ઉપલેટામાં ટોલ વિરુદ્ધ ચેમ્બર ઓફ કોમર્સનો બળવો, કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

શહેરથી અડધા કિમી દૂર રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ વે પર આવેલ ડૂમિયાણી ટોલનાકા દ્વારા સ્થાનિકો પાસેથી પણ રાક્ષસી ટેક્ષ વસુલવાના વિરોધમાં ચેમર્સ ઓફ કોમર્સની આગેવાનીમાં ૫૦ જેટલા જુદાજુદા સંગઠનોની ઉપલેટા ટોલ ટેક્ષ મુક્તિ સમિતી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લોકલ ટોલ ચાર્જ તાત્કાલીક ઘટાડવાની માંગ કરી હતી. આ માટે અઠવાડિયામાં લડતના મંડાણ થશે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડશે તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
ઉપલેટામાં ટોલ વિરુદ્ધ ચેમ્બર ઓફ કોમર્સનો બળવો, કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

દિનેશ ચંદ્રાવાડીયા/ઉપલેટા: શહેરથી અડધા કિમી દૂર રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ વે પર આવેલ ડૂમિયાણી ટોલનાકા દ્વારા સ્થાનિકો પાસેથી પણ રાક્ષસી ટેક્ષ વસુલવાના વિરોધમાં ચેમર્સ ઓફ કોમર્સની આગેવાનીમાં ૫૦ જેટલા જુદાજુદા સંગઠનોની ઉપલેટા ટોલ ટેક્ષ મુક્તિ સમિતી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી લોકલ ટોલ ચાર્જ તાત્કાલીક ઘટાડવાની માંગ કરી હતી. આ માટે અઠવાડિયામાં લડતના મંડાણ થશે તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડશે તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

ઉપલેટા નગરપાલિકાની હદથી માત્ર અડધા કિમીના અંતરે પોરબંદર- રાજકોટ નેશનલ હાઈ વે પર છેલ્લા વીસ વર્ષથી ડુમિયાણી ટોલ પ્લાઝા કાર્યરત છે. આ ટોલ પ્લાઝા પરથી ઉપલેટાવાસીઓ પોતાના વાહનોમાં અવરજવર કરતા હોય છે. જ્યારે ઘણા સ્થાનિકો વાહનો દ્વારા માલ પરિવહન કે મુસાફરોનું પરિવહન કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આવા તમામ વાહન ચાલકો ડુમીયાણી ટોલ પ્લાઝા પર ૯૫ રૂપિયા અને આવનજવાનના ૧૯૦ રૂપિયા જેવો નાના વાહનનો રાક્ષસી કહી શકાય તેવો ચાર્જ ભરી ભરીને કંગાળ થઈ ગયા છે. જ્યારે પીઠડીયા અને ભરૂડી ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિકો પાસેથી દસ રૂપિયા ટોલ ચાર્જ વસુલવામાં આવે છે. આ વિરોધાભાસ અંગે ટોલ પ્લાઝાને રજૂઆત કરવામાં આવે તો વેપારીઓ સામે દાદાગીરી કરવામાં આવતી હોય છે. 

ટોલ પ્લાઝાને વીસ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે, છતાંય ઉપલેટા વાસીઓ પાસેથી પણ મોટર કારના ૯૫ રૂપિયા ટોલ ચાર્જ વસુલતા હોય ઉપલેટા નગરપાલીકા દ્વારા ટોલ પ્લાઝા વિરુદ્ધ ઠરાવ કરીને આ ટોલ પ્લાઝા ઉપલેટાથી અડધા કિમીના અંતરે જ હોય ઉપલેટવાસીઓને નિઃશુલ્ક પસાર થવા દેવા પડે તેવા સરકારી નિયમનો ભંગ કરીને બળજબરી પૂર્વક ટોલ ચાર્જ ઉઘરાવતા હોય ઉપલેટાના નાગરિકો માટે નિઃશુલ્ક કરવાનો ઠરાવ કર્યો હતો. જ્યારે ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ઉપલેટા ટોલટેક્ષ મુક્તી સમિતી બનાવી છે જેમાં શહેરના ૫૦ જેટલા વિવિધ સંગઠનોને સાથે રાખી રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવી લોકલ વાહનો માટે ટોલ ચાર્જ નાબૂદ કરવાની માંગ કરી હતી. 

ઉપલેટાની આ લડતમાં ધોરાજી અને ભાયાવદરના ચેમ્બર્સ ઓફ કોમર્સ પણ સાથે જોડાઈને ડેપ્યુટી કલેકટરને ટોલ પ્લાઝા વિરુદ્ધ આવેદનપત્રો આપ્યા હતા. પંદર દિવસમાં ઉપલેટા ટોલ મુક્તિ સમિતીની માંગણી નહીં સ્વીકારાય તો ડૂમીયાણી ટોલ પ્લાઝા સામે આ ૫૦ કરતા પણ વધારે સંગઠનો ઉપરાંત  દરેક સમાજના પ્રમુખો એ પણ આ લડતમાં જોડાવા માટે સમર્થન આપેલ છે જેથી કહી શકાય કે હવે ચોક્કસ ઉગ્ર લડતના મંડાણ થશે અને તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news