નર્મદા ડેમની સપાટી 124.08 મીટરે પહોંચી, દર કલાકે 2 સેમીનો વધારો

ઉપરવાસમાંથી 58751 ક્યુસેક પાણીની આવક, ડેમનું CHPH પાવર હાઉસનું એક યુનિટ ચાલુ

નર્મદા ડેમની સપાટી 124.08 મીટરે પહોંચી, દર કલાકે 2 સેમીનો વધારો

રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી ગણાતા એવા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ  ઉપરવાસમાંથી 58751 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેના કારણે ડેમની સપાટી 124.08 મીટરે પહોંચી છે. ડેમ 75 ટકા ભરાઇ ગયો હોવાથા રાજ્યના માથેથી એક વર્ષનું પાણીનું સંકટ દૂર થઈ ગયું છે.

નર્મદાના કેચમેન્ટ એરિયામાં સારો એવો વરસાદ પડ્યો હોવાના કારણે પાણીની આવક સતત ચાલુ છે. ડેમમાં દર બે કલાકે 58751 ક્યુસેક પાણી ઠલવાતું હોવાને કારણે દર કલાકે તેની સપાટીમાં 2 સેન્ટિમીટરનો વધારો થઈ રહ્યો છે. 

હાલ ડેમનું CHPH પાવર હાઉસનું એક યુનિટ ચાલુ છે. ગુજરાતની મેઇન કેનાલમાં 7840 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. ડેમમાં બુધવારે 1849.80 MCM પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. 

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓછો વરસાદ પડવાને કારણે નર્મદા ડેમનું પાણી વપરાઈ જતાં સરકારને રાજ્યમાં પીવાના પાણી માટે ડેડ સ્ટોક વાપરવાની ફરજ પડી હતી. હાલ, જે પ્રમાણે નર્મદા ડેમમાં પાણીની આવક ચાલું છે એ જોતાં આગામી વર્ષે સરકારને ડેડ સ્ટોક વાપરવો નહીં પડે એવી સ્થિતી સર્જાઈ છે. ખેડૂતોને પણ સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે એવી સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news