Opinion Poll: રાજકોટની બેઠક પર ક્ષત્રિયોના વિરોધ વચ્ચે શું ચૂંટણી જીતી શકશે રૂપાલા? સામે આવ્યો સર્વે

Loksabha Election 2024 Opinion Poll: દેશભરમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં સાત મેએ મતદાન થવાનું છે. આ વચ્ચે વિવિધ ઓપિનિયન પોલ પણ સામે આવી રહ્યાં છે. નવા ઓપિનિયન પોલ પ્રમાણે જાણો રાજકોટમાં શું થશે. 

Opinion Poll: રાજકોટની બેઠક પર ક્ષત્રિયોના વિરોધ વચ્ચે શું ચૂંટણી જીતી શકશે રૂપાલા? સામે આવ્યો સર્વે

રાજકોટઃ ગુજરાતમાં લોકસભાની 26 સીટો માટે 7 મેએ મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની તમામ 26 સીટો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. પરંતુ ગુજરાતની એક સીટ સૌથી વધુ અત્યારે ચર્ચામાં છે. આ સીટ છે રાજકોટ. રાજકોટ ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક પર ભાજપે દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યાં છે. પરંતુ રૂપાલાના એક નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં રાજકોટની સીટનો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. 

માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત
રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ વિવાદ શરૂ થયો હતો. આ ઘટના બાદ રૂપાલા જાહેરમાં માફી માંગી ચૂક્યા છે. પરંતુ હજુ આ વિવાદ શાંત થયો નથી. આ વિવાદ ભાજપ માટે પણ માથાનો દુખાવો બની ગયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતભરમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

રાજપૂતોને મનાવવા સરકારની બેઠક
ગમે તમે કરીને રૂપાલાનો વિવાદ શાંત થઈ જ નથી રહ્યો, ઉપરથી વધી રહ્યો છે, ત્યારે સી આર પાટીલના નિવાસસ્થાને આ મુદ્દે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કીરીટસિહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. તેમજ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ જોડાયા હતા. ભાજપના મહામંત્રી રજની પટેલ પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા. 

એક નિવેદન બાદ શરૂ થયો વિવાદ
રાજકોટના બિનરાજકીય કાર્યક્રમમાં આપેલું આજ નિવેદન પરષોત્તમ રૂપાલા માટે આજે માથાનો દુખાવો બન્યું છે. રૂખી સમાજને ખુશ કરવા અને મત ખાટવા માટે કરેલા આ નિવેદનથી આટલો મોટો વિવાદ ઉભો થશે એવું ખુદ પરશોત્તમ રૂપાલાએ સપને પણ નહીં વિચાર્યુ હોય. ત્યારે જાહેર સભાઓમાં ડાયરાની જેમ ભાષણ આપવાના શોખીન પરષોત્તમ રૂપાલા હવે બરાબરના ફસાયા છે. રૂપાલા સામેનો વિરોધ હવે આગ પકડી રહ્યો છે. કેમ કેમ ઠેર ઠેર જગ્યાએ રૂપાલાનો વિરોધ થવા લાગ્યો છે. 

શું રાજકોટમાં જીતશે રૂપાલા?
ગુજરાતમાં હજુ મતદાન થવામાં ઘણી વાર છે. આ વચ્ચે ઈન્ડિયા ટીવી-CNX નો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ ઓપિનિયન પોલ પ્રમાણે ગુજરાતમાં રાજકોટની સીટ પર રૂપાલા ચૂંટણી જીતી રહ્યાં છે. ઈન્ડિયા ટીવી-સીએનએક્સના ઓપિનિયન પોલમાં કહેવામાં આવ્યું કે રાજકોટમાં રૂપાલા ચૂંટણી જીતતા દેખાય રહ્યાં છે. તો આ ઓપિનિયન પોલ પ્રમાણે ગુજરાતમાં તમામ 26 સીટો પર ભાજપ જીતશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news