VIDEO ઉનાકાંડના પીડિતો સહિત મોટી સંખ્યાંમાં લોકોએ હિંદુ ધર્મ છોડી બૌદ્ધ અંગીકાર કર્યો
ચર્ચિત ઉનાકાંડના પીડિતોએ આજે ધર્મપરિવર્તન કર્યું છે. હિંદુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. પીડિત પરિવાર સહિત 25થી 30 લોકોએ ધર્મપરિવર્તન કર્યું. આ સાથે જ 300 જેટલા પરિવારોએ ધર્મ પરિવર્તન કરવા માટે ફોર્મ પણ ભર્યા છે. સમઢીયાળા ખાતે બૌદ્ધ ધર્મ અંગીકાર સમારોહમાં અમદાવાદ અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે પણ હાજરી આપી હતી.
Trending Photos
રક્ષિત પંડ્યા, ઉના: ચર્ચિત ઉનાકાંડના પીડિતોએ આજે ધર્મપરિવર્તન કર્યું છે. હિંદુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. પીડિત પરિવાર સહિત 25થી 30 લોકોએ ધર્મપરિવર્તન કર્યું. આ સાથે જ 300 જેટલા પરિવારોએ ધર્મ પરિવર્તન કરવા માટે ફોર્મ પણ ભર્યા છે. સમઢીયાળા ખાતે બૌદ્ધ ધર્મ અંગીકાર સમારોહમાં અમદાવાદ અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે પણ હાજરી આપી હતી.
ઉના દલિતકાંડના પિડિત પરિવારે આજે બૌદ્ધ ધર્મ અંગિકાર કરી લીધો છે. કેરળના બૌદ્ધ ગુરુ પીડિત પરિવારને બૌદ્ધ ધર્મ અંગિકાર કરાવ્યો. પીડિત પરિવાર સહિત 25થી 30 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું. પીડિત પરિવારનો આક્ષેપ છે કે, હજુ સુધી સરકાર તરફથી આપેલા વાયદાઓ પૂર્ણ નથી થયા. તથા આરોપીઓ વિરુદ્ધ યોગ્ય પગલાં પણ નથી લેવાયા.
અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતીં. તેમણે કહ્યું કે સરકાર દ્વારા દલિત સમાજને સાથે રાખીને કાર્ય કરવામાં આવે છે. જો કે તેમણે પીડિતોને અન્યાય થયો હોવા અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે