રાજકોટવાસીઓ માટે કામના સમાચાર, જાણી લો નહીંતર પસ્તાશો

કોરોનાના પોઝિટિવ કેસ વધતાં રાજકોટના DDOએ લીધો મહત્વનો નિર્ણય લીધો છે જેનું પાલન નહીં થાય તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટવાસીઓ માટે કામના સમાચાર, જાણી લો નહીંતર પસ્તાશો

રાજકોટ : ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ મહામારીને રોકવા માટે રાજ્યમાં લોકડાઉન સહિત આ મહામારી સામેનું જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવા તેને લઇને પણ તંત્ર હવે એકશનમાં જોવા મળી રહ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના ડીડીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સૂચના આપવામાં આવી છે કે જિલ્લામાં કોઇએ પણ માસ્ક પહેર્યાં વગર ન બહાર ન નીકળવું અને જો આ નિયમનો ભંગ કરશે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

DDO એ લીધેલા નિર્ણય મુજબ જિલ્લામાં ધંધાદારી અને ફેરિયાઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા 33 હજાર માસ્ક બનાવવામાં આવ્યા છે. આ સાથે જણાવામાં આવ્યું છે કે નિયમનું પાલન ન કરનાર સામે કાર્યવાહી થશે.

રાજકોટ જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી તંત્ર હવે કડક અમલવારી કરી રહી છે. ગઇકાલે શહેરમાં કોરોનાના એક જ દિવસમાં 7 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અને તંત્ર  હરકતમાં આવી ગયું છે. હવે તંત્ર વધારે સક્રિય બનીને ઘરેઘરે જઈને સેમ્પલ એકઠાં કરી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news