PSI અને LRD ભરતી માટે આજે મહત્વનો દિવસ, જાણો કેવી રીતે ડાઉનલોડ કરવો કોલ લેટર

LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે. ત્યારે આ ભરતીને લઈને આજે મહત્વનો દિવસ છે. આજે 26 નવેમ્બરથી કોલ લેટર (lrd call letter) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે. શારીરિક પરિક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો બીજી તરફ, LRDની તૈયારી કરતા ઉમેદવારો સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) એ મુલાકાત કરી હતી. તેઓ સુરતના જહાંગીરપુરા ગ્રાઉન્ડમાં તૈયારી કરતા ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. હાલ ગ્રાઉન્ડ પર ભરતી (lrd bharti news) ની તૈયારી કરતા ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર છે. ત્યારે હર્ષ સંઘવીએ ભરતીના ઉમેદવારો સાથે વાતચીત કરી હતી. 
PSI અને LRD ભરતી માટે આજે મહત્વનો દિવસ, જાણો કેવી રીતે ડાઉનલોડ કરવો કોલ લેટર

અતુલ તિવારી/અમદાવાદ :LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે. ત્યારે આ ભરતીને લઈને આજે મહત્વનો દિવસ છે. આજે 26 નવેમ્બરથી કોલ લેટર (lrd call letter) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે. શારીરિક પરિક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો બીજી તરફ, LRDની તૈયારી કરતા ઉમેદવારો સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) એ મુલાકાત કરી હતી. તેઓ સુરતના જહાંગીરપુરા ગ્રાઉન્ડમાં તૈયારી કરતા ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. હાલ ગ્રાઉન્ડ પર ભરતી (lrd bharti news) ની તૈયારી કરતા ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર છે. ત્યારે હર્ષ સંઘવીએ ભરતીના ઉમેદવારો સાથે વાતચીત કરી હતી. 

કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરશો

  • https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવુ
  • સાઇટ પરથી call letter સેક્શનમાં જઈ અને Select Job નો ઓપ્શન સિલેક્ટ કરવો
  • અરજીનો નંબર તેમજ જન્મ તારીખ નાંખવો
  • તેના બાદ તમારા કોલ લેટરની પ્રિન્ટ કાઢવી

રાજ્યભર (government job) માંથી 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે. જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે. જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.

શારીરિક પરીક્ષા માટેની કેટલીક મહત્વની માહિતી

  • PSI અને LRD બંનેમાં માર્કસ અલગ મળશે
  • દોડના સમયના આધારે ઉમેદવારને માર્કસ મળશે
  • PSIમાં 50માંથી અને LRDમાં 25માંથી ગુણ અપાશે
  • પુરુષ અને મહિલા ઉમેદવારના શારીરિક પરીક્ષાના માપદંડ અલગ હશે
  • શારીરિક માપની પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકશે

આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષા યોજાનાર છે. જેના માટે ધોરાજીમાં ભરતી કેમ્પ યોજી ફ્રીમાં યુવક-યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે. છેલ્લા 20 દિવસથી ધોરાજીમાં નોલેજ સોસાયટી દ્વારા ફ્રીમા ફિઝીકલ ટ્રેનિંગ તેમજ થિયરી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા માટેના ફોર્મ ભરનાર ઉમેદવારોને ધોરાજી-પોરબંદર હાઇવે પર આવેલ ગ્રાઉન્ડમાં તૈયારી કરાવાય છે. સમાજના આગેવાનોની મદદથી હાલ 150 જેલટા યુવક-યુવતીઓ તાલીમ લઈ રહ્યા છે. જેમાં થિયરીની તૈયાર માટે હોસ્ટેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news