અમદાવાદમાં 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રારંભ, એકથી એક ચડિયાતા છે આકર્ષણો

અમદાવાદમાં આજથી 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ 7થી 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવ્યો છે. આ પતંગ મહોત્સવમાં 43 દેશોના 153 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. 

અમદાવાદમાં 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રારંભ, એકથી એક ચડિયાતા છે આકર્ષણો

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad)માં આજથી 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (Kite festival)નો પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ 7થી 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવ્યો છે. આ પતંગ મહોત્સવમાં 43 દેશોના 153 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટમાં યોજાનારા પતંગ મહોત્સવનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા છે. આ વખતે 43 દેશોના 153 પતંગબાજો અને ગુજરાત સહિત 12 રાજ્યોના 115 પતંગબાજો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. 

પતંગ મહોત્સવના ઉદ્ઘાટન સમયે સોલા ભાગવત વિધાપીઠના 200 ઋષિ કુમારો સૂર્યવંદના કરી છે અને અમદાવાદ કોર્પોરેશન સંચાલિત શળાના 1500 વિદ્યાર્થીઓ સુર્ય નમસ્કાર કરી રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો છે. 14 જાન્યુઆરી સુધી યોજાનારા પતંગ મહોત્સવમાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

આ વર્ષે વાતાવરણમાં ભારે પલટાને કારણે પતંગરસિયાઓની ઉત્તરાયણ બગડે એવા એેંધાણ છે. હવામાનની આ વિશેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. તેમણે જણાવ્યું કે, ઉતરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા છે. 14મી જાન્યુઆરીએ વાદળો રહેશે તો પવન પણ મધ્યમ રહેશે. આ કારણે પતંગરસિકો નિરાશ થશે. જોકે 15મી જાન્યુઆરીએ પવન સારો રહેશે. હવામાન શાસ્ત્રીએ જણાવ્યું કે, 12 અને 13 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડશે. કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 12 અને 13 તારીખે વરસાદની આગાહી છે. વરસાદને કારણે ઉતરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદ પતંગરસિયાઓની મજા બગાડે તેવી શક્યતા છે. ઉતરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. ઉત્તર-પશ્ચિમી પવન 14 અને 15 જાન્યુઆરીના રોજ હશે. 9, 10, 11, 12 અને 13 જાન્યુઆરીએ ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડતા ઠંડી વધશે. 

પતંગોત્સવના પ્રારંભમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના વકતવ્યમાં લોકોને જાતિના ભેદભાવથી દૂર રહીને સાથે રહીને સંયુક્ત રીતે એકતાપૂર્વક આ તહેવારની ઉજવણી કરવા અપીલ કરી છે. પોતાના વક્તવ્યમાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું છે કે વિરોધીઓને કોઈ મુદ્દો ન મળતો હોવાના કારણે તેઓ તહેવારની ઉજવણીને તાયફા ગણાવીને ખોટો વિરોધ કરે છે. પતંગમહોત્સવ જેવી ઉજવણીને પ્રોત્સાહન આપવાના કારણે જ રાજ્યના પતંગ ઉદ્યોગમાં અનેકગણો વિકાસ થયો છે. 

જુઓ લાઇવ અપડેટ્સ...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું ભાષણ

સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યો માહોલ

અલગઅલગ પ્રકારની પતંગ સાથે પતંગબાજો

મોટી સંખ્યામાં લોકોએ આપી હાજરી

બાળકોમાં જોવા મળ્યો ઉત્સાહ

 

દીપ પ્રાગટ્ય કરીને રાજ્યપાલ દેવવ્રત દ્વારા ખુલ્લો મુકાયો પતંગ મહોત્સવ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news