UP Polls 2022: યોગી આદિત્યનાથનો યુપીમાં 325થી વધુ બેઠકો જીતવાનો દાવો, કહ્યું- 2022માં 2017 કરતા પણ સારી જીત થશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરીથી જીતનો ભરોસો વ્યક્ત કર્યો છે.
Trending Photos
Uttar Pradesh Assembly Election 2022: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરીથી જીતનો ભરોસો વ્યક્ત કર્યો છે. ઝી ન્યૂઝના સ્પેશિયલ શો DNA માં સુધીર ચૌધરીએ આગામી વિધાનસભા ચૂંટણી સહિત રાજ્યના અનેક મુદ્દાઓ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી. આ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એકવાર ફરીથી યુપીમાં સરકાર બનાવશે. તેમણે કહ્યું કે યુપીમાં ભાજપને 325થી વધુ બેઠકો મળશે. 2022માં અમારી જીત 2017 કરતા પણ સારી હશે. યોગી આદિત્યનાથે કહ્યું કે જીત વિશે કોઈ કન્ફ્યૂઝન ન તો મને છે કે ન તો ભાજપને. તેમણે કહ્યું કે 2014માં યુપીના પ્રભારી હોવાના નાતે અમિત શાહજીએ યુપીની રણનીતિ બનાવી હતી જેનાથી ભાજપને સફળતા મળી. યુપીની જનતા સાથે પીએમ અને ગૃહમંત્રીજીનો સંવાદ સતત બનેલો છે અને આગળ પણ રહેશે.
હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કર્યું
પોતાની જીત પ્રત્યે ભરોસો જતાવતા યોગી આદિત્યનાથે કહ્યું કે હું ઉત્તર પ્રદેશમાં જ મારો આગામી જન્મદિવસ ઉજવીશ. અખિલેશ ચૂંટણી બાદ ક્યાં હશે તેનો નિર્ણય જનતા કરશે. માર્ચ 2022 બાદ આ લોકો ક્યાં રહશે તે હું જાણું છું. તેમણે કહ્યું કે આ પાંચ વર્ષોમાં અમે જે કામ કર્યું તેનું પરિણામ અમને મળશે. 1947થી લઈને 2017 સુધી યુપીમાં કુલ 12 મેડિકલ કોલેજ હતી. આજે યુપીના 59 જિલ્લામાં મેડિકલ કોલેજ છે. અમે હેલ્થ ઈન્ફ્રા મજબૂત કર્યું છે. આજે યુપીના દરેક જિલ્લામાં ICU છે.
લોક કલ્યાણકારી યોજનાઓનો બધાને મળી રહ્યો છે લાભ
યોગી આદિત્યનાથે કહ્યું કે યુપી 2017 અગાઉ કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓમાં પાછળ હતું. જો કે 2017 બાદ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી યોજનાઓમાં યુપી નંબર વન કે નંબર 2 પર રહ્યું છે. તેમણે કહ્યું કે આજે યુપીમાં 6 એક્સપ્રેસ વે બની રહ્યા છે. બુંદેલખંડ એક્સપ્રેસ વેના મુખ્ય માર્ગને અમે ડિસેમ્બરના અંત સુધીમાં ટ્રાફિક માટે ખોલીશું. બલિયા લિંક એક્સપ્રેસ વે પર કામ ચાલુ છે.
#UPYogiOnZee #DNA : 'हमें ना आने की ख़ुशी होती है और ना ही जाने की ख़ुशी होती है, लेकिन हम 2022 में जीतेंगे'#UPYogiOnZee पर ट्वीट कीजिए@myogiadityanath @sudhirchaudhary
यहां देखें LIVE - https://t.co/e3nPhCPHQb pic.twitter.com/KtjdWMr97A
— Zee News (@ZeeNews) December 22, 2021
દરેક જિલ્લામાં અપાઈ રહી છે વીજળી
2017 પહેલા વીજળી આપવામાં ભેદભાવ થતો હતો. પરંતુ હવે યુપીમાં તમામ 75 જિલ્લામાં સમાન વીજળી અપાઈ રહી છે. 2017 પહેલા યુપીમાં શું સ્થિતિ હતી અને 2017 બાદ શું સ્થિતિ ઊભરી છે તે બધાની સામે છે. 2017 પહેલા પીએમ આવાસ યોજનાને લઈને તત્કાલીન સરકારને કોઈ રસ નહતો. 2017 બાદ અમે 43 લાખ ગરીબોને એક એક ઘર ઉપલબ્ધ કરાવી ચૂક્યા છીએ. ગ્રામીણ ક્ષેત્રમાં દરેક ગામમાં એક એક સામુદાયિક શૌચાલય બનાવેલું છે.
યુપીનું કોરોના મેનેજમેન્ટ ખુબ સારું રહ્યું
યોગી આદિત્યનાથે કહ્યું કે યુપીનું કોરોના મેનેજમેન્ટ દેશમાં ખુબ સારું રહ્યું. WHO અને નીતિ આયોગે પણ તેને વખાણ્યું. યોગીએ કહ્યું કે પીએમ મોદીનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે.
જુઓ Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે