શું તમે જાણો છો 3 દિવસમાં આટલો બધો વધી ગયો સોનાનો ભાવ, રેકોર્ડ તોડ કિંમત

ખાડી દેશમાં ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતમાં સોનાની કિંમતો પર જોવા મળી રહી છે. ગત ત્રણ દિવસમાં કિંમતોએ સોનાને સામાન્ય નાગરિકની પહોંચથી દૂર કરી દીધા છે. ખાડી દેશોમાં તણાવ પેદા થયા બાદ ભારતના વાયદા બજારમાં સતત ત્રણ દિવસમાં સોનાના ભાવમાં 1,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુનો ઉછાળો આવ્યો જ્યારે હાજર બજારમાં પીળી ધાતું 41,000 રૂપિયાથી વધુ થઇ ગઇ છે. 

શું તમે જાણો છો 3 દિવસમાં આટલો બધો વધી ગયો સોનાનો ભાવ, રેકોર્ડ તોડ કિંમત

નવી દિલ્હી: ખાડી દેશમાં ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતમાં સોનાની કિંમતો પર જોવા મળી રહી છે. ગત ત્રણ દિવસમાં કિંમતોએ સોનાને સામાન્ય નાગરિકની પહોંચથી દૂર કરી દીધા છે. ખાડી દેશોમાં તણાવ પેદા થયા બાદ ભારતના વાયદા બજારમાં સતત ત્રણ દિવસમાં સોનાના ભાવમાં 1,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુનો ઉછાળો આવ્યો જ્યારે હાજર બજારમાં પીળી ધાતું 41,000 રૂપિયાથી વધુ થઇ ગઇ છે. 

કાસિમ સુલેમાનીના મોત બાદ દરરોજ સોનાના ભાવમાં ભારે ઉછાળો
ત્રણ જાન્યુઆરીએ સવારે અમેરિકી હુમલામાં સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ સોનાની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્રણ જાન્યુઆરીના રોજ પહેલીવાર પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 850 રૂપિયા વધીને 39,950 થઇ. તેના બીજા દિવસે જ કિંમત 400 રૂપિયા અને વધીને 40,350 થઇ ગઇ. બંને દેશોના તણાવના લીધે પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 41,000 રૂપિયા થઇ ગઇ. 

ગત અઠવાડિયે લગભગ 39,000 પ્રતિ દસ ગ્રામથી શરૂઆત થઇ હતી. ગત શુક્રવારે પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમત ઐતિહાસિક વધારા સાથે 40,000 રૂપિયાના આંકડાને પાર થઇ ગઇ હતી. પરંતુ સોમવારે તેની ગતિ યથાવત છે. આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કોમેક્સ પર સોનાના ફેબ્રુઆરી કરારમાં સોમવારે 26.85 ડોલર એટલે કે 1.73 ટકાની તેજી સાથે 1,579.25 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર ચાલી રહ્યો હતો. 

હજુ વધુ શકે છે સોનાના ભાવ
આંતરરાષ્ટ્રીય વાયદા બજાર કોમેક્સ પર સોનાના ફેબ્રુઆરી કરારમાં સોમવારે 11.35 ડોલર એટલે કે 0.73 ટકાની તેજી સાથે 1,563.75 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો હતો જ્યારે કારોબાર દરમિયાન સોનાના ભાવ કોમેક્સ પર 1,588.65 ડોલર પ્રતિ ઔંસ સુધી ઉછળ્યો જોકે ત્રણ સપ્ટેમ્બર 2013 બાદનું સૌથી ઉંચુ સ્તર છે, જ્યારે સોનું 1,592 ડોલર પ્રતિ ઔંસ પર બંધ હતું. અમેરિકા અને ઇરાન વચ્ચે ટકરાવથી ખાડી ક્ષેત્રમાં પેદા થયેલા સૈન્ય તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ઇરાક પર પ્રતિબંધ લગાવવાની ચેતાવણી આપતાં ખાડી ક્ષેત્રનું સંકટ વધતું જાય છે, જેથી અનિશ્વિતતાની સ્થિતિ સર્જાઇ છે. જોકે સુરક્ષિત રોકાણ પ્રત્યે રોકાણકારોનું વલણ વધી રહ્યું છે. એટલા માટે ધાતુઓના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news