મસ્કટમાં વડાપ્રધાન મોદી જે મંદિરમાં ગયા, તેનું છે ગુજરાત કનેક્શન

 મસ્કટમાં વડાપ્રધાન મોદી જે મંદિરમાં ગયા, તેનું છે ગુજરાત કનેક્શન

ઓમાનઃ અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિરની આધારશિલા રાખ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓમાનની રાજધાની મસ્કટમાં શિવ મંદિરે પહોંચ્યા હતા. આ મંદિરને મોતિશ્વર શિવ મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર આશરે 109 વર્ષ જુનુ છે અને સીબ એરપોર્ટથી 35 કિમી દૂર સુલ્તાન મહેલની પાસે છે. જુના મસ્કટના માતરાહ વિસ્તારમાં આ મંદિર આવેલું છે. આ મંદિરને ખાડી ક્ષેત્રના સૌથી જુના મંદિરમાં ગણવામાં આવે છે. 1999માં આ મંદિરની પુનઃસ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ કચ્છ સાથે સંબંધ રાખનારા ભાટીયા સમુદાયના લોકોએ કરાવ્યું હતું. આ સમુદાયના લોકો 1507માં મસ્કટમાં આવીને વસ્યા હતા. આ સમુદાયનો અહીં દબદબો છે કે ભારતીય ઉપમહાદ્વિપની બહાર ગુજરાતી વ્યાપારી મસ્કટને પોતાનું બીજુ ઘર માને છે. તેનું પરિણામ છે કે 16મી સદીમાં મસ્કટમાં હિંદુ મંદિર અને ધાર્મિક કેન્દ્રોની સ્થાપના થઈ. 

ઐતિહાસિક દસ્તાવેજોથી ખ્યાલ આવે છે કે 19મી સદીની શરૂઆતમાં ગુજરાતી વ્યાપારીઓને એટલે દબદબો હતો કે તેમણે ઓમાનના તત્કાલિન સુલ્તાન સૈયદ સૈદને પોતાની રાજધાની જંજીબારમાં શિફ્ટ કરાવવા માટે સહમત કરાવી લીધા હતા. 

મસ્કટ રેગિસ્તાની વિસ્તાર છે પરંતુ આ શિવ મંદિર પરિસરમાં કુવો છે જેમાં વર્ષ ભર પાણી રહે છે. મહાશિવરાત્રિ દરમિયાન આશરે 20 હજાર હિંદુ અહીં દર્શન અને પૂજા કરવા માટે આવે છે. આ મંદિર પરિસરમાં શ્રી આદી મોતિશ્વર મહાદેવ મંદિર, શ્રી મોતિશ્વર મહાદેવ મંદિર અને શ્રી હનુમાનજી મંદિર પણ છે. શિવરાત્રિ સિવાય અહીં વસંત પંચમી, રાનવમી, હનુમાન જયંતિ, ગણેશ ચોથ જેવા પવિત્ર કહેવારો મનાવવા માટે હિંદુ સમુદાય એકઠો થાય છે. 

 

અબુધાબીમાં બનશે પ્રથમ હિંદુ મંદિર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)ના અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ટેમ્પલ પ્રોજેક્ટ, પ્રથમ હિન્દુ મંદિરનો શિલાન્યાસ થયો. પીએમ મોદીએ દુબઈથી અબુધાબીના આ મંદિરનો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિલાન્યાસ કર્યો. અહીં ભારતીય મૂળના ત્રીસ લાખથી વધુ લોકો રહે છે. મંદિર સમિતિના સભ્યોએ મંદિર સંબંધિત સાહિત્ય મોદી જ્યારે શનિવારે રાતે ત્યાં પહોંચ્યા ત્યારે આપી. વડાપ્રધાન મોદી યુએઈની 2015ની યાત્રા બાદ બીજીવાર અહીં આવ્યાં છે. શિલાન્યાસ બાદ પીએમ મોદીએ ઓપેરા કોમ્યુનિટી સેન્ટરમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યાં. આ અગાઉ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટ્વિટ કરીને કહ્યું કે દુબઈ-અબુધાબી રાજમાર્ગ પર બનનારું આ મંદિર અબુધાબીનું પહેલું પથ્થરથી નિર્મિત મંદિર હશે. યુએઈમાં ભારતના રાજદૂત નવદીપ સિંહ સૂરીએ કહ્યું કે અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર 55000 વર્ગ મીટર જમીન પર બનશે.

વર્ષ 2020માં પૂરું થશે મંદિરનું નિર્માણ કાર્ય
યુએઈમાં ભારતના રાજદૂત નવદીપ સિંહ સૂરીએ કહ્યું કે અબુધાબીમાં બનનારા આ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2020માં પૂરું થશે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના પ્રવક્તાએ જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં પથ્થરોથી બનનારું આ પહેલું હિન્દુ મંદિર હશે. ટ્રસ્ટના એક સભ્યે ખાલીજ ટાઈમ્સને જણાવ્યું કે દિલ્હીમાં બનેલા બીએપીએસ મંદિર અને ન્યૂજર્સીમાં બની રહેલા મંદિરની પ્રતિકૃતિ હશે. 

શું હશે મંદિરની ખાસિયતો?
એક રિપોર્ટ મુજબ આ મંદિરમાં ભગવાન કૃષ્ણ, ભગવાન શંકર, ભગવાન અયપ્પા સહિત અનેક ભગવાનોની મૂર્તિ સ્થાપવામાં આવશે. આ સાથે જ મંદિર પરિસરમાં એક ખુબસુરત બગીચો અને મનને મોહનારું વોટર ફ્રન્ટ હશે. આ મંદિર પરિસરમાં પર્યટક કેન્દ્ર, પ્રાર્થના સભા માટે સ્થાન, પ્રદર્શની અને બાળકોના રમવાની જગ્યા, સંબંધિત વિષયો સંલગ્ન બગીચા, વોટર ફ્રન્ટ, ફૂડ કોર્ટ, પુસ્તકો અને ભેટની દુકાન હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news