ગુજરાતના હરિપુરા ગામમાં એવું શું ખાસ છે? જ્યાં અફઘાની રાજદૂતને PM મોદીએ જવાની સલાહ આપી
Trending Photos
- નાનકડુ એવુ આ ગામ ગુજરાતના ઈતિહાસમાં બહુ જ મહત્વનો રોલ ભજવે છે
- હરિપુરા અધિવેશનમાં નેતાજીનું ભાષણ ખૂબ જ અસરકારક રહ્યું
જયેશ જોશી/અમદાવાદ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીદ મામુન્દઝઈ (Farid Mamundzay) ને ગુજરાતના સુરતમાં આવેલા હરિપુરા (Haripura) ગામ જવાનું આમંત્રણ આપ્યું છે. પ્રધાનમંત્રીના આ ટ્વીટ પછી અનેક લોકોના મનમાં એક સવાલ છે કે આખરે ગુજરાતના હરિપુરામાં એવું શું છે, જે પ્રધાનમંત્રીએ અફઘાની રાજદૂતને ત્યાં જવાની સલાહ આપી છે. હરિપુરા 1938ના કોંગ્રેસ અધિવેશન માટે જાણીતું છે. નાનકડુ એવુ આ ગામ ગુજરાતના ઈતિહાસમાં બહુ જ મહત્વનો રોલ ભજવે છે. ત્યારે આ ગામના ઈતિહાસ પર એક નજર કરીએ.
ઐતિહાસિક છે 1938નું હરિપુરા અધિવેશન
પ્રધાનમંત્રીના આ ટ્વીટ પછી અનેક લોકોના મનમાં એક સવાલ છે કે આખરે ગુજરાતના હરિપુરામાં એવું શું છે, જે પ્રધાનમંત્રીએ અફઘાની રાજદૂતને ત્યાં જવાની સલાહ આપી છે. સુરતના હરિપુરાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝની સાથે વિશેષ સંબંધ રહ્યો છે. 1938ના ઐતિહાસિક હરિપુરા અધિવેશન પહેલાં ગાંધીજીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સુભાષ ચંદ્ર બોઝને પસંદ કર્યા. આ કોંગ્રેસનું 51 મું અધિવેશન હતું. આથી અધિવેશનમાં સામેલ થવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચંદ્ર બોઝનું સ્વાગત 51 બળદ ખેંચતા હોય તેવા રથમાં કરવામાં આવ્યું હતું.
હરિપુરા અધિવેશનમાં નેતાજીએ આપ્યું હતું તોફાની ભાષણ
હરિપુરા અધિવેશનમાં નેતાજીનું ભાષણ ખૂબ જ અસરકારક રહ્યું. ત્યાં સુધી કહેવામાં આવે છે કે કોઈ ભારતીય રાજકીય વ્યક્તિએ અત્યાર સુધીના ઈતિહાસમાં આટલું પ્રભાવી ભાષણ આપ્યું હોય. ગાંધીજીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સુભાષને પસંદ તો કર્યા પરંતુ તેમની કાર્યપદ્ધતિ પસંદ ન આવી. આ દરમિયાન બીજા વિશ્વયુદ્ધના વાદળ ઘેરાવા લાગ્યા. સુભાષ ઈંગ્લેન્ડ પર આવેલા સંકટનો ફાયદો ઉઠાવીને ભારતના સ્વતંત્રતા સંગ્રામને ઝડપ કરવા માંગતો હતો, પરંતુ ગાંધીજી તેની સાથે સહમત થયા નહીં.
મોદીએ લખ્યું - હું હરિપુરાના લોકોના સ્નેહને ક્યારેય ભૂલી શકીશ નહીં
આ વર્ષે નેતાજીની જયંતી 23 જાન્યુઆરીએ પ્રધાનમંત્રીએ પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. નેતાજીની જયંતીના પ્રસંગે હરિપુરામાં આ વર્ષે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમના એક દિવસ પહેલાં પોતાના સંદેશમાં કહ્યું કે, હું હરિપુરાના લોકોના સ્નેહને ક્યારેય ભૂલી શકીશ નહીં. જે મને તે રસ્તા પર એક વિશાળ જનમેદનીના માધ્યમથી લઈ જવામાં આવ્યો, જે રસ્તા પર નેતાજી બોસ 1938માં ગયા હતા. તેમની જનમેદનીમાં એક શણગારેલો રથ હતો, જેને 51 બળદોએ ખેંચ્યો હતો. મેં તે જગ્યાની પણ મુલાકાત લીધી, જ્યાં નેતાજી હરિપુરામાં રોકાયા હતા.
1968માં તાપી નદીમાં પૂર આવ્યું, હરિપુરા બચી ગયું
તાપી નદીના કિનારે વસેલું સુરત શહેર અનેક વખત પૂરના સંકટનો સામનો કરી ચૂક્યું છે. વર્ષ 1968માં પણ આવું જ એક વિનાશક પૂર આવ્યું હતું. જેમાં આખું શહેર ડૂબી ગયું હતું. પરંતુ હરિપુરા સુરક્ષિત રહ્યું. જોકે આ ગામ ભૌગોલિક રીતે થોડી ઉંચાઈ પર આવેલું છે. જેના કારણે પૂરનું પાણી તેને સ્પર્શ પણ કરી શક્યું નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે