લો બોલો! 60 વર્ષના વૃદ્ધને પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા કરી હત્યા અને પછી આત્મહત્યા, જામનગરની ઘટના

પતિ અને પત્ની વચ્ચે ઘણા સમયથી ગૃહકંકાસ પણ ચાલતો હતો. આ અંગે સિટી સી ડિવીઝન પોલીસને જાણ થતા દોડી આવી હતી. 

લો બોલો! 60 વર્ષના વૃદ્ધને પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા કરી હત્યા અને પછી આત્મહત્યા, જામનગરની ઘટના

જામનગર : જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા મોહનભાઇ બેચરભાઇ રાઠોડ (ઉ.વ.60)એ તેમની પત્ની રામીબેનને દોરી વડે ગળેટૂંપો દઇ હત્યા કરી હતી અને પછી પોતે પણ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પત્ની પર ચારિત્ર્યની શંકા કરી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બંને વચ્ચે ઘણા સમયથી ગૃહકંકાસ પણ ચાલતો હતો. આ અંગે સિટી સી ડિવીઝન પોલીસને જાણ થતા દોડી આવી હતી. 

મોહન રાઠોડના મોટા દીકરા હસમુખે (27 વર્ષ) પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. હસમુખના જણાવ્યા અનુસાર, બુધવારે પિતાએ તેની સાથે મારપીટ કરી હતી જે બાદ તે પોતાની બહેનના ઘરે રહેવા ગયો હતો. શુક્રવારે સવારે હસમુખ ઘરે પરત આવ્યો ત્યારે બારણું અંદરથી બંધ હતું. બાજુના મકાનની ગેલેરીમાંથી કૂદીને હસમુખ અંદર પહોંચ્યો હતો. ઘરની અંદરનું દ્રશ્ય જોઈને હસમુખ હચમચી ગયો હતો. તેના પિતાનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો જ્યારે બીજા રૂમમાં માતા મૃત અવસ્થામાં પડી હતી. આત્મહત્યા કરતા પહેલા મોહન રાઠોડે પોતે જ બંને મોત માટે જવાબદાર હોવાનું દીવાલ પર લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોહન રાઠોડ કંસ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કામ કરતો હતો.

પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. સ્યુસાઇડ નોટમાં પોતાની પત્ની અને બાળકો તેને મારી નાખવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ છે. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા દર્શાવી છે. પોતાના પત્ની અને બે દીકરાના કારણે પગલું ભર્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news