PSI-LRD ની પરીક્ષા પહેલા લાઈમલાઈટમાં આવ્યુ ધોરાજી, અહીં યંગસ્ટર્સને મળી રહી છે ખાસ ટ્રેનિંગ

PSI-LRD ની પરીક્ષા પહેલા લાઈમલાઈટમાં આવ્યુ ધોરાજી, અહીં યંગસ્ટર્સને મળી રહી છે ખાસ ટ્રેનિંગ
  • ધોરાજી નિઃશુલ્ક નોલેજ સોસાયટી દ્વારા પોલીસ ભરતી કેમ્પનું આયોજન કરાયું
  • છેલ્લા વીસ દિવસથી ખાસ ટ્રેનર બોલાવીને યંગસ્ટર્સને તૈયારીઓ કરાવવામાં આવી રહી છે

દિનેશ ચંદ્રવાડિયા/ધોરાજી :રાજ્યમાં આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં પોલીસ કોન્સ્ટેબલ તેમજ પીએસઆઇ (PSI exam) ની લેવામાં આવનાર છે. ત્યારે ફિઝીકલ તેમજ થિયરી ટેસ્ટની તૈયારીઓ રાજ્યભરના ગ્રાઉન્ડ પર ચાલી રહી છે. આવામાં ધોરાજીમાં ખાસ તૈયારીઓ ચાલી રહી છે. અહીં નોલેજ સોસાયટી દ્વારા ફ્રીમાં ફિઝીકલ ટ્રેનિંગ તેમજ થિયરી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ધોરાજી તાલુકા અને શહેર વિસ્તારના યંગસ્ટર્સ માટે જેમણે પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષા માટેના ફોર્મ ભરેલા હોય તેવા યુવકો માટે ધોરાજી-પોરબંદર હાઇવે પર આવેલ ગ્રાઉન્ડ ખાતે ફ્રી ગ્રાઉન્ડ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ થિયરી માટે હોસ્ટેલની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેમાં ધોરાજીના પીએસાઈ ટ્રેનિંગની તૈયારી કરાવી રહ્યા છે. અહીં હાલ 150 જેટલા યંગસ્ટર્સ યુવક યુવતીઓ ટ્રેનિંગ લઈ રહ્યાં છે. 

પ્રેક્ટિસનું રુટિન 
યુવકો તેમજ યુવતીઓનું અલગ અલગ ગ્રૂપને રોજ સવારે 6 થી 10 વાગ્યા સુધી ટ્રેનિગ અપાય છે. તેઓને રનિંગ તેમજ ફિઝિકલ ટેસ્ટ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યાર બાદ 15 મિનિટ રિલેક્સ કરાવીને ફરીથી પ્રેક્ટિસ શરૂ થાય છે. ફિઝીકલ ટેસ્ટ બાદ થિયરી નોલેજ અપાય છે. થિયરી તેમજ અલગ અલગ પ્રકારનું જ્ઞાન તેમજ નોલેજ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.

અહીં તાલીમ લેનાર વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાલીમ લેનાર યુવક યુવતીઓને નિશુલ્ક હોસ્ટેલમાં પણ રહેવાની જમવાની વ્યવસ્થા સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. યંગસ્ટર્સને પ્રેક્ટિસ આપવા માટે ખાસ ટ્રેનરની નિમણૂ્ંક કરવામાં આવી છે. આ વિશે PSI ચંદ્રેશ મકવાણા કહે છે કે, અમે નોલેજ સોસાયટીના નેજા હેઠળ તાલીમ વર્ગોનું આયોજન કર્યું છે, આ તાલીમ વર્ગો એકદમ નિઃશુલ્ક છે. અનુસૂચિત જાતિ સમાજના છોકરા-છોકરીઓ સરકારી નોકરીઓ પાસ કરી, સારી રીતે જીવન જીવી શકે એ હેતુથી અમે આ આયોજન કર્યું છે.

રાજ્યભર (government job) માંથી 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે. જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે. જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.

શારીરિક પરીક્ષા માટેની કેટલીક મહત્વની માહિતી

  • PSI અને LRD બંનેમાં માર્કસ અલગ મળશે
  • દોડના સમયના આધારે ઉમેદવારને માર્કસ મળશે
  • PSIમાં 50માંથી અને LRDમાં 25માંથી ગુણ અપાશે
  • પુરુષ અને મહિલા ઉમેદવારના શારીરિક પરીક્ષાના માપદંડ અલગ હશે
  • શારીરિક માપની પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકશે

આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષા યોજાનાર છે. જેના માટે ધોરાજીમાં ભરતી કેમ્પ યોજી ફ્રીમાં યુવક-યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે. છેલ્લા 20 દિવસથી ધોરાજીમાં નોલેજ સોસાયટી દ્વારા ફ્રીમા ફિઝીકલ ટ્રેનિંગ તેમજ થિયરી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા માટેના ફોર્મ ભરનાર ઉમેદવારોને ધોરાજી-પોરબંદર હાઇવે પર આવેલ ગ્રાઉન્ડમાં તૈયારી કરાવાય છે. સમાજના આગેવાનોની મદદથી હાલ 150 જેલટા યુવક-યુવતીઓ તાલીમ લઈ રહ્યા છે. જેમાં થિયરીની તૈયાર માટે હોસ્ટેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news