'અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાથી થઈ, હનુમાનજીએ ભાજપ પર પોતાની ગદા ફેરવી'

Lok Sabha Election Results 2024: ઇન્ડિયા એલાયન્સમાં આખો દેશ રીફલેક્ટ થાય છે. ઇન્ડિયા ગઠબંધનને એ નિકાળી ઇન્ડી ગઠબંધન તરીકે મોદી સંબોધન કરતા હતા. એનડીએના ગઠબંધન માંથી એ નિકાળીને ઉચ્ચારણ કરીએ તો એનડી એટલે નરેન્દ્ર દામોદારદાસ એલાયન્સ.

'અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાથી થઈ, હનુમાનજીએ ભાજપ પર પોતાની ગદા ફેરવી'

Lok Sabha Election Results 2024: ગુજરાતની 26 બેઠકો પર ક્લિનસ્વીપ કરવાનું ભાજપનું સપનું અધૂરું રહ્યું છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. જ્યારે બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે. આ સાથે લોકસભામાં 2014 બાદ કોંગ્રેસનું ગુજરાતમાં ખાતું ખૂલી ગયું છે. ગેનીબેન ઠાકોરે કોંગ્રેસને જીતનો સ્વાદ ચખાડતા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા હતા.

ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગોહિલે કહ્યું કે એક્ઝીટ પોલને એક્ઝિટ પોલ આવ્યા હોય એમ ભાજપ વર્તતું હતું. ભાજપને પૂર્ણ બહુમતનો મેન્ડેટ મતદાતાઓએ આપ્યો નથી. તેમણે ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે પોતાના સાથીઓને બરબાદ કરવાનું કામ ભાજપે કર્યું. અકાલીદળ, નીતિશબાબુ, ચંદ્રાબાબુ નાયડુ સામે ભાજપ નેતાઓ અનાબ સનાબ બોલ્યા અને અયોગ્ય વ્યવહાર કર્યો. મારો પોતાનો મત એવો છે કે NDAના સાથી પક્ષો ભાજપ સાથે નહીં જોડાય. મેં અકેલા સબ પે ભારી ના નારા લગાવતા હતા, હવે જાવો અને એકલા સરકાર બનાવો. પ્રધાનમંત્રી ઇન્ડિયા ગઠબંધનની મજાક ઉડાવતા હતા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 4, 2024

તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા એલાયન્સમાં આખો દેશ રીફલેક્ટ થાય છે. ઇન્ડિયા ગઠબંધનને એ નિકાળી ઇન્ડી ગઠબંધન તરીકે મોદી સંબોધન કરતા હતા. એનડીએના ગઠબંધન માંથી એ નિકાળીને ઉચ્ચારણ કરીએ તો એનડી એટલે નરેન્દ્ર દામોદારદાસ એલાયન્સ. મે અકેલા સબપર ભારીનો અહંકાર ચલાવ્યો હવે એકલા સરકાર બનાવી બતાવે. બધાને સાથે લેવા પડે આ લોકતંત્ર છે અહંકાર ન ચાલે. 

શક્તિસિંહ ગોહિલે કહ્યું, અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાથી થઇ છે. ભાજપે લોકશાહીને કલંકિત કરી છે. અબકી બાર 400 પારનો અહંકાર ભાજપે દર્શાવ્યો હતો. કોંગ્રેસ પક્ષે લોકોના સમર્થનથી ચૂંટણી લડ્યા. ચૂંટણીમાં કોંગ્રસના 11 ખાતા ફ્રીઝ કરી દીધા હતા. મતદાતાઓએ નક્કી કર્યું કે લોકતંત્રમાં નાગરિકો મહત્વના હોય છે, ખેલમાં સમાન વ્યવસ્થા બંને તરફ હોવી જોઈએ. બનાસની બહેન હવે દેશની બહેન બની છે, બનાસની બહેનનો અવાજ હવે લોકસભામાં ગુંજશે.

આ ઉપરાંત તેમણે કહ્યું, ઉમેદવારોને અભિનંદન કે તેમણે પાંચ લાખનો અભિમાન તોડ્યો. ભાજપ પાસે 10 વર્ષ સુધી એક હથ્થુ શાસન રહ્યું, એમણે સાથીપક્ષો સાથે કરેલો વ્યવહાર યોગ્ય નહોતો. NDAમાં સાથે રહેલા પક્ષો હવે સાથે રહે એવું મને નથી લાગતું. NDAના સાથી પક્ષોને અન્ય ઘટકદળો સાથે જોડવાનો મોકો મળશે તો જોડાઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news