શું તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે? તો ભૂલથી પણ ન કરશો આ કામ બાકી થઈ જશો કંગાળ

Tulsi Plant Vastu: તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીના છોડની જાળવણી અને પૂજા સંબંધી નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી છે, નહીં તો માતા લક્ષ્મીની નારાજગી તમને ગરીબ બનાવી શકે છે.

શું તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે? તો ભૂલથી પણ ન કરશો આ કામ બાકી થઈ જશો કંગાળ

Tulsi Vastu Tips for Money: હિન્દુ ધર્મમાં તુલસીને ધનની દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. બીજી તરફ ભગવાન વિષ્ણુની પૂજા તુલસી વિના અધૂરી છે. તુલસીનો છોડ મોટાભાગના ઘરોમાં હોય છે કારણ કે તુલસીના છોડના ઘણા ફાયદા છે. જે જગ્યાએ તુલસીનો છોડ હોય છે, ત્યાં હંમેશા સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિ રહે છે. જો તુલસીના છોડને યોગ્ય સ્થાન પર રાખવામાં આવે છે, નિયમો અનુસાર દરરોજ તેની પૂજા કરવામાં આવે છે, તેમજ કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવામાં આવે છે, તો દેવી લક્ષ્મી હંમેશા ત્યાં નિવાસ કરે છે. આવા ઘરમાં ક્યારેય ધન, સુખ અને સમૃદ્ધિની કમી નથી રહેતી. બીજી બાજુ, તુલસીના છોડના કિસ્સામાં કરવામાં આવેલી કેટલીક ભૂલો ખૂબ ભારે પણ પડી શકે છે.. 

તુલસીના છોડને લઈને કઈ ભૂલો ન કરવી જોઈએ

- તુલસીનો છોડ ઘરમાં ઉત્તર, ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. ધ્યાન રાખો કે ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો. આમ કરવાથી ઘરમાં અશાંતિ રહે છે, ધનની હાનિ થાય છે.

- રવિવાર અને એકાદશીના દિવસે ક્યારેય તુલસીના છોડને પાણી ન આપવું અને તુલસીના પાન તોડવા નહીં. વાસ્તવમાં તુલસીજી દર રવિવારે અને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ કરે છે. આવી સ્થિતિમાં તુલસીને જળ ચઢાવવાથી અથવા તુલસીના પાન તોડવાથી રવિવારે એકાદશીનું વ્રત તૂટી જાય છે. આનાથી તેઓ ગુસ્સે થાય છે, જેનાથી અનેક પ્રકારના નુકસાન થાય છે.

- તુલસીના પાનને ક્યારેય નખ વડે તોડશો નહીં, પરંતુ તમારી આંગળીઓના ટેરવે ખૂબ જ આરામથી તોડો. તુલસીના પાનને હંમેશા એવી રીતે તોડવા જોઈએ કે છોડને નુકસાન ન થાય.

- તુલસીના છોડને નહાયા વગર કે ગંદા હાથે ક્યારેય સ્પર્શ ન કરો. ચપ્પલ પહેરીને તુલસીને હાથ ન લગાડવો નહીં તો દેવી લક્ષ્મીની નારાજગી તમને ગરીબ બનાવી શકે છે.

- તુલસીના છોડની પાસે હંમેશા સ્વચ્છતા રાખો. તેની આસપાસ ક્યારેય સાવરણી, ડસ્ટબીન, ગંદકી કે અપવિત્ર વસ્તુઓ ન રાખો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી સર્વદળીય બેઠક
યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી

Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news