અમે જાણી લીધી નરેશ પટેલની ‘મન કી બાત’, Exclusive ઈન્ટરવ્યૂમાં વ્યક્ત થયો તેમનો રાજકારણનો પ્રેમ
Exclusive Interview Wih Naresh Patel : ZEE 24 કલાકના શીર્ષસંવાદ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યુ કે, 2022 પછી જો કોઈ એવુ વાવાઝોડું આવે અને મને જવાની ઈચ્છા થશે તો રાજકારણમાં જઈશ...
Trending Photos
અમદાવાદ :નરેશ પટેલે કેમ રાજનીતિમાં જોડાવવાનો નિર્ણય રાખ્યો મોકૂફ? હાલ નરેશ પટેલની ચારેતરફથી આ એક જ સવાલ પૂછાઈ રહ્યો છે. છ મહિનાથી તૈયારીઓ પડતી મૂકીને આખરે એવુ તો શુ થયુ કે નરેશ પટેલે રાજકારણમાં આવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો. ત્યારે ZEE 24 કલાકના પ્લેટફોર્મ પર નરેશ પટેલે તેનો જવાબ આપ્યો. ZEE 24 કલાક ચેનલના શીર્ષ સંવાદ કાર્યક્રમમાં એડિટર દિક્ષીત સોની સાથે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ પટેલે ખાસ વાતચીત કરી. આ ખાસ વાતચીતમાં તેઓ હજી પણ રાજકારણમાં આવવાની ખેવના ધરાવે છે તેવુ જોવા મળ્યું.
રાજકારણની એન્ટ્રી મોકૂફ રાખ્યુ તેનુ અર્થઘટન કેવી રીતે કરવું...
ગઈકાલે ખોડલધામમાં અગત્યની મીટિંગ બોલાવાઈ હતી. આખા ગુજરાતના કન્વીનર અને એક સાથે ત્રણ ટ્રસ્ટના લોકો હાજર રહ્યા હતા. વડીલોએ એવી ઈચ્છા દર્શાવી કે સમાજ સાથે જોડાયેલા રહો અને રાજનીતિમાં ન જોડાવો. હુ યુવાનોને સૌથી વધુ મહત્વ આપુ છું. રાજનીતિમાં જવા કરતા ખોડલધામના નેજા હેઠળ સ્પર્ધાત્મક ક્લાસમાં સર્વસમાજના યુવાનોને લાભ અપાવીશ.
નરેશ પટેલે કેમ રાજનીતિમાં જોડાવવાનો નિર્ણય રાખ્યો મોકૂફ?
ZEE 24 કલાકના પ્લેટફોર્મ પર નરેશ પટેલે તેનો જવાબ આપ્યો... @DixitGujarat
#NareshPatel #ZEE24Kalak #Gujarat pic.twitter.com/FRfY6uSqp6
— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2022
શું દબાણની રાજનીતિ કારણ હતું?
દબાણની રાજનીતિ મારા સુધી પહોંચી નથી અને પહોંચશે પણ નહિ. પરંતુ સમાજના યુવકો ઈચ્છતા હતા કે સમાજ માટે કામ કરો. સમાજમાં રહીને ગુજરાતના લોકોની સેવા કરો. તેથી નિર્ણયને માન આપ્યું.
મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોવો જોઈએ, તેનુ અર્થઘટન
એવુ મેં ક્યારેય કહ્યુ નથી. પણ પાટીદાર હોય તો પાટીદારોને ગમે. પોતાના સમાજનો મુખ્યમંત્રી બને તેવુ કોઈને પણ ગમે. લોકોનુ કલ્યાણ કરે તેવો મુખ્યમંત્રી હોવો જોઈએ. પાટીદાર સમાજ માટે મુખ્ય હોદ્દો મુખ્યમંત્રીનો કહેવાય, તે સીએમ પદ છે. હાલ સીએમ પાટીદાર સમાજના હોય એ સારી વાત છે. પરંતુ અન્ય કોઈ પણ સમાજનો મુખ્યમંત્રી હોય, જે લોકોની સેવા માટે તત્પર હોય તેવા મુખ્યમંત્રી આવે તો તેમાં પણ પાટીદાર સમાજ ખુશ થશે.
શું નરેશ પટેલના મતે મુખ્યમંત્રી પાટીદાર સમાજના હોવા જોઈએ? આ અંગે નરેશ પટેલે ZEE 24 કલાક પર કર્યો ખુલાસો@DixitGujarat
— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2022
રાજકારણ કે સમાજકારણમાં માનો છો...?
આમ તો પહેલા દિવસથી જ સમાજકારણમાં માનુ છું. કોરોનાકાળમાં વાંચન કરવાથી મને એવુ થયુ હતું કે રાજકારણમાં જવાથી લોકોની વધુ સેવા કરી શકીશ. પણ સમાજની ઈચ્છા નથી તો અહી જ રહીને કામ કરીશ.
તમે કઈ વિચારધારામાં માનો છો...?
નરેશ પટેલ સમાજમાં વહેંચાયેલી વ્યક્તિ છે. સમાજમાં દરેક વિચારધારામા લોકો છે. નેતૃત્વ કરો તો મારી વિચારધારા અંદર મૂકી દેવી પડે છે. તેથી તે મોટી વાત છે મારા માટે. મારી વિચારધારાને કોરાણે મૂકીને નહિ, પણ બધાની સાથે રહીને કામ કરવુ પડે છે. સમાજનો આગેવાન બનીને રહીશ તો બધાની સાથે રહીને કામ કરીશ.
નરેશ પટેલ કઈ કઈ વિચારધારામાં માનેે છે? જાણો ZEE 24 કલાક પર સચોટ જવાબ...@DixitGujarat
— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2022
સેક્યુલરીઝમ કે હિન્દુવાદી વિચારધારામાં માનો છો...
હુ પહેલેથી સેક્યુલરીઝમમાં માનુ છું. પરંતુમાં આમાં મારો ઝુકાવ કોંગ્રેસ તરફ છે તેવુ ન કહી શકાય.
2022 માં ભાજપને એન્ટી-ઈન્કમબન્સી નડશે?
ગમે ત્યા જાઓ લાંબુ શાસન હોય તો એન્ટી-ઈન્કમબન્સી આવતી જ હોય છે. હું કહુ કે ન કહુ એ મત નથી. હવે એ કયા મુદ્દા છે અને ભાજપને શુ નડે છે તે તો નથી વિચાર્યું
દીકરા માટે શું નિર્ણય કરશો
હુ નથી ઈચ્છતો કે મારો દીકરો શિવરાજ રાજકારણમાં આવે. રાજકારણમાં આવવા તેની ઉમર હજીનાની છે, તેને બહુ જ જોવાનુ બાકી છે. અમે તો બધુ જોઈ લીધું છે, તેથી અમારા આવવાની વાત અલગ થાય.
નરેશ પટેલે દીકરા શિવરાજના રાજકારણમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન..જુઓ Video @DixitGujarat
— Zee 24 Kalak (@Zee24Kalak) June 17, 2022
2022 માં કોની સત્તા...
હુ પોલિટિકલ એનાલિસ્ટ નથી. એના માટે કોઈ પણ કોમેન્ટ કરવી હાલ બહુ જ વહેલુ કહેવાય. મારી પાસે તેનો કોઈ જવાબ નથી.
કઈ પાર્ટી માટે પ્રચાર કરશો
હાલ આ વિશે કંઈ નથી કહેવું...
રાજકારણમાં હાલ નહિ તો ક્યારે...
સમય અને સંજોગ કોણે જોયો છે. 2022 પછી કોઈ એવુ વાવાઝોડું આવશે અને મને જવુ પડે તેવુ લાગશે કે જવુ પડે તો વાત અલગ છે. હાલ મોકૂફ છે. હાલ રિટાયર્ડ ઉંમરમાં છે, તેથી હવે તો નહિ જ જવું. હાલ મને રાજકારણમાં નહિ જવાનો કોઈ રંજ નથી. ખોડલધામની શરૂઆત અનેક પ્રકલ્પોથી થઈ છે. હેલ્થ, એજ્યુકેશન મુખ્ય છે. સર્વસમાજને ઉપયોગી થાય તેવો પ્રોજેક્ટ અમે લઈને આવ્યા છે. તેનો વિકાસ થાય તેવો મારો હેતુ છે.
સીધો સવાલ...
2022 ની ચૂંટણીમાં ભાજપનુ સપનુ 182 સીટનુ સપનુ સાકાર કરવામાં મદદ કરશો? જોકે, તેમણે આ સવાલનો જવાબ આપવાનુ ટાળ્યુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે