આ દિવસે સુરતમાં તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી! 112 બ્રિજ પર રહેશે સન્નાટો
સુરતમાં અંદાજિત 112 બ્રિજ આવ્યા છે. ત્યારે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને સુરતમાં તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી છે. સાંભળીને ઝાટકો લાગ્યો હશે પરંતુ આ હકીકત છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
Trending Photos
સુરત: ઉતરાયણ પર્વને લઈ લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યારે ઉત્તરાયણની મઝા કોઈના માટે સજા પણ બની જાય છે. આ સંદર્ભે સુરતમાં ગંભીર પ્રકારની ઇજાઓથી બચવા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
તમને જણાવી દઈએ કે સુરતમાં અંદાજિત 112 બ્રિજ આવ્યા છે. ત્યારે ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને સુરતમાં તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હિલરને નો-એન્ટ્રી છે. સાંભળીને ઝાટકો લાગ્યો હશે પરંતુ આ હકીકત છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર વાહનચાલકોની અવરજવર પર પ્રતિબંધ થતા બ્રિજ નજીક પોલીસકર્મી અને TRB જવાન તૈનાત કરાશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતમાં બ્રિજ ઉપર અનેક લોકો પતંગની દોરીના કારણે ઈજાગ્રસ્ત કે મોતને ભેટ્યા હોય એવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. સુરતમાં તમામ બ્રિજ નજીક પોલીસ કર્મી અને TRB જવાન ઉભા રેહશે. તથા પતંગના ધારદાર દોરાને ધ્યાનમાં રાખી જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ વાહન ચાલકોને થતી ગંભીર પ્રકારની ઇજાઓથી બચાવવા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં લોકોની સલામતી તેમજ સુરક્ષાના ભાગરૂપે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું કરુણા અભિયાન આવનારી 20 જાન્યુઆરી સુધી સુરત શહેર અને જિલ્લામાં શરૂ કરી દેવામાં આવ્યું છે. પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન થકી વિશેષ સેન્ટર વન વિભાગ દ્વારા શરૂ કરાયું છે. આમ માટે વન વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના થકી ઘાયલ પક્ષીઓ વિશે વધુને વધુ લોકો જાણકારી આપે તેવો અનુરોધ પણ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે