સરકાર

હાઇકોર્ટની ઝાટકણી બાદ સરકાર જાગી: ખાનગી હોસ્પિટલને 50 ટકા કોરોના માટે અનામત

રાજ્યમાં 20 થી વધારે બેડ હોય તેવી તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને 50 ટકા બેડ કોવિડ સારવાર માટે ફાળવવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવરાર અંગે ગુજરાત સરકાર દ્વારા ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ  ગુજરાત સરકારની બુદ્ધી ઠેકાણે આવી છે. સરકારે તમામ ખાનગી હોસ્પિટલ માટે આદેશ કરીને આગોતરૂ આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું છે.

May 28, 2020, 11:51 PM IST

રાજ્યમાં કોરોના 15 હજારને પાર, સરકાર પ્રેસ નોટનાં નામે પ્રશસ્તિ કરતું ફરફરીયું પકડાવ્યું

  રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત પ્રમાણેની પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કુલ 367 નવા કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15572 થઇ ચુકી છે. જ્યારે 454 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. જેને લઇને 8001 કુલ સ્વસ્થ દર્દીઓને ડિસ્ચાર્જ પણ થઇ ચુક્યા છે. જો કે બીજી તરફ 22 દર્દીઓનાં મોત પણ નિપજ્યાં છે. જેના પગલે રાજ્યનો કુલ મૃત્યુ આંક 960ને પાર પહોંચ્યો છે. 

May 28, 2020, 08:53 PM IST

રાજ્ય સરકારનો વિજબિલ અંગે મહત્વનો નિર્ણય, ગ્રાહકોને થશે 310 કરોડનો ફાયદો

વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યનિટ 16 પૈસાનો ઘટાડો:  ગ્રાહકોને અંદાજે ૩૧૦ કરોડની રાહત થશે

May 5, 2020, 04:20 PM IST

સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ, બનાસકાંઠાના ખેડૂતોએ ન કરાવી નોંધણી

રાજ્યના ખેડૂતોને તેમના પાકનો પોષણસમ ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખેડૂતોનો પાક ખરીદતા હોય છે. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે આજથી ઘઉંની ખરીદી 388 રૂપિયા મણના ભાવે સમગ્ર ગુજરાતમાં શરૂ કરાઇ છે. જોકે બનાસકાંઠામાં હજુ સુધી એકપણ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી નથી અને ખરીદ કેન્દ્રો ઉપર ઘઉં વેચવાના બદલે ખેડૂતો માર્કેટયાર્ડની પેઢીઓ ઉપર પોતાના ઘઉં વેચી રહ્યા છે.

Apr 27, 2020, 07:30 PM IST

Lockdown વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપ્યો મોટો આદેશ, સામાન્ય લોકોને થશે ફાયદો 

કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક શબ્દોમાં કાગળ લખ્યો છે.

Apr 13, 2020, 01:27 PM IST

લોકડાઉન પછી હટ્યો પહેલો પ્રતિબંધ, સાગરખેડુ ભાઈઓને દરિયામાં જવાની મળી છુટ

ગુજરાતમાં નવા 54 કેસ નોંધાયા કુલ આંકડો 432 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 228 પર પહોંચ્યો છે.

Apr 11, 2020, 02:32 PM IST

ZEE IMPACT: વડોદરામાં મધ્ય પ્રદેશના શ્રમજીવી પરિવારની મદદે આવ્યું તંત્ર

મધ્ય પ્રદેશના 120 જેટલા પરિવારો પાદરામાં અટવાયા હતા. પરિવારોને કોઈ સુવિધા કે વતન જવા માટે કોઇ વ્યવસ્થા ન કરતા તમામ પરિવારોને પાદરા બસ ડેપો ખાતે રોકાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ઝી 224 કલાકે સમગ્ર અહેવાલ દર્શાવતા તંત્ર શ્રમિકોની વહારે આવ્યું હતું

Mar 27, 2020, 09:53 PM IST

ખેડૂતો માટે સારા સમાચાર: સરકાર ખાતામાં નાખશે આટલા રૂપિયા, આગામી મહિનાથી થશે શરૂઆત

કોરોના વાયરસ  (Corona Virus)ના લીધે દેશમાં લોકડાઉન વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે આર્થિક જાહેરાત કરે છે કે લોકડાઉન બાદ ખેડૂતોને આર્થિક આપશે. સરકારે કહ્યું કે ખેડૂતોને એપ્રિલ મહિનાથી આ મદદ મળી શકે છે. 

Mar 26, 2020, 03:25 PM IST

Coronavirus સામે લડવા મોદી સરકાર તમારા બેંકના ખાતામાં આપશે પૈસા? થઈ રહ્યું છે જબરદસ્ત પ્લાનિંગ

કોરોના વાયરસના વધતા કેસ પર નિયંત્રણ લગાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનના કારણે દેશની અર્થ વ્યવસ્થા પર માઠી અસર પડવાની છે.

Mar 26, 2020, 07:27 AM IST
Private_travel_companies_going_to_states_outside_Surat_collect_twice_the_amount_of_money_the_custome PT2M43S

સરકાર દ્વારા આંશિક બંધી જાહેર કરાયા બાદ લોકોની વતન જવા માટે પડાપડી...

સરકાર દ્વારા આંશિક બંધી જાહેર કરાયા બાદ લોકોની વતન જવા માટે પડાપડી. ટ્રાવેલ્સ સંચાલકોએ બમણાથી પણ વધારે ભાવની વસુલાત ચાલુ કરી.

Mar 22, 2020, 12:50 AM IST
Biometric_closures_will_be_ordered_at_the_cheap_grain_shop. PT2M50S

સસ્તા અનાજની દુકાનોમાં બાયોમેટ્રિક બંધ કરવાની માંગ...

સસ્તા અનાજની દુકાનોમાં બાયોમેટ્રિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે સરકાર ઝડપથી નિર્ણય લે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.

Mar 19, 2020, 08:15 PM IST
Siddhi_Vinayam_Temple_closed_after_Corona_effect_16032020. PT49S

ગણપતીદાદાને પણ થયો કોરોના? સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન બંધ...

ગણપતીદાદાને પણ થયો કોરોના? સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે. સરકારની અપીલ બાદ ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શન બંધ કર્યા છે.

Mar 16, 2020, 07:25 PM IST
If_the_price_of_petrol_goes_down,_the_government_has_increased_excise_duty PT6M15S

ક્રૂડ ઓઇલનો ભાવ ઘટ્યો ત્યાં સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી દેતા ઠેરના ઠેર...

ક્રૂડ ઓઇલનો ભાવ ઘટ્યો ત્યાં સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી દેતા ઠેરના ઠેર...

Mar 14, 2020, 08:25 PM IST

સરકારે દળી દળીને ઘંટીમાં ભર્યું? વીમા કંપનીઓને કરોડો ચુકવ્યા, ખેડૂતોને મળ્યો ઠેંગો

પાક વીમાની સરકારની યોજના બુમરેંગ સાબિત થઇ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વીમાની રકમ પેટે વીમા કંપનીઓને કરોડો રૂપિયાના ચુકવણા કરી દેવામાં આવ્યા છે. જો કે વીમા કંપનીઓ હવે ખેડૂતોને વળતર આપવા મુદ્દે ઠાગાઠૈયા કરી રહી છે. ત્યારે વીધાનસભામાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા હતા. ઇફ્કો ટોકિયો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને કેન્દ્ર અને રાજ્ય સરકારે કુલ મળીને 76 કરોડ 73 લાખ 97 હજાર 526 રૂપિયા પ્રીમિયમ સહાય પેટે ચુકવ્યા છે. જેની સામે કંપનીએ ખેડૂતોને 14 કરોડ 56 લાખ 72 હજાર 363 રૂપિયા પણ દાવા પેટે ચુકવ્યા હતા.

Mar 4, 2020, 07:10 PM IST
Banaskantha_Troubles_farmers_in_breaking_canal PT3M9S

બનાસકાંઠા: જીવાદોરી સમાન કેનાલ ભ્રષ્ટાચારનાં કારણે ખેડૂતોની ભક્ષક બની ?

બનાસકાંઠા: જીવાદોરી સમાન કેનાલ ભ્રષ્ટાચારનાં કારણે ખેડૂતોની ભક્ષક બની હોય તેવું લાગી રહ્યું છે. જી હાં આ કેનાલમાં જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે મોટેભાગે પાણી છોડાતું નથી. જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલમાં ગાબડા પડે છે અને પાણી ખેતરમાં ફરી વળતા થાય છે નુકસાન

Mar 1, 2020, 07:45 PM IST
Government Calculates Donald Trump Visit Ahmedabad Costs PT3M45S

ડોનાલ્ડ ટ્રંપના પ્રવાસના ખર્ચનો સરકારે આપ્યો હિસાબ

અમેરિકાના પ્રમુખ ડોલાન્ડ ટ્રંપના ગુજરાત પ્રવાસના ખર્ચ ઉપર પ્રથમવાર મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરી. અમેરિકાના પ્રમુખના ગુજરાત સ્વાગતમાં રાજ્ય સરકારે 8 કરોડ રૂપિયાની મંજૂરી કરી હતી. જ્યારે અમદાવાદ કોર્પોરેશન તરફથી સાડા ચાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.

Feb 28, 2020, 06:10 PM IST

કપાસમાં કૌભાંડ ! સાબરકાંઠામાં મહારાષ્ટ્રથી સસ્તું કપાસ લાવી મોંઘા ભાવે સરકારને ચિપકાવાય છે?

જિલ્લાની સહકારી જીનમાં કપાસ વેચવા આવેલ ખેડૂતોએ સહકારી જીનમાં ભ્રષ્ટાચાર અને સ્થાનિક ખેડૂતોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો અને ખરીદી અટકાવી હતી. મહારાષ્ટ્રમાંથી કપાસ લાવી વેચાતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. સહકારી કોટન જીનમાં કપાસ ભરેલી મહારાષ્ટ્રની ગાડી જીનના કંપાઉન્ડમાં ઉભી હોવાને લઇ ખેડૂતોએ હોબાળો કર્યો હતો.

Feb 27, 2020, 08:01 PM IST
Government Lifts Ban On Onion Exports PT3M21S

ખેડૂતોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય, ડૂંગળી નિકાસ કરવાની આપી છૂટ

થોડા સમય અગાઉ દેશની પ્રજાને રડાવતી ડુંગળી હવે તેના ઉત્પાદકો ને રડાવી રહી છે. ૧૨૦૦ રૂ. મણ વેચાતી ડુંગળી હાલ ૩૦૦ થી ૪૦૦ રૂ.મણ વેચાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાત ના પગલે ડુંગળીના ભાવો માં થયેલો ઘટાડો હાલ ખેડૂતો માટે અસહ્ય બની રહ્યો છે અને આવનારા સમયમાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ફરી તેને રડાવે તેવી સ્થિતિ સર્જાય શકે છે.

Feb 27, 2020, 04:30 PM IST
Congress Ready To Surround Government In Budget Session PT2M18S

અમદાવાદ: બજેટ સત્રમાં સરકારને ઘેરવા કોંગ્રેસ તૈયાર

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષની આજે બેઠક મળશે. સર્કીટ હાઉસ ખાતે બેઠક મળશે. વિધાનસભા બજેટ સત્રમાં સરકારને ઘેરવા રણનિતિ નક્કી કરવામાં આવશે. 1 ઓગસ્ટ 2018નો ઠરાવ મુખ્ય મુદ્દો રહેવાની શક્યતા છે. ઠરાવ મુદ્દે કોંગ્રેસ આક્રમક વલણ અપનાવશે. ખેડૂતો બે રોજગારી અને પાક વિમો વગેરે મુદ્દે પણ કોંગ્રેસ સરકારને ઘેરશે. બજેટ સત્રમાં કોંગ્રેસ આક્રમક વલણ અપનાવશે.

Feb 25, 2020, 06:50 PM IST
High Court Demands Response From The Government On LRD Recruitment PT3M35S

LRD ભરતી અંગે હાઇકોર્ટે સરકાર પાસે માગ્યો જવાબ

બિન અનામત વર્ગની 254 મહિલા ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી અરજી મામલે રાજ્ય સરકાર પાસે નિમણુંક પત્રની માંગણીને લઈને પિટિશન કરવામાં આવી હતી. 1578 પૈકીની 254 યુવતીઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે. પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણુંક પત્ર આપવામાં આવે એવી અરજીમાં રજુઆત કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. સરકારે જવાબ રજૂ કરવા સમય માંગ્યો છે. વધુ સુનાવણી 11મી માર્ચે હાથ ધરાશે.

Feb 19, 2020, 05:15 PM IST