ જ ખેડબ્રહ્મા પોલીસે આ મામલે 6 મહિલાઓ સહિત 11 આરોપીઓને ઝડપી લેવામાં સફળ બની હતી. રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે તો ત્રણ મહિલાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર દેશમાં તરખાટ મચાવનારી આ ગેંગની મોડસ ઓપરેન્ડી અન્ય ગેંગો કરતા અલગ છે આ તમામ ચીલ ઝડપ તેમજ ઉઠાંતરી કરનારી ગેંગ માં મહિલા તેમજ સાત થી આઠ વર્ષના બાળકો ને ખાસ સાથે રાખવામાં આવે છે સાથોસાથ તમામ ગેંગના લોકો કોઈ ચોક્કસ એક સ્થળે કેમ્પ રાખી દસ પંદર દિવસ રોકાણ કરી ચોરી કરે છે સાથોસાથ મેગા સીટી તેમજ ભીડભર વિસ્તારમાં નજર ચૂકવી ને ઉઠાંતરી કરવામાં માહિર છે.
જોકે મોટાભાગના આરોપીઓ મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના પીપળીયા સોડા તાલુકાના કડિયા સાસી ગામના વતની છે આ તમામ આરોપીઓ મોટા શહેરો સહિત અલગ અલગ રાજ્યોમાં ચોરી કરી નાની મોટી ગેંગ બનાવી ગુનાને અંજામ આપે છે સાથોસાથ 10-15 દિવસ જે તે શહેરમાં રહી આસપાસના 100 થી 200 કિલોમીટરના વિસ્તારમાં ચોરીને અંજામ આપે છે.
જોકે આરોપીઓ ચોરાયેલ સોના ચાંદીના દાગીના રોકડ પૈસા લઈ પોતાના વતનમાં પરત ફરે છે તેમજ ફરીથી માત્ર ચોરીના અંજામથી જ દેશના વિવિધ રાજ્યોમાં ગેંગ થકી ચોરી લૂંટફાટ ચીલ ઝડપ તેમજ છેતરપિંડી કરે છે જેમાં શર્ટ ઉપર ગંદુ નાખવું, બેંકની ભીડભડમાંથી બેગમાંથી પૈસા ફેરવી લેવા જાહેર જગ્યા ઉપર ઉઠાનતરી કરી લેવી જેમાં મહિલાઓ સહિત ટાબરીયાઓને કામે લગાડી છેતરપિંડી તેમજ ચોરીના ગુનાને અંજામ આપે છે.
જોકે હાલમાં માત્ર પાંચ રાજ્યોના પાંચ ગુનાઓ ઉકેલાયા છે ત્યારે આગામી સમયમાં ૧૧ આરોપીઓ પૈકી સમગ્ર દેશભરનું નેટવર્ક ખુલવા સહિત લાખો રૂપિયાની છેતરપિંડી તફળંચી અને ચીલ ઝડપ ના ગુનાઓ ઉકેલાય તો નવાઈ નહીં.
પકડાયેલા આરોપી
- ૧. રીમાબેન વાઓ કરમસીંગ ઇન્દરસીંગ સિસોદિયા, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૨. રોમાબેન વાઓ વિરેન્દ્રસીંગ દર્શનસીંગ સિસોદિયા, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૩. વંશીકાબેન ઉર્ફે કાલુ ડોઓ વિનોદસીંગ ઘનશ્યામસીંગ સિસોદિયા, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૪. નીતુબેન ડોઓ જીતેન્દ્રસીંગ કનૈયાલાલ સિસોદિયા, ધંધો, રહે. ગુલખેડી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૫. શીતલબેન ડોઓ જોની કનૈયાલાલ સિસોદિયા, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૬. રીંકીબેન ડોઓ અજબસીંગ સિસોદિયા, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૭. ગૌતમભાઈ મોડસીંગ છાયલ, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૮. દિલીપસીંગ માનસીંગ સિસોદિયા, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૯. અમિતસીંગ તખતસીંગ સિસોદિયા, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૧૦. મોનુંસીંગ નરપતસીંગ સિસોદિયા, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૧૧. કુલજીતસીંગ પરબતસીંગ સિસોદિયા, રહે. ગુલખેદી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
પકડવાના આરોપી બાકી
- ૧. સબ્બુ વાઓ ચેતનસીંગ સિસોદિયા, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૨. સલમા વાઓ સૂરજસીંગ સિસોદિયા, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
- ૩. રીના વાઓ પ્રકાશસીંગ સિસોદિયા, રહે. કડીયા સાંસી, તા. પચોર, જી. રાજગઢ, મધ્યપ્રદેશ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે