GUJARAT માં બેંકના કારણે ગયેલા કરોડો રૂપિયા મોદી સરકારે પરત કર્યા
Trending Photos
સુરત : કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશની ઉપસ્થિતિમાં ઈચ્છાનાથ સ્થિત ઈન્સ્ટીટયુટ ઓફ એન્જિનીયર્સ ખાતે ફડચામાં ગયેલી કપોળ કો-ઓપરેટિવ બેંકના ૧૭૧ ગ્રાહકોને 'ડિપોઝીટર્સ ફર્સ્ટ' કાર્યક્રમ અંતર્ગત DICGC ક્લેઈમના રૂ.૧.૬૦ કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યાં હતાં. સુરતના પાંચ ગ્રાહકોને નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ચેક વિતરણ કરાયા હતાં. જ્યારે પાંચ ગ્રાહકોને સુરતના ઈચ્છાનાથ ખાતેથી રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ચેક અર્પણ કરાયા હતાં.
'ડિપોઝીટર્સ ફર્સ્ટ: ગેરન્ટીડ ટાઈમબાઉન્ડ ડિપોઝીટ ઈન્સ્યુરન્સ પેમેન્ટ અપ ટુ ૫ લાખ' કાર્યક્રમમાં કેન્દ્રિય રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, દેશની સમૃદ્ધિમાં બેંકોનું મહત્વ મૂલ્યવાન છે. જેથી બેંક અને ગ્રાહકો વચ્ચેના સંબંધો સુમેળભર્યા હોવા જરૂરી છે. બેંકોને બચાવવા માટે બેંક ખાતેદારોના જમા નાણા સુરક્ષિત રહે તે ખુબ જરૂરી છે. એટલે જ બેંક ખાતેદારોની નાણાકીય સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
ઉપરાંત, ગ્રાહકોના ગ્રાહકો બેંકખાતામાં પોતાના નાણા જમા રાખશે તો જ જરૂરિયાતમંદ નાગરિકો, ઉદ્યોગોને લોન મળી શકશે. 'ડિપોઝીટર્સ ફર્સ્ટ' કાર્યકમ હેઠળ ફડચામાં ગયેલી કપોળ કો-ઓપરેટિવ બેંકના ૧૭૧ ગ્રાહકોને પોતાની મૂડીના રૂ.૧.૬૦ કરોડ પરત મળ્યા છે, જે સરાહનાને પાત્ર છે એમ તેમણે ઉમેર્યું હતું. જે ગ્રાહકોને ક્લેઈમ મંજુર થયા હતાં તેમને ખુશી વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે