GSEB Class 10th Result Live: જાહેર થયું ધો. 10નું પરિણામ, વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો

GSEB Class 10th Result Live Updates: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 નું સવારે 8 વાગતા પહેલા જ આવી ગયુ છે.... પરિણામ જોવા માટે gseb.org વેબસાઇટ પર આ રિઝલ્ટ જોઈ શકશો.

GSEB Class 10th Result Live: જાહેર થયું ધો. 10નું પરિણામ, વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો
LIVE Blog

Gujarat Board 10th Result 2023: ગુજરાત બોર્ડ 10માનું પરિણામ આજે  25 મે 2023ના રોજ જાહેર થઈ ગયું છે. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકશે. ગુજરાત બોર્ડે 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. વિદ્યાર્થીઓને વોટ્સએપ નંબર પર પરિણામ મળી રહ્યું છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 14 થી 28 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. પરિણામ જાહેર થયા પછી, તમે નીચે આપેલા સ્ટેપથી માર્કશીટ તપાસી શકશો.

GSEB SSC HSC Result આ રીતે કરો ચેક

  • સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2023 અથવા GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

GSEB ધોરણ 10 તથા 12માં પાસિંગ માર્ક્સ
જીએસઈબી બોર્ડ એસએસસી, એચએસસી 2023ની યોજનાઓ અનુસાર વિદ્યાર્થીઓએ પાસ થવા માટે દરેક વિષયોમાં ઓછામાં ઓછો ગ્રેડ ડી પ્રાપ્ત કરવો પડશે. વિષયોમાં ગ્રેડ ઈ1 કે ગ્રેડ ઈ2 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જીએસઈબી પૂરક પરીક્ષાના માધ્યમથી અંક સુધારવાની તક મળશે.

GSEB  10 અને 12ના બોર્ડ રિઝલ્ટ માર્કિંગ સ્કીમ
જીએસઈબી 2023 માર્કિંગ સ્કીમ ગુજરાત બોર્ડ અનુસાર એ1 ગ્રેડ પ્રાપ્ત કરવા માટે 90 ટકાથી વધુ અંક પ્રાપ્ત કરવા પડશે, એ ગ્રેડ પ્રાપ્ત કરવા માટે 80 અને 90 ટકા માર્ક્સ વચ્ચે. જ્યારે 70થી 80 ટકા સુધી અંક મેળવનાર વિદ્યાર્થીઓને બી ગ્રેડ મળે છે. સૌથી નિચલો ગ્રેડ-ડી, 40 કે તેનાથી ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

WhatsApp પર ગુજરાત બોર્ડનું Gujarat Board Result
ગુજરાત બોર્ડ વિદ્યાર્થીઓને WhatsApp પર માર્કશીટ ચેક કરવાનો વિકલ્પ આપે છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર તેમનો સીટ નંબર મોકલીને પણ તેમનું પરિણામ મેળવી શકે છે. વધુ વિગતો માટે, તમે સૂચના જોઈ શકો છો. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, 10મીની પરીક્ષા પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવાના રહેશે. જે વિદ્યાર્થીઓ એક કે બે ગુણથી પાછળ છે તેમના માટે કમ્પાર્ટમેન્ટનો વિકલ્પ છે.

વર્ષ 2022 માં, GSEB SSC 10માનું પરિણામ 6 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. જીએસઈબી એસએસસી 10મા પરિણામની સાથે બોર્ડના અધિકારીઓ દ્વારા સંસ્કૃત 1 લી પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી 65.18 ટકા રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

25 May 2023
13:19 PM

ભુજમાં ધોરણ 10 માં ધાર્યું પરિણામ ન આવતા વિધાર્થી નો આપઘાત... ભુજના રાવલ વાડી માં રહેતા વિદ્યાર્થીનો ગળા ફાંસો ખાઇ આપઘાત... ધો 10 માં પોતાનું ધાર્યું પરિણામ ના આવતા વિધાર્થી ને લાગી આવ્યું... એણે પોતાની જિંદગી ટૂંકાવી નાખતા દુઃખ ની લાગણી ફેલાઇ... ધુઆ પરિવાર નો પુત્ર એ આપઘાત કરી લેતા અરેરાટી

13:19 PM

કહેવત છે તે અથાક પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી... આ કહેવતને સાર્થક કરી બતાવી છે વડોદરાના ધૃપતસિંહ પરમારે... ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર થયું અને ધૃપતસિંહ પરમાર નામના વિદ્યાર્થીના ઘરે ખુશીનું વાતાવરણ છવાઈ ગયું... અને કેમ ન હોય... કેમ કે ગોત્રી રોડ પર યશ કોમ્પ્લેક્ષમાં રહેતા ધૃપતસિંહે પરીક્ષામાં 88 ટકા અને 98.23 પર્સેન્ટાઈલ મેળવ્યા છે... ધૃપતસિંહની સિદ્ધિ એટલા માટે પણ મહત્વની છે... કેમ કે તેમણે વહેલીસવારે 3 વાગે ઉઠીને યુ-ટ્યુબ પરથી સાયન્સ અને ગણિતની તૈયારી કરી... સમય બચાવવા માટે ટ્યુશન ક્લાસ પણ ગયો નહીં... દિવસની 5-6 કલાકની મહેનત રંગ લાવી અને મધ્ય વર્ગમાંથી આવતા ધૃપતસિંહે ગણિતમાં 97 અને સાયન્સમાં 98 ટકા મેળવ્યા... પિતા છેલ્લાં 20 વર્ષથી જ્યોતિષનું કામ કરે છે... પરંતુ ધૃપતસિંહને આઈઆઈટી એન્જિનિયર બનવું છે.... અત્યારે વિદ્યાર્થીઓ ટ્યુશન વિના ભણી શકતા નથી... તેમના માટે ધૃપતસિંહ પરમાર સૌથી મોટું ઉદાહરણ છે... કેમ કે મન હોય તો માળવે જવાય તે કહેવત તેમણે સાર્થક કરી બતાવી છે...

08:24 AM

સુરતમાં ધોરણ 10 ના પરિણામના ટેન્શનમાં વિદ્યાર્થીનો આપઘાત.. ભેસ્તાન શિવ નગરમાં રહેતી 16 વર્ષીય નૂપુર નામની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત... વિદ્યાર્થીનીને ધોરણ 10 માં નાપાસ થવાની ભીતિ હતી... ધોરણ 10 નું પરિણામ આવે તે પહેલા જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો... આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ... પાંડેસરા પોલીસ ઘટનાએ સ્થળે દોડી આવી...વિદ્યાર્થીના મૃતદેહ ન પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી

08:11 AM
  • ધોરણ 10 પરીક્ષાર્થીઓનું પરિણામ 64.62 ટકા જાહેર કરવામા આવ્યું.
  • પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, 
  • જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા
  • સૌથી વધુ બનાસકાંઠા ના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ 
  • સૌથી ઓછું નર્મદા ના ઉતાવળી કેન્દ્ર નું 11.94 ટકા પરિણામ
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા.
  • સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા.
  • 30 ટકા કરતા ઓછુ પરિણામ વાળી શાળા 1084
  • ગુજરાતી વિષયમાં 16 ટકા વિધાર્થીઓ નાપાસ થયા.
  • જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. 
  • તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
  • જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે.
  • આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
  • જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે.
08:08 AM

08:08 AM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોરણ 10 ના વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી. તેઓએ વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી. તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરએ પણ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી. 
 

08:07 AM

ગત વર્ષ કરતાં અડધો ટકા ઓછું
સૌથી વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર - કુંભારિયા બનાસકાંઠા 95.92 ટકા
સૌથી ઓછું પરિણામ ધરાવતુ કેન્દ્ર - ઉતાવળી, નર્મદા જિલ્લો 11.94 ટકા
વધુ પરિણામ ધરાવતો જિલ્લો - સુરત 76.45 ટકા
ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો - દાહોદ 40.75 ટકા
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ - 272
30 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળા - 1084
0 ટકા પરિણામ ધરાવતી શાળા - 157
711 ગેરરીરીતિના કેસ નોંધાયા
A1 6111 વિદ્યાર્થી

07:52 AM

આજે ધોરણ 10નું પરિણામ જાહેર... વોટ્સઅપ પર પરિણામ જોય શકાય છે... સુરતમાં આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી... આશાદીપ વિદ્યાલયના એ વન ગ્રેડના સૌથી વધુ વિદ્યાર્થીઓ... સારુ પરિણામ આવતા ગરબાના તાલે વિદ્યાર્થીઓ ઝૂમયા... 45 થી વધુ વિદ્યાર્થીઓના એ વન ગ્રેડ, બે વિદ્યાર્થીઓના 97 ટકા આવ્યા

07:46 AM

ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયું છે. ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ પર જાહેર પરિણામ જાહેર થયુ છે. WWW.GSEB.ORG પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. અથવા WhatsApp ના માધ્યમથી પરિણામ જાણી શકાશે. આ માટે 6357300972 નંબર પર વ્હોટ્સએપથી પર પરિણામ જોઈ શકાશે. 9.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. 
 

Trending news