આજે માતૃભાષા દિવસ : દક્ષિણ-પશ્ચિમ રાજ્યોમાં માતૃભાષા બચાવવા જે પ્રયાસો થાય છે તે ગુજરાતમાં થતા નથી

World Mother Language Day: ભારતમાં 1652 જેટલી ભાષાઓ બોલાય છે અને હાલમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ-અલગ છે. અને દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.
 

આજે માતૃભાષા દિવસ : દક્ષિણ-પશ્ચિમ રાજ્યોમાં માતૃભાષા બચાવવા જે પ્રયાસો થાય છે તે ગુજરાતમાં થતા નથી

World Mother Language Day: આજે 21 ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. વિશ્વમાં ભાષા, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા તેમજ લોકોને પોતાની માતૃભાષા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી માતૃભાષા દિવસ જાહેર કરાયો છે. આજે આપણી ગુજરાતી ભાષાનો મહિમા કરવાનો દિવસ છે. આપણી માતૃભાષાની વાત કરીએ તો ગુજરાતી ભાષાનો ઇતિહાસ ઘણો જૂનો છે. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે ગૂર્જરાત અને ક્રમશ: એમાંથી ગુજરાત થયું છે. અને ગુજરાતની ભાષા એટલે ગુજરાતી. જે મુળ સંસ્કૃત, પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, પશ્ચિમી રાજસ્થાની, પ્રાચીન ગુજરાતી અને આધુનિક ગુજરાતી એ રીતે વિકાસ પામી છે. 

ભારતમાં 1652 જેટલી ભાષાઓ બોલાય છે અને હાલમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ-અલગ છે. અને દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. તો, યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી, અરબી, પંજાબી, મેંડારિન, હિન્દી અને સ્પેનિશ છે.

ગુજરાતી ભાષાના પાંચ પગથિયાં છે. આપણી માતૃભાષા ગુજરાતી મૂળ સંસ્કૃતમાંથી આવી છે. એ યાત્રાના પ્રારંભે સર્વપ્રથમ પ્રાકૃત ભાષા જન્મી. તેમાંથી અપ્રભંશ ભાષા જન્મી. એમાંથી પ્રાચીન ગુજરાતી ભાષા જન્મી. ત્યાર પછી જૂની ગુજરાતીનો આવિર્ભાવ થયો અને તે પછી આજની ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી. નોંધપાત્ર વાત એ છે કે યુનાઈટેડ નેશન દ્વારા મૃતપાય થઈ રહેલી ભાષાની યાદીમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ થયો છે. ગાંધીજી કહેતા કે માતૃભાષા છોડવી એ અપરાધ છે.

ગુજરાતી ભાષાને નીચેના ત્રણ ઐતિહાસિક તબક્કાઓમાં વહેંચવામાં આવે છે.
જૂની ગુજરાતી (ઈ.સ. 1100-1500)
મધ્યકાળની ગુજરાતી (ઈ.સ.1500-1800)
આધુનિક ગુજરાતી (ઈ.સ.1800-અત્યારે)

ગુજરાતી ભાષાની સારી બાબતો જણાવો ?
ગુજરાતી ભાષાની એક અત્યંત સારી અને અલગ બાબત છે : શબ્દોની સંયમિત પસંદગી ..

ગુજરાતી ભાષાનાં ઉદભવ પહેલા ગુજરાતી લોકો કઈ ભાષા બોલતા હતા?
આજની મોડર્ન ગુજરાતી middle ગુજરાતી માંથી (ઇસ 1500 થી 1800) અને તે જૂની ગુજરાતી (ઈસ 1100 થી 1500) માંથી અને તે શૌરસેની પ્રાકૃત ની ગુર્જર અપભ્રંશ શાખા માંથી ઉતરી આવી છે. શૌરસેની પ્રાકૃત વળી સંસ્કૃત માંથી બની છે. એ ઇસ 3જી થી દસમી સદી દરમ્યાન UP ના બ્રજ પાસે આવેલા શૂરસેન રાજ્યમાં બોલાતી હતી. આ જ ભાષા બોલનારા ગુજરાત આવ્યા ત્યારે તેનું ગુર્જર અપભ્રંશ થયું. એટલે કહી શકાય કે ગુજરાતમાં પહેલી સહસ્ત્રાબ્દી માં શૌરસેની પ્રાકૃત નું ગુર્જર અપભ્રંશ બોલતું હશે. તે અગાઉ દ્વારકા માં શ્રીકૃષ્ણ ના કાળમાં (ઇપૂ 1000) અને ત્યાર પછી હજારેક વર્ષ સંસ્કૃત બોલાતી હોય એ સ્વાભાવિક છે.

ગંગા કિનારેથી આવેલા વાત્સાયન પોતાની રચના કામસૂત્ર માં ભરૂચ ની આજુ બાજુના લાટ પ્રદેશ, ત્યાંના લોકો અને રિવાજો નો વિસ્તાર થી ઉલ્લેખ કરે છે. આનાથી સાબિત થાય છે કે અહીં ઇસ પહેલી સદી દરમ્યાન જ એક distinct/અલાયદું કલ્ચર વિકસિત થઈ ગયું હતું જે ના વિશે જણાવવાની વાત્સાયન ને જરૂર લાગી. આ કલ્ચર ગુજરાતી કલ્ચર નું આદિ કલ્ચર ગણી શકાય.

આનાથી અગાઉ મૌર્ય કાળ (ઈપુ ત્રીજી સદીની આસપાસ) માં અહીં જરૂર સંસ્કૃત બોલાતી પરંતુ ઈપુ 150 આવતા આવતા જૂનાગઢ ના શિલાલેખ માં સંસ્કૃત વ્યાકરણ ના નિયમો તોડવાની શરૂઆત થઈ ચૂકી હતી. જૂનાગઢ ના શિલાલેખ જોકે શુદ્ધ સંસ્કૃત માં જ છે પરંતુ જે રીતે સંધિ-વિસર્ગ ના નિયમો નું ઉલ્લંધન થયું છે એ જોતાં પ્રાકૃત ની શરૂઆત થઈ ગઈ એમ ગણી શકાય.

આથી પણ અગાઉ સિંધુખીણ ની સંસ્કૃતિ ના સમયમાં અહીં કઈ ભાષા બોલાતી, એનું સ્વરૂપ કેવું હતું એ વિશે હાલ જાણકારી ઉપલબ્ધ નથી.

વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષામાં ગુજરાતી ક્યાં સ્થાને?
- ચાઇનીઝ (મેન્ડેરીન) એ વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષા છે જેની સંખ્યા 1.3 અબજ છે.
- અંગ્રેજી જે ત્રીજા નંબરે છે, કદાચ વિશ્વની સાર્વત્રિક ભાષા હોઈ શકે, પરંતુ જ્યારે મૂળ ભાષા બોલવાની વાત આવે છે, ત્યારે ફક્ત 937 મિલિયન લોકો તેમની પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી હોય છે, જ્યારે મોટાભાગના યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઇટેડ કિંગડમના હોય છે. જો તમે આ વાંચી રહ્યાં છો, તો તમે સંભવત વિશ્વના ઘણા લોકોમાંથી એક છો, જેમણે અંગ્રેજીને બીજી ભાષા તરીકે શીખ્યું છે.
- જ્યારે હિન્દી (ચોથા નંબરે) એ મૂળ ભાષા બોલવાની વાત આવે છે ત્યારે તે વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓ છે. તે ઉત્તર ભારત અને પાકિસ્તાનના કેટલાક ભાગોમાં પ્રાથમિક ભાષા છે. જેમ જેમ ભારતની વસ્તી વધશે, વિશ્વ વધુ હિન્દી ભાષીઓ જોશે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશમાં ભાષાને ફેલાવવા અને તેની સ્થિતિ અને ઉપયોગ વધારવા માગે છે. ભારતમાં હાલમાં 23 સત્તાવાર ભાષાઓ છે, જેમાં ગુજરાતી ભાષાનો સમાવેશ થાય છે, અને હિન્દી ભારતની સૌથી વધુ બોલાતી ભાષાઓ છે.

ગુજરાતી ભાષાનું આગમન
ગુજરાતી ભાષા 700 વર્ષથી વધુ જૂની ભાષા છે.  ગુજરાતી ભાષા 3 તબક્કામાં વહેંચાઈ હતી. ગુજરાતી ભાષા 'ગુર્જર અપભ્રંશ' કહેવાતી હતી. આધુનિક ગુર્જર અને રાજસ્થાની ભાષાની પૂર્વજ ભાષા પહેલા ગુર્જર લોકો બોલતા હતા. 12મી સદીમાં આ ભાષાનો ઉપયોગ સાહિત્યમાં થવા લાગ્યો. નરસિંહ મહેતાને આધુનિક ગુજરાતી કવિતાના પિતા માનવામાં આવ્યા. મધ્યકાળમાં ગુજરાતી રાજસ્થાની ભાષાથી અલગ પડી. ગુજરાતી વિશ્વમાં બોલાતી ભાષાઓમાં 24માં ક્રમે આવે છે.

અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષા ભુલાઈ
અત્યારે બાળકોના માતા-પિતાઓમાં તેમના બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાનું ચલણ હોય છે. અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે પરંતું એટલું આંધળુ અનુકરણ ન હોવું જોઈએ કે બાળકને ગુજરાતી ભાષા બોલતા સરખી ન આવડે.માતા-પિતાએ જ બાળક માતૃભાષા સ્પષ્ટ બોલી અને લખી શકે તે માટે વળગી રહેવું જોઈએ. ગુજરાતી ભાષાનું મહત્વ વાંચવાથી કે લખવાથી નહીં પરંતું બોલવાથી વધ્યુ છે. જે લોકો ગુજરાતી બોલે છે અને સાંભળે છે તે લોકોએ ગુજરાતી ભાષાને જીવંત રાખી છે. જેમ દક્ષિણ ભારતમાં પશ્ચિમ બંગાળમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ જોવા મળે છે અને તેના માટે જે પ્રયાસો કરવામાં આવે છે તેવા પ્રયાસો ગુજરાતી લોકો કરતા નથી. ત્યારે માત્ર એક દિવસ નહીં પરંતું દરરોજ પોતાની ભાષાને સમજીએ, માણીએ અને નવી પેઢીને શીખવાડીએ તો જ માતૃભાષાનું સન્માન જળવાઈ રહેશે. 

આજે હાથીની અંબાડી પર ગ્રંથયાત્રા નીકળશે
માતાના મોંઢેથી શીખેલી પ્રથમ ભાષા આપણી માતૃભાષા છે. એ જ ભાષા પ્રત્યેના આપણા પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે  દર વર્ષે 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસની વિશ્વભરના લોકો સોશિયલ મીડિયા, વર્કશોપ અને વિવિધ કાર્યક્રમો દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરે છે...જેથી માતૃભાષાના મહત્વને સમજી શકાય. જેથી આજે ગુજરાતમાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગપણ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરશે. જેમાં થલતેજ પ્રાથમિક શાળા નંબર 1થી હાથીની અંબાડી, બગી સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઢોલ નગારા સાથે ભવ્ય ગ્રંથયાત્રા કાઢશે..જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી પણ હાજર રહેશે.. પંડિત દીનદયાળ ઓડિટોરિયમથી ગ્રંથયાત્રાનું પ્રસ્થાન કરી બોડકદેવ ખાતે સમાપન થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news