Gujarat Election 2022 : આજે સાંજે ગુજરાત આવશે PM મોદી, જાણો આવતીકાલે ક્યાં મતદાન કરશે

Gujarat Election Second Phase Voting : આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન... પીએમ મોદી રાણીપમાં મતદાન કરશે... આજે સાંજે ગુજરાત આવશે
 

Gujarat Election 2022 : આજે સાંજે ગુજરાત આવશે PM મોદી, જાણો આવતીકાલે ક્યાં મતદાન કરશે

Gujarat Election Second Phase Voting બ્રિજેશ દોશી/ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને હવે માત્ર 1 દિવસ બાકી રહ્યો. 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો માટે થશે મતદાન. 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે અમદાવાદ પહોંચશે. પીએમ મોદી લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા આવશે. તેઓ આવતીકાલે અમદાવાદમાં મતદાન કરશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલે પીએમ મોદી સવારે 8 કલાકે રાણીપમાં મતદાન કરશે. બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે તેઓ ગુજરાતના નાગરિકોને અપીલ પણ કરશે. તેઓ માતા હીરા બા સાથે પણ મુલાકાત કરી શકે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છેે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા 100 વર્ષથી વધુ ઉંમરના છે, તેઓ ગુજરાતની દરેક ચૂંટણીમાં પોતાની ફરજ બજાવીને અવશ્ય મતદાન કરવા જાય છે. પરિવારના સદસ્યો દ્વારા તેમને મતદાન કરાવવા લઈ જવાય છે. આ ઉંમરે પર હીરાબા જુવાનોને શરમાવે તેવા જુસ્સાથી લાકડીના ટેકે મતદાન કરવા જાય છે. 

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન થશે. જેને લઈને તંત્ર દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ આરંભી દેવાઈ છે. આજે ચૂંટણી અધિકારીઓ દ્વારા evm ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવશે.

  • બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. 
  • 93 બેઠકો પર  કુલ 2,51,58,730 મતદારો મત આપી શકશે. 
  • 1,29,26,501 પુરૂષ, 1,22,31,335 મહિલા અને 894 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 17,607 પુરૂષ અને 664 મહિલા મતદારો મળી 18,271 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. 
  • 505 પુરૂષ અને 155 મહિલાઓ મળી 660 વિદેશમાં વસતા ભારતીય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
  • 764 પુરૂષ અને 69 મહિલા મળી કુલ 833 હરિફ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 
  • 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો આવેલા છે. 
  • 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલા છે. 
  • 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ તથા 40,434 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
  • 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 84,263 પોલીંગ ઑફિસર્સ ફરજ બજાવશે.

આવતીકાલે કઈ કઈ બેઠકો પર મતદાન
બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો, પાટણ જિલ્લાની 4 બેઠકો, મહેસાણા જિલ્લાની 7 બેઠકો, સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકો, અરવલ્લી જિલ્લાની 3 બેઠકો, ગાંધીનગરની 5 બેઠકો, અમદાવાદની 21 બેઠકો, આણંદની 7 બેઠક, ખેડાની 6 બેઠકો, મહીસાગરની 3 બેઠકો, અરવલ્લીની 3 બેઠકો, પંચમહાલ જિલ્લાની 5 બેઠકો, દાહોદ જિલ્લાની 6 બેઠકો, વડોદરા જિલ્લાની 10 બેઠકો, છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકો પર મતદાન થશે. ત્યારે ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહારથીઓ મેદાને છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news