મેટ્રો અને વંદેભારત એક્સપ્રેસની ભેટ બાદ PM મોદીનો હુંકાર, ભારત આના કરતા તેજ ગતિથી વધશે, જોઈ લેજો
Narendra Modi Flag Off Metro And Vande Bharat Express : પ્રધાનમંત્રી મોદીએ આજે ગુજરાતને વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે. જેના બાદ તેમણે જનતાને સંબોધન કર્યું
Trending Photos
અમદાવાદ :હાલ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. જેઓએ આજે ગુજરાતને વંદેભારત એક્સપ્રેસ ટ્રેન અને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે. આ બંને સુવિધા નાગરિકો સાથે જોડાયેલા છે. જેથી હવે લોકોની મુસાફરી કરવી સરળ બનશે અને લોકોનો સમય પણ બચી જશે. હવેથી અમદાવાદમાં મેટ્રો દોડતી થઈ જશે. પીએમ મોદીએ વંદેભારત ટ્રેનમાં સવાર થઈને ગાંધીનગરથી અમદાવાદ સુધી મુસાફરી કરી હતી અને ત્યાર બાદ મેટ્રોને લીલીઝંડી આપી હતી. આ બાદ પીએમ મોદીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યુ હતું.
વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ તેમણે આ ટ્રેનની ખાસિયત ગણાવી હતી. તેમણે કહ્યુ હતું કે, વંદેભારત ટ્રેનમાં બહારનો અવાજ આવતો નથી. મેં જ્યારે ટ્રેનમાં મુસાફરો સાથે વાત કરી ત્યારે બહારથી જરા પણ આવતો નથી. નવરાત્રિનો તહેવાર હોય, રાત આખી દાંડિયા ચાલતા હોય, શહેર ઉંઘતુ ન હોય તેવા દિવસોમાં આવો વિરાટ જનસાગર મેં પહેલીવાર જોયો છે. હું અહીં જ મોટો થયો, આટલો મોટો કાર્યક્રમ અમદાવાદે કરી બતાવ્યો. એનો એર્થ એ કે અમદાવાદીઓને મેટ્રો શુ છે તેની બરાબર ખબર છે. આજે અમદાવાદે મારું દિલ જીતી લીધું છે.
પીએમ મોદીએ કહ્યું કે, 21મી સદી સાથે બદલાતા સમય સાથે શહેરોને આધુનિક કરવાની જરૂર છે. ટ્રાન્સપોર્ટેશન સરળ હોય, યાતાયાતના સાધન એકબીજાને સપોર્ટ કરે તે કરવું જરૂરી છે. મોદી પર નજર રાખનારા સારા અને ખરાબ જમાત છે. જ્યારે હું અહી મુખ્યમંત્રી હતો ત્યારે અમે અમદાવાદમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટને લઈને ગ્લોબલ સમિટ કરી હતી. તે સમયે પણ મારા દિમાગમાં આ ચાલતુ હતું. હું દિલ્હી ગયો તો આ કામ કરી બતાવ્યું. આ વિચાર આજે સાકાર થઈ છે. દેશના શહેરોના વિકાસમાં આટલુ ઈન્વેસ્ટમેન્ટ કરવાનુ કારણ એ કે, 25 વર્ષમાં આ શહેર વિકસિત ભારતના નિર્માણને સુનિશ્ચિત કરશે. તેઓ દેશના ભાગ્યને ઘડશે.
અત્યાર સુધી આપણે ન્યૂયોર્ક, ન્યૂજર્સી ટ્વીન સિટી સાંભળતા હતા. તો મારું ભારત પાછળ ન રહી શકે. ગાંધીનગર અમદાવાદનો વિકાસ ટ્વીન સિટીના મોડલ પર થઈ રહ્યું છે. આ સિવાય અન્ય ટ્વીન સિટી પણ ગુજરાતની ઓળખને ખાસ બનાવશે. જૂના શહેરો પર ફોકસ કરાશે, અને એવા નવા શહેરો પણ બનાવાશે જે ગ્લોબલ બિઝનેસ મુજબ વિકાસ થઈ રહ્યાં છે.
અહીનો બીઆરટીએસ કોરિડોર દેશનો પહેલો કોરિડોર છે. સામાન્ય લોકોની સુવિધા વધારવી તે અમારો પ્રયાસ હતો. હુ આ અવસર પર તમામ લોકોને શુભેચ્છા આપુ છું. આજે અમદાવાદ મેટ્રોના 32 કિમી સેક્શન પર મુસાફરી શરૂ થઈ છે. આશ્ચર્ય થશે કે ભારતમાં મેટ્રોની શરૂઆત થઈ, તેમાં પહેલીવાર રેકોર્ડ બન્યો કે એકસાથે 32 કિમીની મુસાફરીનું લોકાર્પણ કરાયું. તેની બીજી ખાસિયત, રેલવે લાઈનના ચેલેન્જિસ વચ્ચે કામ કરાયું છે. આજે પહેલા ફેઝનું ઓપનિંગ થયું છે. બીજા ફેઝમાં ગાંધીનગરની કનેક્ટ કરાશે. વંદેભારત ટ્રેનથી અંતર ઘટશે. સામાન્ય એક્સપ્રેસ ટ્રેન અંદાજે 6 થી 8 કલાક લગાવે છે. પંરતુ વંદેભારત ટ્રેન 5.30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડશે. વંદેભારત ટ્રેનને બનાવનારા એન્જિનિયર, વાયરમેન, ફીટર ઈલેક્ટ્રીશિયન સાથે વાત કરી. તેઓએ કહ્યુ કે, તમે અમને કામ આપો. અમે બેસ્ટ કામ આપીશું. તેમનો આ ભરોસે મને પ્રેરિત કરે છે કે, દેશ આના કરતા તેજ ગતિથી વધશે.
તેમણે કહ્યું કે, ગરીબો અને મજૂરો આ ટ્રેનમાં જવાનું પસંદ કરી રહ્યાં છે. એક તેમાં જગ્યા વધુ છે, અને બીજું એ કે, તેઓ જલ્દી પહોંચી રહ્યા છે અને ઝડપથી જઈને પોતાના કામે લાગી રહ્યાં છે. આ વંદેભારતની તાકાત છે. તે માત્ર 52 સેકન્ડમાં 100 કિમી સ્પીડની ગતિ પકડે છે. જો આટલી સ્પીડમાં ટ્રેનો દોડશે તો વિકાસ ઝડપી થશે. ગુજરાતના સમુદ્રી વિસ્તારને સૌથી વધુ ફાયદો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે