નવા જુનીના અંધાણ! ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણીઓ આજે નરેશ પટેલ સાથે કરશે મુલાકાત


રાજ્યમાં 2022ના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલાં રાજકીય માહોલ ગરમ છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજનીતિમાં જોડાઈ તે વાતે ભારે ચર્ચા જગાવી છે. 

નવા જુનીના અંધાણ! ઉત્તર ગુજરાતના પાટીદાર અગ્રણીઓ આજે નરેશ પટેલ સાથે કરશે મુલાકાત

મહેસાણા, અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલાં જ રાજ્યના રાજકીય માહોલમાં ગરમી આવી ગઈ છે. રાજ્યમાં મહત્વની વોટબેંક ગણાતા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ રાજકીય પાર્ટીમાં જોડાય તેવી ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. આ અંગે વિવિધ નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. પરંતુ હજુ સુધી નરેશ પટેલે આ અંગે કોઈ ચોક્કસ ખુલાસો કર્યો નથી. તેવામાં રાજકીય વર્તુળમાં અફવાઓનું બજાર પણ ગરમ છે. આ વચ્ચે ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના અગ્રણીઓ આજે ખોડલધામ પહોંચવાના છે. 

180 જેટલા સમાજના અગ્રણી નરેશ પટેલ સાથે કરશે મુલાકાત
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે કે નરેશ પટેલ રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે. આ અંગે તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ નિવેદનો આપી ચુક્યા છે. પરંતુ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેની કોઈ વિગત સામે આવી નથી અથવા તેમણે કોઈ ખુલાસો કર્યો નથી. આ વચ્ચે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના અગ્રણીઓ આજે ખોડલધામ કાગવડ પહોંચવાના છે. 180 જેટલા લોકો ખોડલધામ પહોંચશે. ખોડલધામમાં દર્શન કર્યા બાદ આ અગ્રણીઓ ખોડલધામના ચેરમેન અને પાટીદાર નેતા નરેશ પટેલ સાથે મુલાકાત કરશે. 

નરેશ ભાઈ ભાજપના સમર્થકઃ સીઆર પાટિલ
નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની વાત પર પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે, નરેશભાઈ ભાજપ પાર્ટીના વર્ષોથી શુભેચ્છક રહ્યા છે. અંગત રીતે એ મારા સારા મિત્ર છે અને એટલા માટે કોઈ પાર્ટીમાં જવાનો આજ સુધી એમણે કોઈ નિર્ણય કહ્યો નથી અને જણાવ્યો નથી. જ્યારે પણ એમની સાથે વાત થયા છે ત્યારે સ્પષ્ટ કહે છે કે મીડિયા પોતાની રીતે કહે છે. મેં ક્યારે કોઈ પાર્ટીમાં જોડાવાનું કહ્યું નથી. એવું એમણે મારી સાથેની વાતચીતમાં મને કહ્યું છે. મને વિશ્વાસ છે કે, નરેશભાઈ પટેલ જે રીતે પ્રજા સાથે જોડાયેલા છે, એક ધાર્મિક સંસ્થાના વડા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જે શુભેચ્છક તરીતે જોડાયેલા છે, તેઓ અમારી સાથે જોડાયેલા રહશે.

નરેશ પટેલને લઈને દિલીપ સંઘાણીનું નિવેદન, તો હાર્દિક પટેલ જેવી સ્થિતિ થશે
રાજકોટમાં ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ કહ્યુ કે, અગાઉ હાર્દિક પટેલે સમાજનો ઉપયોગ કરી રાજકારણ કર્યું હતું તેની હાલત શુ થઈ સૌ કોઈ જાણે છે. હવે બીજા હાર્દિક પટેલ ન બને તેવી આશા છે. નરેશ પટેલ હાર્દિક પટેલવાળી ન કરે તો સારું. નરેશભાઈને ખોડલધામના પ્રમુખ તરીકે ખૂબ જ આદર આપું છું. રાજકીય પક્ષના નામે હાર્દિક પટેલે મોટું રાજકારણ કર્યું હતું. આજે હાર્દિક પટેલની શું સ્થિતિ છે તે સૌ જાણે છે. સમાજને બીજા હાર્દિક પટેલ જેવી સ્થિતિ થાય. મારો મત નરેશભાઈના અંતર આત્મા કહેશે ત્યાં જોડાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news